આપણી બદલતી લાઇફ સ્ટાઇલ અને જેમ જેમ જિંદગી મોર્ડન થતી જાય છે તેમ તેમ આપણા જીવનમાં સમસ્યાઓ અને બીમારીઓ પણ વધુ સ્થાન લેતી જઈ રહી છે. એવી જ એક સમસ્યા ની વાત કરીએ તો તે થાઇરોઇડ છે. અને ખાસ કરીને આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. થાઇરોઇડ એક એવી બીમારી છે જે મહિલાઓમાં વધતી ઉંમરની સાથે સાથે જોવા મળે છે. થાઇરોઇડ ગ્લેંડમાં હોર્મોન્સનું સંતુલન બગડવાને કારણે આ સમસ્યા ઉદ્ભવે છે. પરંતુ આને ઉદભવતા રોકી શકાય છે, કઈ રીતથી તે આજના લેખમાં જાણીશુ.
મહિલાઓમાં અમુક કારણો કે ટેવ હોવાથી તેને thyroid થઈ શકે છે, પરંતુ આને થતું અટકાવી પણ શકાય છે. ચાલો જાણીએ શું હોય છે થાઈરોઈડ થવાના કારણો, થાઈરોઈડ થવાના ઘણા કારણો હોઈ શકે છે પણ આપણે આજે મુખ્ય કારણો વિશે જણાવવાના છીએ…
કોઈપણ દવા લેતી વખતે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે ઘણી વખત દવાની સાઈડ ઇફેક્ટ ના પરિણામે પણ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી શકે છે. આથી કોઈપણ દવા જાતે નક્કી કરીને લેવાની બદલે ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ.
વર્કિંગ વુમન હોય કે હાઉસવાઇફ પરંતુ દરેક મહિલાઓને નાની નાની વાતમાં વધુ ટેન્શન અને સ્ટ્રેસ લેવાની આદત હોય છે. જેનાથી થાઈરોઈડ ગ્રંથિ પર ખરાબ અસર પડે છે અને હોર્મોન અસંતુલિત થઈ જાય છે, જે આગળ વધીને તમારા થાઇરોઇડનું કારણ બની શકે છે.
આ સિવાય મહિલાઓમાં થાઇરોઇડ આનુવંશિક પણ છે. એટલે કે જો પરિવારના કોઈ સદસ્ય માં થાઈરોઈડ હોય તો આ બીમારી બીજા સદસ્યોને પણ થઈ શકે છે, જેની ચપેટમાં સૌથી વધુ મહિલાઓ જ આવે છે. આથી આ પણ એક કારણ હોઇ શકે છે.
રોજિંદી વ્યસ્ત જિંદગીમાં ઘણી સ્ત્રીઓ પોતાના ખાવા-પીવાનું ધ્યાન રાખી શકતી નથી, અને આના કારણે ઘણી વખત શરીરમાં આયોડીન અને બીજા જરૂરી તત્વોની ખામી ઉદ્ભવી શકે છે. જેના કારણે પણ થાઈરોઈડની સમસ્યા થવાની શક્યતા પૂરેપૂરી રહે છે.
જો જરૂરતથી વધારે સોયા પ્રોડક્ટનું સેવન કરવામાં આવતું હોય તો પણ થાઈરોઈડ થવાની શક્યતા રહે છે. જેમ કે સોયા પ્રોટીન, કેપ્સ્યુલ અને પાઉડરનું સેવન મહિલાઓને થાઇરોઇડ નો શિકાર બનાવી શકે છે.
આ સિવાય પ્રેગ્નન્સી દરમ્યાન પણ થાઇરોઇડ જવાની શક્યતા સૌથી વધુ રહે છે કારણ કે આ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણા હોર્મોનલ ચેન્જીસ થાય છે.
તદુપરાંત તમને જાણીને આશ્ચર્ય થશે પણ સૌથી વધુ પ્રદૂષણ પણ થાઇરોઇડ થવાનું કારણ હોઇ શકે છે. હવામાં રહેલા બેક્ટેરિયા અને કોણ મોઢા માં જઈને ગળાની ગ્રંથિ ને નુકસાન પહોંચાડે છે જે થાઇરોઇડનું કારણ બની શકે છે. જેનાથી પણ થાઇરોઇડ થઈ શકે છે.
આ સિવાય જો કોઈ પણ સ્ત્રીઓ એક્સેસ ડાયટ કરતી હોય અને તે પણ કોઈ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર ની સલાહ લીધા વગર કરતી હોય તો આ પણ નુકસાનકારક સાબિત થઇ શકે છે, જે શરીરમાં રહેલા તત્વોની માત્રા બગાડીને થાઇરોઇડ હોર્મોન્સનું બેલેન્સ બગાડી શકે છે.