પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર
આ દરજ્જા નો મતલબ એવો થાય છે કે આપણે જેટલો સંબંધ MFN દેશ સાથે રાખીએ છીએ એટલો બીજા સાથે રાખી શું નહીં. અને WTO ના સદસ્ય હોવાને કારણે દરેક દેશને એક બીજાને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો આપવો પડે છે. જેમાં 1996માં ભારતે પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો.
આ દરજ્જો પાછો ખેંચ્યો તેના પરિણામરૂપે પાકિસ્તાનને ખરબોનો જટકો લાગશે.વર્ષ 2012ના એક આંકડા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ખરબ થી પણ વધુ વેપાર થાય છે. આવામાં વેપાર ને ધ્યાનમાં લઈને જોવા જઈએ તો પાકિસ્તાનને ખૂબ મોટું નુકસાન થશે. અને આ પગલું હુમલા ને ધ્યાનમાં લઈને લેવાયું છે.
જ્યારે વર્ષ 2016માં ઉરી પર હુમલો થયો હતો ત્યારે પણ આ દરજ્જાને લઈને રાજનૈતિક ચર્ચાઓ થઈ હતી તેમજ તેની સમીક્ષા કરાઇ હતી. છતાં પણ આ દરજ્જો એ સમયે જારી રહ્યો હતો. પરંતુ હવે આ હુમલા પછી તાત્કાલિક ભારત MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું છે.
તેની વિરુદ્ધમાં પાકિસ્તાને ગયા વર્ષે 2018માં ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો આપવા ની મનાઈ કરી દીધી હતી. ઇમરાન ખાન ની સરકાર કહ્યું હતું કે તેઓની અત્યારે કોઈ આ દરજ્જો આપવાની યોજના નથી.
જણાવી દઇએ કે આ વેપારમાં ઘણી બધી ચીજવસ્તુઓનો વેપાર સામેલ છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાંડ, કપાસ, ફળ, ડ્રાયફ્રુટ, સિમેન્ટ, સ્ટીલ તેમજ શાકભાજી જેવી વસ્તુઓનો વેપાર થાય છે.
તમારુ ના પગલે શું માનવું છે તે કમેન્ટમાં જણાવજો.