એક ગામડાની આ વાત છે, ગામમાં એક મોટું મંદિર હતું જેમાં દરેક ગ્રામજનો આવીને દર્શન કરતા, ત્યાર પછી ધીમે ધીમે સમય વીતતો ગયો અને આ ગામડાની આજુબાજુમાં શહેર જેવો માહોલ થવા લાગ્યો.
અને ધીમે ધીમે શહેરી લોકો પણ આ વિસ્તારમાં રહેવા આવીને વસવા લાગ્યા. અને શહેરી લોકો પણ આ મંદિરમાં જ દર્શન કરવા આવતાં કારણકે આસપાસમાં આ મંદિર મુખ્ય જેવું ગણાતું.
ગામડાની એક મહિલા પહેલેથી જ નિયમિતપણે દરરોજ મંદિર જાતી હતી. ધીમે-ધીમે શહેરી લોકો વસવાટ કરવા આવ્યા પછી તેઓની પણ મંદિરમાં ભીડ થવા લાગી, પરંતુ છતાં તે મહિલા તે મંદિર જ દર્શન કરવા જતી.
એક વખત તે મહિલાએ પુજારી ને કહ્યું કે હવે હું મંદિર નહીં આવું.
આથી આ વાત ઉપર પુજારીએ પૂછ્યું કેમ? શું એવું કારણ છે કે જેના કારણે તમે નથી આવવા માંગતા?
ત્યારે મહિલાએ કહ્યું કે હું જોઉં છું કે લોકો મંદિરના પરિસરમાં પોતાનો ફોન વાપરે છે, તો કોઈ લોકો તેના વેપાર-ધંધાની વાત કરે છે. તો ઘણા લોકો જાણે મંદિર ગપશપ કરવાનું સ્થાન હોય તે રીતે આવી ને વાતો જ કર્યા કરે છે. તો ઘણા લોકો પૂજા ઓછી પરંતુ પાખંડ અને દેખાડો વધુ કરે છે.
મહિલાની વાત સાંભળીને પુજારી થોડા સમય સુધી કશું ન બોલ્યા. પછી તેને કહ્યું કે સાચું છે. પરંતુ તમારો અંતિમ નિર્ણય લેવા પહેલા શું તમે મારી એક વાત માની શકો? હું કહું એટલું કરી શકો?
એટલે મહિલાએ કહ્યું કે બોલો શું કરવાનું છે?
પૂજારીએ કહ્યું કે એક ગ્લાસ પાણી ભરી લો અને મંદિરના પરિસર ની અંદર ૧ પરિક્રમા લગાવો. પરંતુ આમાં શરત એટલી છે કે ગ્લાસમાંથી પાણી પડવું જોઈએ નહીં.
હાથી મહિલાએ કહ્યું કે હું તો આવું કરી શકું છું, અને થોડી જ વારમાં તેને ગ્લાસમાં પાણી ભરીને બિલકુલ પૂજારીના કહ્યા પ્રમાણે પરિસરની ૧ વખત પરિક્રમા લગાવી.
ત્યાર પછી મંદિરના પૂજારીએ આ મહિલાને ત્રણ સવાલ પૂછ્યા,
શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયા?
શું તમે મંદિરમાં કોઈને ગપશપ લડાવતા જોયા?
કે શું કોઈ ને તમે પાખંડ કરતા જોયા?
મહિલાએ કહ્યું કે નહીં મેં કંઈ જ જોયું નથી.
ત્યાર પછી પૂજારીએ કહ્યું કે જ્યારે તમે પરિક્રમા લગાવી રહ્યા હતા તો તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર હતું જેથી તેમાં રહેલું પાણી નીચે ના પડી જાય. અને આથી જ તમને આસપાસનું કંઈ પણ દેખાયું નહીં, હવે જ્યારે પણ તમે મંદિરે આવો ત્યારે પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર પરમપિતા પરમાત્મા જ લગાવવું પછી તમને કોઈપણ વસ્તુ દેખાશે નહીં, અને બધી બાજુ તમને માત્ર ભગવાન જ દેખાશે. અત્ર-તત્ર-સર્વત્ર.
આ સ્ટોરી ઉપરથી એટલું તો સમજી જ શકાય છે કે અહીં મંદિર ન જવાની વાત હતી પરંતુ આપણે કોઈપણ જગ્યાએ જઈએ ત્યારે પરમપિતા પરમાત્મા પ્રત્યે આપણું સંપૂર્ણપણે ધ્યાન લગાવી શકતા નથી, જો માત્ર આપણું ધ્યાન સંપૂર્ણપણે ભગવાનમાં હોય તો આપણને દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય છે.
તમને જો આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટમાં ૧ થી ૧૦ માં રેટીંગ આપજો, અને આ લેખ ને તમારા મિત્રો સાથે તેમ જ દરેક ગ્રુપમાં શેર કરજો જેથી દરેક લોકો સુધી આ લેખ પહોંચી શકે.