Site icon Just Gujju Things Trending

લગ્નના 18 દિવસ પહેલા થયેલા શહીદ ને અંતિમ વિદાય આપવા માટે જોડાયા હજારો લોકો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા પછી દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યારે દરેક લોકોનો દુશ્મન પ્રત્યેનો આક્રોશ પણ વધતો જાય છે. અને આ હુમલાના એક દિવસ પછી તપાસ દરમિયાન એક IED બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. શહીદ મેજર ને દેહરાદૂનમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી ત્યારે તેમાં મોજુદ દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. અને મેજર ના લગ્ન સાત માર્ચે થવાના હતા તેના કાર્ડ પણ તેના પિતા વહેંચી રહ્યા હતા એવામાં આ દુખદ સમાચાર મળતા આખો પરિવાર પણ શોક માં હતો.

જણાવી દઈએ કે મેજર ઉતરાખંડ ના રહેવાસી હતા અને તેના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવ્યા. સેનાના જવાનોએ તેને પુરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. એ દરમિયાન ત્યાં મોજૂદ સ્થાનિક લોકોએ વંદેમાતરમ સહિતના નારા પણ લગાવ્યા હતા. તેમજ ચિત્રેશ જવાન અમર રહે એવા નારા પણ લગાવી રહ્યા હતા.

Source: Twitter

શહીદ થયેલ મેજર 28 ફેબ્રુઆરીએ રજા લઈને લગ્ન માટે ઘરે પાછા ફરવાના હતા. અને તેની રજાઓ પણ મંજૂર થઈ ગઈ હતી તેમજ તેના સ્વાગત માટે પરિવારજનો એ પણ તૈયારી કરી રાખી હતી. લગ્ન માટે કંકોત્રી પણ છપાઇ ગઇ હતી તેમજ તેનું વિતરણ પણ થઈ ગયું હતું. સહિતના પિતાએ તેને ઘણી વખત રજા માટે કહ્યું હતું પરંતુ મેજર એ દેશને પોતાની સૌથી પહેલી ફરજ માની હતી.

મેજર ને તેના પરિવારજનો અને દોસ્ત ટાઈગર કહીને બોલાવતા હતા. અને આવું એટલા માટે કારણ કે મેજર ખૂબ જ નીડર હતા અને માટે જ તેઓએ બોમ્બ ડિફ્યુઝ કરવાનું કામ પસંદ કર્યું હતું. સોમવારે તેના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

Source: Twitter

૧૬ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર ના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે રાજયમાં એક IED બોમ્બ હોવા ના સમાચાર મળ્યા હતા. આથી મેજરને જેવા આ સમાચાર મળ્યા કે તરત તેઓ પોતાની ફરજ નિભાવવા માટે જગ્યા પર પહોંચી ગયા હતા.

અને ત્યારે જ અચાનક તેઓ જ્યારે બોમ્બ ડિફ્યુઝ કરતા હતા ત્યારે એક બ્લાસ્ટ થયો હતો જેમાં તેઓ શહીદ થઈ ગયા હતા. સાથે આ બ્લાસ્ટમાં એક જવાન પણ ઘાયલ થયા હતા જેને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા હતા.

પોતાની દેશને પ્રથમ ફરજ માનનાર આ જવાનો નો ધન્યવાદ માનીએ તેટલો ઓછો છે, શહીદ થયેલા મેજર ને કોટી કોટી નમન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version