માતા-પિતા આવતા હતા એટલે પતિએ પત્નીને કહ્યું કે રેલવે સ્ટેશન પર તેડવા જાય, પતિને રાત્રે ખબર પડી કે માતા-પિતા ઘરે આવ્યા જ નથી. પત્નીને ફોન કર્યો તો…
રાજકોટના રેલવે સ્ટેશન ઉપર સુરેશભાઈ ટ્રેન આવે તેની રાહ જોઈ રહ્યા હતા, તેને ધંધાના કારણોસર અમદાવાદ પહોંચવાનું હતું. આમ તેમ નજર કરતા તેઓનું ધ્યાન તેની થોડી દૂર બેઠેલા એક કપલ ઉપર પડ્યું. ખૂબ જ ઘરડું કપલ ત્યાં લગભગ ટ્રેનની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું હતું.
થોડા સમય પછી ટ્રેન આવી, થોડા સમય માટે તો ખૂબ જ ભીડ થવા લાગી ધીમે ધીમે કરીને બધા મુસાફરો ટ્રેનમાં અંદર જતા રહ્યા. સુરેશભાઈ ને અંદર બેસવા માટે જગ્યા ન મળી એટલે તેઓ ત્યાં ગેલેરી પાસે ઊભા રહીને કોઈ ઉતરે તેની રાહ જોવા લાગ્યા.
થોડા સમય પછી બીજું સ્ટેશન આવ્યું ત્યાં ઘણા બધા મુસાફરો ઉતર્યા એટલે સુરેશભાઈ ને જગ્યા મળી ગઈ અને તેઓ આરામથી બેઠા બેઠા મોબાઈલ જોવા લાગ્યા. તેવામાં ફરી પાછું તેનું ધ્યાન સામે બેઠેલા કપલ પર પડ્યું તેની સામે સીટ પર તે જ ઘરડું કપલ બેઠું હતું જે ટ્રેન આવ્યા પહેલા તેનું ધ્યાન ગયું હતું.
ત્યાં બેઠેલા દાદાની નજર સુરેશભાઈ સાથે મળી એટલે તેને કહ્યું કે ભાઈ મારું એક કામ કરી આપશો? એટલે સુરેશભાઈએ કહ્યું કે બોલો ને શું કામ છે? સામે બેઠેલા દાદાએ કહ્યું કે મારા દીકરા ને ફોન લગાડી દો ને, ત્યારે સુરેશભાઈ એ સહજતાથી પૂછ્યું શું તમારી પાસે ફોન નથી?
ત્યારે તેને કહ્યું ના અમને ફોન વાપરતા નથી આવડતો એટલે ફોન જ નથી, પછી સુરેશભાઈએ નંબર લઈને ફોન લગાડી દીધો. બે થી ત્રણ વખત ટ્રાય કરી હોવા છતાં તેનો ફોન ઉપાડ્યો નહીં, એટલે સુરેશભાઈએ દાદા ને કહ્યું કે દાદા સામેથી કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. જ્યારે દાદાએ કહ્યું કે કંઈ વાંધો નહીં થોડી વખત પછી લગાડજો.
થોડા સમય પછી દાદાની અને સુરેશભાઈ ની એકબીજાની વાતચીત શરૂ થઈ વાતચીત શરૂ થતા ખબર પડી કે દાદા નો એકનો એક દીકરો એન્જિનિયર બની ગયો છે અને અમદાવાદમાં નોકરી કરે છે, નોકરી ખૂબ જ સારી હોવાથી પગાર પણ સારો છે અને નોકરીએ લાગ્યો ત્યારથી અમદાવાદમાં જ રહે છે.
ત્રણ વર્ષ થયા ઘરે નો આવ્યો હોવાથી દાદા અને તેની પત્ની તેને મળવા જઈ રહ્યા હતા. આવી બધી વાતો ચિતોની આપ-લે થઈ રહી હતી તેવામાં સુરેશભાઈ નો ફોન રણક્યો ફોન ઉપાડ્યો એટલે કહ્યું હેલો કોણ બોલો છો, તમારા ત્રણ ફોન આવ્યા હતા.. તરત જ સુરેશભાઈએ જવાબ આપતા કહ્યું કે ફોન તમારા પિતાએ કરાવ્યા હતા. હું તમારા પિતાને ફોન આપું છું વાત કરી લો.
આટલું કહીને સુરેશભાઈએ દાદા ને ફોન આપ્યો થોડા સમય સુધી વાતો ચાલી પછી દાદા એ તેના દીકરાને કહ્યું કે અમે તને મળવા માટે આવી રહ્યા છીએ અત્યારે તેના દીકરાએ ફોનમાં કહ્યું કે તમે કેમ આવી રહ્યા છો?? અમે જ થોડા દિવસો પછી ત્યાં આવી જશો ત્યારે દાદાએ કહ્યું કે ત્રણ વર્ષથી તને જોયો નથી એટલે અમે રસ્તામાં જ છીએ અમે આજે અમદાવાદ આવી જઈશું.
અમદાવાદ પહોંચીને ફોન કરીશ મને રેલવે સ્ટેશન પર લેવા માટે આવી જજે. ત્યારે દીકરાએ કહ્યું કે ભલે હું રેલ્વે સ્ટેશન પર આવી જઈશ. ધીમે ધીમે મુસાફરી પૂરી થઈ ગઈ અને ત્યાં રેલ્વે સ્ટેશન પર ઉતરીને બીજી વખત ફરી પાછો દાદાના દીકરાને ફોન લગાડી દીધો ત્યારે તેને વાત કરીને કહ્યું કે ભાઈ તમારા પિતા સ્ટેશન ઉપર આવી ચૂક્યા છે.
ત્યારે દીકરાએ જવાબ આપતા કહ્યું અત્યારે હું મિટિંગમાં છું પરંતુ મારી પત્ની તેને લેવા માટે આવી રહી છે. એટલે એ જ વસ્તુ સુરેશભાઈએ દાદાને જણાવી અને ત્યાંથી નીકળી ગયા,. સાંજ થઈ ચૂકી હતી તેને અમદાવાદમાં ધંધાનું કામ હતું તે પૂરું થયા બાદ હોટલના રૂમ પર જઈને આરામ કરવા લાગ્યા ત્યારે લગભગ રાતે 10:00 વાગ્યે તેનો ફોન રણક્યો.
નંબર અજાણ્યો હોવાથી થોડુંક અજુક્તું લાગ્યું. ફોન ઉપાડ્યો તો સામેથી કહ્યું કે ભાઈ તમે રેલવે સ્ટેશન પર મારા મમ્મી પપ્પાને કયા બેસાડ્યા હતા, તે હજુ સુધી ઘરે નથી પહોંચ્યા અને હું પણ અત્યારે રેલવે સ્ટેશન પર છું. મને તેઓ મળી નથી રહ્યા.
સુરેશભાઈ પણ તરત જ રેલવે સ્ટેશન જવા રવાના થઈ ગયા, ત્યાં જઈને ફોન કર્યો બંને લોકો ભેગા થઈ ગયા અને કહ્યું કે ભાઈ એને મેં આ જગ્યાએ જ છોડ્યા હતા.. ચાલો કંઈ વાંધો નહીં આપણે બંને થઈને શોધીએ. લગભગ બે ત્રણ કલાક સુધી શોધ્યા પછી કંઈ ખબર ન પડી કે તે લોકો ક્યાં છે.