માતા-પિતા આવતા હતા એટલે પતિએ પત્નીને કહ્યું કે રેલવે સ્ટેશન પર તેડવા જાય, પતિને રાત્રે ખબર પડી કે માતા-પિતા ઘરે આવ્યા જ નથી. પત્નીને ફોન કર્યો તો…
દાદા નો દીકરો વારંવાર તેની પત્નીને ફોન કરી રહ્યો હતો પરંતુ તેની પત્નીએ તેનો ફોન ઉપાડ્યો જ નહીં. તે બંને વચ્ચે માતા પિતાને લઈને કંઈક ઝઘડો થઈ ગયો હશે એટલા માટે જ તેની પત્ની તેને સ્ટેશન ઉપર લેવા માટે આવી જ નહોતી.
થાકીને ત્યાં બેઠા હતા થોડા જ સમય પછી સવાર થવાની હતી ત્યારે દાદાના દીકરાએ કહ્યું કે ચલો ભાઈ તમે પણ જાઓ મોડું થતું હશે હું પણ હવે જવું છું.
સુરેશભાઈ તો હોટલમાં પાછા આવી ગયા અને સુઈ ગયા. થોડા કલાકો પછી તેઓ ઊંઘમાં હતા ત્યારે તેનો ફોન રણકવા લાગ્યો. પહેલી વખત તો આખી રીંગ વાગી ચૂકી હતી પરંતુ બીજી વખત તેને ઊંઘમાંથી જાગીને ફોન ઉચક્યો ફોન દાદા ના દીકરાએ કર્યો હતો.
તેને સુરેશભાઈ ને કહ્યું ધન્યવાદ તમારો કે તમે અજાણ્યા હોવા છતાં મને મારા માતા-પિતાને શોધવામાં મદદ કરી, અને તમને જાણ પણ કરી દઉં કે મારા માતા પિતા રાત્રે જ પાછા રાજકોટ જવા માટે નીકળી ગયા હતા. આ સાંભળીને સુરેશભાઈ એ કહ્યું તમે મને અજાણ્યો કહો છો અને હું અજાણ્યો જ છું પરંતુ તેમ છતાં તમને એક વાત જરૂર કહેવા માંગીશ જે ગઈકાલે નહોતો કહી શક્યો.
ભાઈ તમે જ્યારે ગઈકાલે ફોનમાં કહ્યું કે હું નહીં પણ મારી પત્ની આવે છે અને હું મિટિંગમાં છું ત્યારે જ મારે તમને કહેવું હતું કે તમે ત્રણ વર્ષ થયા તમારા માતા પિતાને મળ્યા નથી અને ધંધામાં આટલા વ્યસ્ત છો. પરંતુ સાહેબ હું તમને એટલું જરૂરથી કહીશ કે એક વખત માતા-પિતા ચાલ્યા જશે પછી તમે તેને યાદ કરીને પસ્તાવો કરી શકશો. બીજું કંઈ નહીં થાય.
એટલે મહેરબાની કરીને માતા પિતાની તેમજ પરિવારની વાત આવે ત્યારે ધંધો બાજુ પર મૂકી અને તેની સાથે રહેવું જોઈએ. ભલે કદાચ મારા શબ્દો થોડાક તીખા પણ હશે પરંતુ હું આ તમને કહેવા માંગું છું કારણ કે મેં મારા પિતાને ગુમાવ્યા છે એટલે મને ખબર છે કે પિતા માતા વગરની જિંદગી કેવી હોય.
આટલું કહીને સુરેશભાઈએ ફોન કાપી નાખ્યો, પોતે પણ ધંધાનું કામ પતાવીને રાજકોટ પાછા ફરી ગયા હતા. બીજા દિવસે ફરી પાછો તે દાદાના છોકરાનો તેની ઉપર ફોન આવ્યો ત્યારે તેને કહ્યું કે હું અત્યારે રાજકોટ આવી ગયો છું, તમારો ખુબ ખુબ આભાર કે તમે મને સમજાવ્યો કે હું શું ગુમાવીને બેઠો છું.
સુરેશભાઈએ તરત જ કહ્યું કે તમે રાજકોટ હોય તો હમણાં જ મારી દાદા સાથે વાત કરાવો, ત્યારે દાદા ને ફોન આપ્યો ત્યારે તરત જ સુરેશભાઈએ દાદા ને પૂછ્યું કે તમને કહ્યું તો હતું કે અહીં જ બેસજો તેમ છતાં તમે ક્યાં જતા રહ્યા?
ત્યારે દાદાએ ભાવુક થઈને જવાબ આપતા કહ્યું ભાઈ લાગે છે મારા નસીબ માં ધક્કા ખાવાનું જ લખ્યું છે, બાળપણમાં માતા પિતા જતા રહ્યા અને હવે ઘડપણ માં દીકરાને વહુ લઈ ગઈ અમારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો. એટલા માટે જ પોતાનું સન્માન બચાવવા અહીંયા પાછા આવી ગયા.
દાદાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે પરંતુ ખબર નહીં આજે કેમ અચાનક મારો દીકરો રાજકોટ આવીને અમારા બંને પાસે બેસીને રડવા લાગ્યો, જાણે તેને કોઈ મોટી ભૂલ અહેસાસ થઈ ગયો હોય. શું તમે તેને કંઈ કહ્યું હતું? ત્યારે સુરેશભાઈએ માત્ર સ્મિત કરીને એટલું જ કહ્યું કે ના દાદા મેં કંઈ નથી કહ્યું, મેં તો બસ ખાલી એને તેની જવાબદારીનું ભાન કરાવી દીધું. બાકી હૃદય પરિવર્તન તો તેનું જાતે જ થયું છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.