શું તમે આ તસવીરમાં રહેલી વસ્તુ ક્યારેય ખાધી છે? જો હા તો તમને ખબર જ હશે કે આને શું કહેવાય છે. પરંતુ કદાચ તમને એના ફાયદાઓ વીશે નહીં ખબર હોય. આ વસ્તુ ભારતમાં મોટાભાગે બિહારમાં જ બને છે. આને મખાના કહેવાય છે. તળાવ, તેમ જ દલદલીય ક્ષેત્રમાં પાણી માં ઉગતા મખાના મા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમજ આ નું ઉત્પાદન કરવા માટે કોઇ જાતની દવા વગેરેનો ઉપયોગ ન થવા તો હોવાથી આને ઓર્ગેનીક ફૂડ પણ કહેવાય છે.
મખાના માં પ્રોટીન, વિટામીન, fiber, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, iron તેમ જ ઝીંક જેવા ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. આ સિવાય મખાના માં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી એ આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે.આમ તો મખાના ના ઘણા ફાયદાઓ છે. ચાલો જાણીએ મખાના ના મહત્વના ફાયદાઓ વિશે…
શરીરની નબળાઈ
મખાનાને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આના સેવનથી તરત જ ઉર્જા મળે છે. આથી જો નિયમિત પણે સેવન કરવામાં આવે તો શારીરિક નબળાઈ માંથી છુટકારો મેળવી શકાય છે.
હાડકા માટે
જણાવી દઈએ કે મખાના કેલ્શિયમ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. નિયમિત પણે આનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે તેમ જ સાંધાના દુખાવામાં રાહત મળે છે.
ત્વચા માટે
મખાના માં એન્ટીઓક્સીડેન્ટ અને ઍન્ટિ-એજિંગ તત્વો મળી આવે છે, આથી રોજ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી તેમ જ ચેહરાને લાંબા સમય સુધી જુવાન રાખી શકાય છે. અને ચહેરા નો નિખાર પણ વધે છે.
હૃદય માટે
આનું દરરોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું રહે છે. જેથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે.
કિડની માટે
શરીરમાં રહેલા હાનિકારક તત્વ કે.જે કિડનીમાં નુકસાન પહોંચાડી શકે છે જે આનું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. આથી કીડની મા કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય છે. જો પથરી થઈ હોય તો આના ૫ થી ૬ ગ્રામ બીજ અને ખાંડને એકસાથે પીસીને મિશ્રણ તૈયાર કરી, આ મિશ્રણ ને દૂધ સાથે દિવસમાં ત્રણ વાર લેવાથી પથરીમાં પણ રાહત મળે છે.
ડાયાબીટીસ માટે
ડાયાબીટિઝના દર્દીઓ માટે ખોરાકમાં મખાના સામેલ કરે તો તે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણકે આ ખાવાથી ઇન્સ્યુલિનનું સ્તર નિયંત્રણમાં રહે છે.