એક વખત એક ગામડામાં એક મંદિર હતું. એ મંદિરનો પૂજારી દરેક સાથે પ્રેમથી વ્યવહાર કરે અને દરેકને માન આપે. જો કોઇ જરૂરિયાત મંદ માણસ તે પૂજારી પાસે જઈને મદદ માટે અરજ કરે તો તે પૂજારી તેની અચૂક મદદ કરતો. એના કારણે જ લોકો પણ પૂજારીની ખુબ જ ઈજ્જત કરતા હતા.
એક દિવસ એક ચોર જેલ માંથી ભાગી ગયો, જેવો જેલમાંથી ભાગ્યો કે રાત થઈ ચૂકી હતી માટે રાત્રીના સમય કઈ જગ્યાએ વિતાવવો તે વિશે વિચારવા લાગ્યો, અને આજુબાજુ જગ્યાઓ જોવા લાગ્યો. પરંતુ ક્યાંય જગ્યા ન મળતાં તેને એક માણસને પૂછ્યું કે મારે રાત્રિના સુવા માટે જગ્યા જોઈએ છે, કાંઈ મદદ કરો.
પેલા માણસે કહ્યું કે અહીં પાસેના એક મંદિરમાં પૂજારી છે જે પૂજારી દરેકની મદદ કરે છે, મને વિશ્વાસ છે કે એ તારી પણ મદદ કરશે. માટે તું તે પૂજારીને મળ.
પેલા માણસે કહ્યા મુજબ ચોર મંદિરમાં ગયો અને મંદિરમાં પુજારી ને મળ્યો તેમજ તેને આખી વાત જણાવી, પૂજારીએ તે ચોર નું સ્વાગત મેહમાન ની રીતે કર્યું. અને ત્યાર પછી પૂજારીએ કહ્યું કે તું આજે રાત્રે મારી સાથે અહીં રોકાઈ શકે છે, અને તું તારા હાથ પગ અને મોઢું ધોઈ લે, મેં ખાવાનું બનાવ્યું છે તે તને આપુ. અને જમ્યા પછી તારી સૂવાની વ્યવસ્થા પણ કરી આપીશ.
આટલું કહ્યું ત્યાં સુધી એ પૂજારીને ખબર ન હતી કે પેલો માણસ ચોર છે. અને તે જેલમાંથી ભાગી ને આવ્યો છે. પેલા ચોર એ ખાવાનું ખાઈને ત્યાં જ સૂઈ ગયો. એટલામાં તેનું ધ્યાન પડ્યું કે પૂજારીના ઘરમાં તો ઘણા બધા સોનાના વાસણ છે. અને આ જોઈ ને તેને ચોરી કરવાનો મનમાં ખ્યાલ આવ્યો.
એ ચોર પોતાના મનને રોકી ન શક્યો અને થોડા-ઘણા સોનાના વાસણ લઈને ત્યાંથી ભાગી ગયો. તે જેવો ભાગ્યો એટલામાં જ પોલીસ હોવાને કારણે તે પાછો પકડાઈ ગયો. તેને પૂછતાંછ કરવા લાગ્યા એટલે ખબર પડી કે આ સોનાના વાસણ મંદિરના પુજારીના પાસેથી ચોરી કર્યા છે.
આથી પોલીસે એ પૂજારીને બોલાવીને કહ્યું કે આ સોનાના વાસણ તમારા છે? ત્યારે પૂજારીએ કહ્યું કે આ વાસણ મારા જ છે પરંતુ તમે આ માણસને કેમ પકડ્યો છે.?
આ સાંભળીને પોલીસે જવાબ આપ્યો કે આ એક ચોર છે, જેને તમારા વાસણ ચોરી કર્યા અને પછી ભાગી રહ્યો હતો એટલામાં અમારી ઝપટમાં આવી ગયો. હવે અમે આને સજા આપીશું.
આથી પુજારી એ કહ્યું કે, જુઓ તમારી કંઈક ભૂલ થતી હશે, આ માણસ મારો મહેમાન છે અને આ વાસણ તેને ચોરી નથી કર્યા પરંતુ મે તેને આ વાસણ ભેટ સ્વરૂપે આપ્યા છે. આટલું સાંભળીને ચોર ની આંખો સ્તબ્ધ થઈ ગઈ અને આ સાંભળીને પોલીસે પણ ચોર ને છોડી મૂકયો.
આ ઘટના પછી ચોર ને ઘણી શરમ આવી રહી હતી કારણકે તેને પેલા મંદિરના પૂજારી નો વિશ્વાસ તોડ્યો હતો. ત્યાર પછી આ ચોરે કોઈ દિવસ ચોરી કરી નહીં.
આ સ્ટોરી માં થી સમજવાનું એટલું જ છે કે આજની દુનિયામાં વિશ્વાસ કરવા લાયક માણસો બહુ ઓછા મળે છે પરંતુ જો તમે કોઈ પર વિશ્વાસ કરવાનું શરૂ નહીં કરો તો તે પણ તમારી ઉપર વિશ્વાસ ક્યાંથી કરશે?
આ સિવાય પણ એ બોધ મળે છે કે વિશ્વાસ એક એવી વસ્તુ છે જે કોઈપણ ની જીંદગી પણ બદલી શકે છે. જેમકે પૂજારીએ વિશ્વાસ રાખીને વાત કરી, તો ચોર નું હ્રદય પરિવર્તન થઈ ગયું અને તેની જિંદગી જડમૂળથી બદલી ગઈ.
આ સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો તેમજ કમેન્ટમાં આ સ્ટોરી ને ૧ થી ૫ ની વચ્ચે રેટીંગ જરુરથી આપજો, અને આવી સ્ટોરી રોજ મેળવવા માટે આપણું પેજ લાઈક કરજો જેથી તમને દરરોજ નવા લેખ મળતા રહે.