મહિલાઓની આ 6 સમસ્યાઓનું નિવારણ છે ગરમ પાણી, જાણો અને શેર કરો

આપણા શરીરના ૭૦ ટકા હિસ્સામાં પાણી રહેલું છે. આ વાત લગભગ બધા લોકો જાણતા હશે. એટલે કે પાણી આપણા માટે કેટલું મહત્વનું છે તે ખાલી અંદાજો લગાવી શકાય છે. મોટા ભાગના ડૉકટરો પણ દિવસમાં સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ જેટલું પાણી પીવાની સલાહ આપતા હોય છે.

પરંતુ આપણામાંથી ઘણી મહિલાઓ એવી હશે જે આ વાત જાણતા હોવા છતાં પોતાના દિવસની શરૂઆત ચા અથવા કોફી પીને કરે છે. પરંતુ જણાવી દઇએ કે આ કારણે તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અમે મહિલાઓ ગરમ પાણી પીવે તો તેને શું ફાયદા થાય છે તેના વિશે વાત કરવાના છીએ.

દિવસની શરૂઆત કરતા હોઈએ ત્યારે જો એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો શરીર ની અડધી થી વધુ સમસ્યા તો થતી જ નથી અથવા તેનાથી બચી શકાય છે કે પછી દૂર પણ થઈ શકે છે.

સ્વાસ્થ્યના નિષ્ણાતો અનુસાર શારીરિક ક્રિયા અને બરાબર રાખવા માટે ગરમ પાણી ખૂબ જ અહમ ભૂમિકા નિભાવે છે. એનાથી ન માત્ર શરીર ઝેરીલા તત્વો થી દૂર રહે છે પરંતુ સારી રીતે પાચન પણ થાય છે. સાથે સાથે આપણી અંદરની પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને અંદર શરીરમાં લોહીનું પરિભ્રમણ ઠીક રીતે થાય છે. અને જો મહિલાઓ રોજ ગરમ પાણી પીવે તો નિયમિત પ્રયોગ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

મહિલાઓ સામાન્ય રીતે નોકરી-ધંધામાં અથવા ઘરેલુ કામમાં વ્યસ્ત રહેવાને કારણે પોતાના શરીર પર ધ્યાન આપી શકતી નથી. જેના હિસાબે ઘણી વખત મહિલાઓ મોટાપા ની શિકાર થઇ શકે છે. અને મોટાપો આવ્યા પછી તે આસાનીથી દૂર થઈ શકતો નથી આવામાં પણ ગરમ પાણી તમારી મદદમાં આવી શકે છે, આવા વખતે ઈચ્છો તો સવારે ખાલી પેટે ગરમ પાણી લીંબુના રસ સાથે ભેળવીને પીવું જોઈએ.

ગરમ પાણી એ એક જાતનું પેન કિલર તરીકે પણ કામ કરી શકે છે. આપણામાંથી મોટા ભાગની મહિલાઓ ઘરકામને લઈને થાક મહેસુસ કરે છે અથવા તો શરીરમાં દુખાવો મહેસુસ કરતી હોય છે. એવામાં જો ગરમ પાણી પીવાની આદત હોય તો શરીર હંમેશા એક્ટિવ રહે છે અને દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

પ્રેગ્નન્સી દરમ્યાન અથવા સામાન્ય રીતે પણ ઘણી મહિલાઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. જેના ઈલાજ પાછળ દવાઓનું સેવન કરે અથવા બીજા નુસખા અપનાવો તો નુકસાન પણ થઈ શકે છે. આથી એવા સમયે બહેતર એ છે કે દરરોજ સવારે નિયમિતપણે ગરમ પાણી પીવું જોઈએ. આનાથી પેટ પણ સાફ થશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.

કોઈપણ મહિલાઓને પોતાની ખૂબસૂરતી સાથે એક અનોખો લગાવ હોય છે. અને જો તેની ચહેરા પર કે ત્વચામાં કંઈ પણ ગરબડ થાય તો તે ચિંતામાં મુકાઈ જાય છે. આવામાં મોટાભાગે મહિલાઓ ની ત્વચાની કાળજી રાખવી મુશ્કેલ બની જાય છે, પરંતુ જો ગરમ પાણી પીવાની આદત હોય તો ત્વચામાં નિખાર પણ આવે છે અને ખીલ વગેરે દૂર થાય છે.

આ સિવાય પણ જો શિયાળામાં ગરમ પાણીનું સેવન કરીએ તો સાંધાનો દુખાવો વગેરેમાં પણ રાહત રહે છે. ગરમ પાણીથી પ્રાકૃતિક રૂપે લોહી પણ પાતળું થાય છે આથી હાઇ કોલેસ્ટ્રોલ માં આ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં હાર્ટ ને લગતી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team