આપણા અસ્તવ્યસ્ત જીવન અને ખોરાક ને કારણે આજે માણસ ની મેદસ્વિતા દિવસે ને દિવસે વધતી જાય છે. અને તેને કંટ્રોલ કરવામાં આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ, પણ ઘણી વખત અજાણતામાં સાથે સાથે એવા ખોરાક નું સેવન કરી લેવાથી કે ઉપાય નિયમિતપણે ન કરવાથી આપણે વજન ઘટાડવામાં સફળ જતાં નથી.
જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે માત્ર ઉપાયો કે ડાયેટ કરવાથી ઘટતુ નથી, સાથે સાથે તમારે તમારા ખોરાક અને કસરત નું પણ ધ્યાન રાખવું જરુરી છે, ઈન્ટેન્સ ડાયેટ પણ શરીર ને હાની પહોંચાડી શકે છે. માટે કોઈપણ નુસખો કે ઉપાય અજમાવતા પહેલા શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.આજે આપણે વાત કરવાના છીએ મલાઈ વિશે…
મલાઈ ખાવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે આ કદાચ તમને ખબર નહીં હોય. કારણકે ઘણા લોકો વિચારે છે કે મલાઈ ખાવા થી ચરબી વધે છે, જે ખોટું છે. જો ઝડપથી વજન ઘટાડવું હોય તો રોજનું સેવન કરવામાં આવે તો વજન ઓછું થાય છે. પરંતુ લોકોને એવી માન્યતા હોય છે કે મલાઈ થી વજન વધે છે.
હકીકતમાં મલાઈ માં રહેલા તત્વો ની વાત કરીએ તો ગુડ ફેટ અને ગુડ કોલેસ્ટ્રોલ મળે છે. તેનાથી હ્રદય રોગ સંબંધિત બીમારીઓ થતી નથી. પરંતુ જણાવી દઈએ કે મલાઈ તેના સાચા સમયે અને નિયંત્રિત માત્રામાં જ ખાવી જોઈએ. જો સવારે કે બપોરે મલાઈનું બે ચમચી જેટલું સેવન કરવામાં આવે તો તે ઠીક છે, પરંતુ રાત્રિના સૂતા પહેલાં ક્યારેય ન કરવું જોઈએ.
એનું કારણ આપવાની જરૂર નથી કારણકે તમે પણ જાણતા જ હશો કે મલાઈમાં પ્રોટીન હોવાથી પ્રોટીન રાતના પચાવવો મુશ્કેલ હોય છે. કારણકે રાત્રિના સમયે શરીરની સ્થિતિ એટલી બધી સક્રિય હોતી નથી. આવા સમયમાં મલાઈને પચાવવી મુશ્કેલ થઈ જાય છે.
મલાઈમાં લેક્ટિક ફર્મેન્ટેશન પ્રોબાયોટિક મળી આવે છે. જેના કારણે આંતરડામાં ફાયદો પહોંચે છે. એટલે કે આતરડાની સ્થિતિ સારી રહે છે.
આટલું જ નહીં મલાઈ નું સેવન કરવાથી શરીર માથી બિન જરૂરી ટોક્સિન નીકળી જાય છે. દરરોજ બે ચમચી મલાઈ ખાવામાં આવે તો ઘૂંટણમાં રહેતા દુખાવા થી બચી શકાય છે.
પરંતુ મહત્વનું છે કે કિડનીની સમસ્યા હોય તો મલાઈનું સેવન બહુ ઓછી માત્રામાં કરવું જોઈએ, કારણકે કિડનીની સમસ્યા નુ સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધારે પેદા થાય છે.
મલાઈ ખાવા વિશે એક્સપર્ટનું કહેવું છે કે મલાઈ ખાવા થી વજન વધતું નથી પરંતુ ઓછો થાય છે. જો તમે વર્કઆઉટ કરતા હોય તો વર્ક આઉટ પહેલા અને વર્કઆઉટ પછી એક-એક ચમચી મલાઈ જરૂર ખાવી જોઈએ. આનાથી વજન કંટ્રોલમાં પણ રહેશે અને વધશે પણ નહીં. અને વર્કઆઉટ કરવાથી જે પ્રોટીન શરીરમાં થાય છે તેની ભરપાઈ તમે મલાઈ ખાઓ ત્યારે થઈ જાય છે.
મલાઈમાં ઉપર જણાવ્યું તેમ પ્રોટીન તેમજ વિટામીન A અધિક માત્રામાં હોય છે, જેનાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ બરાબર રહે છે. અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય ત્યારે આપણે બહુ જલ્દી બીમાર પડતા નથી અને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે. આ સિવાય મલાઈ ખાવાથી શરીરમાં ઉર્જા પણ વધે છે તેમજ મલાઈ માં રહેલું કેલ્શિયમ હાડકા માટે ફાયદો પહોંચાડી તેને મજબૂત બનાવી શકે છે.
આવા લેખ દરરોજ વાંચવા માટે ઉપર રહેલું લાઈક બટન ક્લિક કરી નાખજો, જેથી તમને નવા લેખ મળતા રહે, તેમજ આ લેખ તમારા મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.