5 વર્ષની મીરાંને ડોક્ટર એ ઘણી બચાવવાની કોશિશ કરી પણ…

એક કપલ હતું, જેના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા અને તેઓ બંને પોતાની જિંદગીથી એકદમ ખુશ હતા. સંતાનમાં તેઓને એક દીકરી હતી, અને દીકરીનું નામ મીરા હતું. આ દીકરી તેના માતા-પિતા બંનેની વહાલી હતી પરંતુ પિતાને તો એની દીકરી સાથે ખૂબ જ લગાવ હતો.

અને આમ પણ લોકો કહેતા હોય છે કે દીકરી એ પિતાની સૌથી વધારે વહાલી હોય છે. મીરા પણ તેના પિતાને ખૂબ જ વહાલી હતી.

ધીમે ધીમે મીરા મોટી થતી ગઇ અને જોતજોતામાં વર્ષો વિતતા ગયા અને તે પાંચ વર્ષની થઈ ગઈ. પાંચ વર્ષ પૂરા થયાની ખુશીમાં તેના પિતાએ અને દરેક લોકોએ ધૂમધામથી તે નો 5 મો જન્મદિવસ મનાવ્યો હતો.

પિતા પણ મીરાને ખુબ જ પ્રેમથી રાખતા હતા જ્યારે પણ તે ઓફિસથી ઘરે આવતા હોય ત્યારે દરરોજ કંઈક ને કંઈક નવી વસ્તુઓ જેવી કે ખાવા-પીવાની હોય કે પછી જાતજાતના રમકડા પરંતુ તે દરરોજ મીરા માટે કંઈક ને કંઈક નવું વસ્તુઓ લાવતા.

મીરા પણ આનાથી એકદમ ખુશ રહેતી અને હજુ પણ બોલતા એટલું બધું ન શીખી હતી તેમ છતાં તોતડા અવાજમાં પોતાના પપ્પાને પા કહીને બોલાવતી.

પરિવાર આંખો હળી-મળીને રહી રહ્યો હતો અને દરેક લોકો ની જિંદગી એકદમ ખુશહાલ વીતી રહી હતી એવામાં એક દિવસ મીરા ની તબિયત બગડી આથી તરત જ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યાં ડોક્ટરે તપાસીને કહ્યું કે મીરાંને દાખલ કરવી પડશે.

ખૂબ જ ભયંકર તાવ આવી ગયો હોવાથી તેને દાખલ કરવામાં આવી અને દરેક લોકો ગભરાઇ ગયા, ખાસ કરીને પિતા અંદરો અંદર ખૂબ દુઃખી થતા હતા. ડોક્ટરે પણ તેને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ મીરા ની હાલત બગડતી જતી હતી અને ત્રણ દિવસ પછી તેની મૃત્યુ થઈ ગઈ.

પરિવાર ઉપર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એ રીતે દરેક લોકો શોક માં ગરકાવ થઈ ગયા. અને પિતાની હાલત તો જાણે જીવતા પકડા જેવી થઈ ગઈ તે કોઈની સાથે કંઈ વાત કરવા જ તૈયાર ન થતા.

ધીમે ધીમે સમય વીતતો ગયો પરંતુ અઠવાડિયા પછી પણ મીરા ના પિતા કોઈ સાથે કંઈ વાતચીત જ કરતા નહીં અને મન માં ને મન માં રડ્યા કરતા. તેને દરેક પડે જાણે મીરા ની યાદ આવતી હોય એ રીતે તે માત્ર રડ્યા કરતા.

તેને ઓફિસે પણ જવાનું છોડી દીધું અને ઘરેથી પણ તે ક્યાંય પણ બહાર જતા નહીં. આવી હાલત પરિવારથી જોઈ ન શકતા, પરંતુ પરિવારના ઘણા સમજાવ્યા પછી પણ તે કોઈનું કંઈ જ સાંભળતા નહીં અને માત્ર એક જ શબ્દ મોઢામાંથી કાઢતા ‘મીરા’.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts