5 વર્ષની મીરાંને ડોક્ટર એ ઘણી બચાવવાની કોશિશ કરી પણ…
પરિવારે નજીકના સગા સંબંધીઓને વાત કરીને ઘરે બોલાવીને પણ કોશિશ કરી આજુબાજુના પડોશીઓ એ પણ તેને ઘણી સમજાવવાની કોશિશ કરી પરંતુ મીરા ના પિતા જાણે સુનમુન થઈને બેસી જ રહેતા.
એક દિવસ આવી જ રીતના મીરાના વિચારમાં ખોવાયેલા હતા અને તેને ઊંઘ આવી ગઈ અને તરત જ તેને એક સપનું આવ્યું.
જેમાં તેણે જોયું કે સ્વર્ગ માં ઘણી બધી દીકરીઓ પરી બનીને ફરી રહી હતી અને દરેક દીકરીઓ એક જેવો જ પોશાક પહેર્યો હતો અને હાથમાં મીણબત્તી લઈને ચાલી રહી હતી.
એવામાં તેને મીરા પણ દેખાઈ એટલે તેને જોઈને અત્યંત ઉત્સાહિત થઈને તેના પિતા બોલી ઉઠ્યા કે મીરા બેટા તારી મીણબત્તી દરેક લોકોની જેમ કેમ નથી તારી મીણબત્તી કેમ બુઝેલી છે?
એટલે તેની દીકરી એ તને જવાબ આપતા કહ્યું કે પા હું ઘણી વખત મીણબત્તી પ્રગટાવવાની ટ્રાય કરું છું પરંતુ તમે એટલું બધું રડ્યા કરો છો કે તમારા આંસુઓથી મારી મીણબત્તી ફરી પાછી બુઝી જાય છે.
દીકરીએ આટલું કહ્યું એ સાંભળીને તરત જ પિતા નીંદર ઉડી ગઈ.
તેને પોતાની ભૂલનો જાણે અહેસાસ થઈ ગયો હોય તેવું લાગ્યું, બધા લોકો જે સમજાવતા હતા તે એક સપના એ તેની દીકરી એ તેને સમજાવી દીધું અને તેને પણ ખબર પડી ગઈ કે જો પોતે આવી રીતે દુઃખી રહેશે તો તેની દિકરી પણ ક્યારે ખુશ નહીં રહી શકે. અને ધીમે ધીમે કરતા તે પોતાનું જીવન ફરી પાછું સામાન્ય રીતે જીવવા લાગ્યા અને જીવનમાં આગળ વધવા લાગ્યા.
આ ભલે કદાચ એક સ્ટોરી હશે પરંતુ સ્ટોરી ઘણું શિખવી જાય છે કે કોઈપણ નજીકના વ્યક્તિને ગુમાવવા નું દુઃખ એક પણ શબ્દોથી વર્ણવી શકાય નહીં. પરંતુ ક્યારેક ને ક્યારેક આપણે પોતાની જાતને મજબૂત કરવી જ પડે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં સ્ટોરીને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપજો.