Site icon Just Gujju Things Trending

માણસ મહેનતથી આગળ વધે છે કે તેના નસીબથી? બે મિનીટ લાગશે પણ વાંચવાનુ ચુકતા નહી

એક લારી લઈને નાનો વેપારી ખૂબ જ નિષ્ઠાથી ધંધો કરતો, પરંતુ આ બીજા વેપારીઓ કરતા ખૂબ જ અલગ હતો. ભલે તેની પાસે લારી હતી પરંતુ તે બીજા વેપારીઓ કરતા ખૂબ જ અલગ તરી આવતો કારણ કે આ માણસને કોઈપણ વિષય ઉપર વાત કરવાની ખૂબ જ મજા આવતી.

ઘણી વખત તો ત્યાં આવેલા ગ્રાહકો સામે અલકમલકની વાતોએ ચડી જતો તો તેને કહેવું પડતું કે ભાઈ હવે જરા મોડું થાય છે, જલ્દીથી મને વડાપાવ આપી દે પરંતુ તેની વાત ખતમ જ ન થતી.

એક દિવસે અચાનક તેની સાથે કર્મ અને નસીબ ઉપર વાતો ચાલુ થઈ ગઈ. કર્મ અને ભાગ્ય એટલે કે નસીબ એ બે માંથી મોટું કોણ, કોનું મહત્વ વધારે આવી વાતો સાંભળવા માટે આજે થોડો સમય પણ હતો આથી એને કહ્યું કે ચાલો આજે તારા પણ વિચારો જોઈ લઈએ, ત્યાર પછી મેં એને એક સવાલ પૂછ્યો.

મેં એને સવાલ પૂછ્યો કે, માણસ મહેનતથી આગળ વધે છે કે તેના નસીબથી? પછી તેને જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને મારા મગજમાં રહેલા કચરાનું જાણે સ્વચ્છ ભારત અભિયાન થઈ ચૂક્યું હોય તે રીતના બધો કચરો સાફ થઈ ગયો.

એ જવાબ એ એટલો સુંદર હતો કે, એને હું મારા પૂરતો રાખવા માંગતો ન હતો. આથી મેં બધા જોડે શેર કર્યો. મારો સવાલ સાંભળીને એ લારીવાળાએ મને કહ્યું સાહેબ તમારું કોઇ પણ બેંકમાં ખાતું તો હશે?

એટલે મેં કહ્યું જી, એક નહીં ઘણી બેંકોમાં ખાતા છે. આથી એના મને પૂછ્યું કે ખાતું હશે તો, કોઈ એક બેંકમાં લોકર પણ હશે?

મેં કહ્યું, જી છે ને પણ તું મારા પ્રશ્નનો જવાબ તો આપ? આથી એને કહ્યું કે, હું એ જ આપી રહ્યો છું સાહેબ. તેને મને કહ્યું તે લોકરની ચાવી છે ને એ જ આ સવાલનો જવાબ છે.

મેં પૂછ્યું એ કઈ રીતે? તેને કહ્યું કે દરેક લોકરની બે ચાવી હોય છે, અને આ બેમાંથી એક ચાવી તમારી પાસે રહે છે તો બીજી ચાવી મેનેજર પાસે રહે છે. સાચું ને?

મેં મસ્તિષ્ક હલાવીને હા માં ઈશારો કર્યો. ત્યાર પછી તેને કહ્યું કે તમારી પાસે જે ચાવી છે એ મહેનત એટલે કે પરિશ્રમ ની ચાવી છે અને મેનેજર પાસે જે ચાવી છે તે નસીબની એટલે કે ભાગ્ય ની ચાવી છે.

જ્યાં સુધી બંને ચાવીઓ લાગતી નથી ત્યાં સુધી લોકર નું તાળું ખુલ્લી શકતું નથી. એટલે કે તમે કર્મયોગી પુરુષ છો અને મેનેજર એટલે ભગવાન.

તમારે તમારી ચાવી કાયમ માટે લગાવતી રહેવી જોઈએ, પછી શું ખબર ત્યારે ભગવાન પણ તેની ચાવી લગાવી દે. પરંતુ હા એ પણ ધ્યાન રાખવું કે જ્યારે પરમાત્મા પોતાની ભાગ્યની ચાવી લગાવી રહ્યા હોય ત્યારે આપણે આપણી પરિશ્રમની ચાવી ન લગાવી શકીએ તો તાળું ખોલવાનું રહી જાય.

કર્મ અને ભાગ્ય નું આવું સુંદર અર્થઘટન મેં જિંદગીમાં કોઈની પાસેથી સાંભળ્યું ન હતું, કહ્યું છે કોઈએ કે કોઈપણ માણસમાં અમુક સારી વાતો હોય છે. દરેક માણસમાં થી કંઈક શીખવાનું હોય છે. શું ખબર કે એક લારીવાળો પણ મને આટલો સુંદર મેસેજ શીખવાડી જશે.

તમને પણ જો આ મેસેજ ગમ્યો હોય તો આગળ ફોરવર્ડ કરજો, શેર કરજો, આથી જો બીજાને પણ મારી જેમ મનમાં કચરો રહેલો હોય, તો દૂર થઈ જાય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version