ઘણી વખત આપણે ભોજન વધ્યું હોય, ત્યારે તેને માઈક્રોવેવમાં મૂકીને ગરમ કરી અને ખાતા હોઈએ છીએ. પરંતુ આવું કરવાથી શરીર ને નુકસાન પહોંચી શકે છે. અથવા તો જો તમે પ્લાસ્ટિક કન્ટેનર માં ખાવાનું રાખીને ગરમ કરતા હોય તો તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી જ છે.
એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં રહેલું ગરમ ભોજન ઉચ્ચ રક્તચાપ નું કારણ બને શકે છે. આ સિવાય મગજના કામકાજને પણ અસર કરી શકે છે. માઈક્રોવેવ ઓવનમાં ખોરાક ગરમ કરીએ ત્યારે પ્લાસ્ટિક કન્ટેનર ના રહેલા બધા રસાયણોના 95 ટકા જેટલા રીલીઝ કરે છે.
આ વિષયમાં વધુ વિશેષજ્ઞો ડોક્ટરોનું માનવું છે કે પ્લાસ્ટિક કન્ટેનર માં સૌથી ખતરનાક રસાયણો મા નુ એક મોજુદ છે સામાન્ય રીતે બીપીએ ના નામથી જાણવામાં આવે છે. આ તત્વ રક્ત પ્રવાહમાં પ્રવેશીને ઘણી બધી સમસ્યાઓ ઉભી કરી શકે છે, જેમાં હોર્મોનલ થી માંડીને કેન્સર સુધીની સમસ્યાઓ થઈ શકે છે.
આ મષ્તિષ્ક ની રચનાને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને માત્ર માણસ નહિ પરંતુ જાનવરોમાં પણ આના સાઇડ ઇફેક્ટ મળી આવ્યા છે.
જ્યારે ઊંચા તાપમાન પર પ્લાસ્ટિકમાં રાખેલું ખાવાનું ગરમ કરીએ ત્યારે રસાયણોનું સ્થળાંતર થાય છે. જેમાં ઉપસ્થિત રસાયણો બહાર નીકળવા લાગે છે અને એ રસાયણો પછી ખોરાક આપણા શરીરમાં જવાથી ઘણી બધી પ્રકારની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.
એ પણ છે કે જ્યારે તમે માઈક્રોવેવનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારે થોડું હંમેશા દૂર રહેવું જોઈએ. અભ્યાસમાં એમ પણ સામે આવ્યું છે કે માઈક્રોવેવમાં ખોરાક ગરમ કરવો કે બનાવવું તે હાનિકારક નથી પરંતુ જો તમે તેને પ્લાસ્ટિક કે બીજા હાનિકારક કન્ટેનર નો ઉપયોગ કરો તો આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
આથી જો તમે પણ પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક રાખીને ખાવાનું ગરમ કરી રહ્યા હો તો આજે જ બંધ કરી દો, અને આ માહિતી ને દરેક લોકો સુધી શેર કરજો જેથી દરેકને આની જાણકારી મળે.
આવા લેખ દરરોજ મેળવવા માટે ઉપર રહેલું લાઈક બટન દબાવી દો જેથી તમને દરરોજ આવા નવા લેખ મળતા રહે.