Site icon Just Gujju Things Trending

મોટાભાઇએ નાનાભાઇને ધંધામાં જરૂર હોવાથી દસ લાખ રૂપિયા આપ્યા, પરંતુ નાનાભાઈએ તે પાછા આપવાની જગ્યાએ એવું કર્યું કે વર્ષો સુધી બંનેના સંબંધ…

વર્ષો પહેલાની વાત છે, બે ભાઈ હળી-મળીને શાંતિથી સાથે રહેતા હતા. સમય જતા બંને ભાઈ ના વિચારમાં થોડો અંતર જણાતો, ઘણી વખત ઘરમાં નાની વાતોને લઈને ઝઘડા થતા. એટલે બંને ભાઈ એ સ્વેચ્છાએ રાજીખુશીથી અલગ થઈ જવાનું વિચાર્યું. બંનેની મિલકતનો સરખો ભાગ કરીને બંને ભાઈ એકબીજાથી અલગ થઈ ગયા.

થોડા સમય પછી બંને ભાઈ માંથી મોટોભાઈ આર્થિક રૂપે સમૃદ્ધ હતો જયારે નાનો ભાઈ ધંધો ચલાવી રહ્યો હતો જેમાં મોટી ખોટ જવાથી થોડું જીવન અભાવમાં વીતાવી રહ્યો હતો. એટલા માટે મોટા ભાઈએ તેમના ધંધામાં ફરી પાછી નુકસાની નફામાં બદલી જાય એ માટે થોડા પૈસા ઉધાર આપ્યા.

નાના ભાઈ ને કેટલા પૈસા જોઈએ છે એવું પૂછવામાં આવ્યું ત્યારે નાનાભાઈએ મોટા ભાઈને કહ્યું કે મારે ધંધામાં દસ લાખ રૂપિયાની જરૂર છે. મોટા ભાઈ એ તરત જ દસ લાખ રૂપિયા નાના ભાઈને ઉધાર આપી દીધા.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને નાનુભાઇ પણ પોતાનો ધંધો જમાવતો ગયો. પરંતુ સમય વીતવાની સાથે તેને મોટાભાઈ એ કરેલી મદદ જાણે ભૂલી ગયો હોય એ રીતે મોટાભાઈના પૈસા પાછા આપ્યા જેના કારણે બંને ભાઈ માં ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો.

ઝગડો એ હદે મોટો હતો કે બંને ભાઈઓ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું તેમજ એકબીજાના ઘરે આવવા જવાનું પણ સદંતર બંધ થઈ ગયું. એકબીજા પ્રત્યે ની નફરત ખૂબ જ વધી ગઈ.

મોટો ભાઈ અને નાનો ભાઈ બંને એકબીજાથી એટલી બધી નફરત કરતા થઈ ગયા કે કોઈપણ સગા-સંબંધીઓ ને ત્યાં જવાનું થાય અથવા કોઈ સગા સામે મળે તો બંને ભાઈ એકબીજાની ખૂબ જ આલોચના કરવા લાગ્યા. મોટો ભાઈ તેના પૈસા આવી રીતે ગુમાવી બેસવાથી ધંધામાં તેનું ધ્યાન ઓછું થઈ ગયું. અને તેના પર માનસિક સ્ટ્રેસ વધવા લાગ્યો. તેની બેચેની પણ ખૂબ જ વધી ગઈ હવે શું કરવું તે સમજ આવી રહ્યું ન હતું.

આખરે એક દિવસે એક સાધુ પાસે ગયા અને સાધુને મોટા ભાઇએ પોતાની સાથે થયેલી આખી ઘટના વર્ણવી. સાધુએ તેની વાત સાંભળીને કહ્યું બેટા તું ચિંતા જરા પણ કરતો નહીં ભગવાનની કૃપાથી બધું સારું થઈ જશે.

મોટાભાઈ એ સવાલ પૂછ્યો એના માટે મારે શું કરવું પડશે? એટલે સાધુએ તરત જ જવાબ આપતા કહ્યું તું થોડી મિઠાઇ લઈને નાના ભાઇના ઘરે જા અને તેને મળતાની સાથે જ માત્ર એટલું જ કહે છે કે ભાઈ બધી ભૂલ મારી હતી મને માફ કરી દે.

સાધુ ના મોઢે થી આવો જવાબ સાંભળીને મોટાભાઇએ કહ્યું મહારાજ મારી એક પણ ભૂલ નથી થઈ મે તો તેની મદદ કરી છે અને હવે માફી પણ હું જ માંગુ?

સાધુએ તરત જ કહ્યું કે બેટા પરિવારમાં કોઈ પણ એવો ઝઘડો નથી થતો જેમાં બંને પક્ષની ભૂલ ના હોય. ભલે પછી એક પક્ષની ભૂલ સાવ નાની હોય અને બીજા પક્ષની ભૂલ ૯૯ ટકા હોય પરંતુ ભૂલ બંને પક્ષે હોય છે. મોટાભાઈ ની સમજ માં કશું આવી રહ્યું નહોતું. તેમ છતાં તેણે સાધુને પૂછ્યું મહારાજ મારી શું ભૂલ થઇ?

સાધુએ કહ્યું તે મનમાં ને મનમાં તારા નાના ભાઈને ખરીખોટી સંભળાવી તેને ખરાબ સમજ્યો એ જ તારી પહેલી ભૂલ છે. તે તારા નાના ભાઈની આલોચના કરી તેનો તિરસ્કાર કર્યો એ તારી બીજી ભૂલ છે, તેની સાથે ઝઘડો કર્યો તેની સાથે ક્રોધ દાખવ્યો એ પણ તારી ભૂલ છે, તારા કાન થી તેની નિંદાને સાંભળી લીધી એ પણ તારી ભૂલ છે, તારા દિલમાં તારા નાના ભાઈ પ્રત્યે ખૂબ જ ધૃણા તેમજ ક્રોધ ભરેલા છે એ પણ તારી જ ભૂલ છે. તે તારી આ ભૂલને લીધે તારા નાના ભાઈને ઘણું દુઃખ આપ્યું છે અને તારું આ દુખ અનેક ગણું થઈ ને તારી પાસે પાછું ફર્યું છે, એટલે જઈને તારા નાના ભાઈ પાસે માફી માંગી લે અને માફી માંગવાથી તું નાનો નથી થઇ જવાનો. માફી માગવી એ પણ ખૂબ જ મોટી સાધના કહેવાય.

સાધુના કહ્યા પ્રમાણે મોટો ભાઈ નાના ભાઇના ઘરે મીઠાઈ લઈને પહોંચ્યો આખો પરિવાર તેની સાથે હતો બધા લોકો નાના ભાઇના ઘરે જમવાની તૈયારી કરી રહ્યા હતા દરવાજો ખખડાવીને ખોલવા માટે કહ્યું તો તેના ભત્રીજા એ દરવાજો ખોલ્યો. સામે મોટા પપ્પા ને જોઈને આશ્ચર્ય ચકિત રહી ગયો અને ખુશીથી કુદી પડ્યો અને બોલવા લાગ્યો મમ્મી પપ્પા જુઓ કોણ કોણ આવ્યું છે આપણા ઘરે મોટા પપ્પા આવ્યા છે.

તેના મમ્મી-પપ્પાએ દરવાજા તરફ જોયું વિચારીને કે શું નામે સપનું તો નથી જોઈ રહ્યા ને નાનો ભાઈ મોટાભાઈ ને જોઈને ખુશ થઈ ગયો કારણ કે વર્ષોથી બગડેલા સંબંધના કારણે એકબીજાના ઘરે આવવા જવાનું બિલકુલ બંધ થઇ ગયું હતું મોટાભાઈને વર્ષો પછી ઘરના આંગણે જોઈને તેના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળી શક્યો કારણ કે તેનું ગળું રુંધાઈ ગયું.

મોટાભાઈએ મીઠાઈ ને ત્યાં રાખી અને હાથ જોડીને કહ્યું ભાઈ બધી ભૂલ મારી છે મને માફ કરી દે, આટલું કહેતાં ની સાથે મોટાભાઈના આંખમાંથી આંસુ નીકળી ગયા.

પરંતુ આ શું? નાનાભાઈએ તરત જ મોટાભાઈના પગમાં પડીને માફી માંગી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બધા લોકો આ દ્રશ્ય નિહાળીને ભાવુક થઈ ગયા. વર્ષો પછી બંનેના સંતાનો આપસમાં મળી રહ્યા હતા. તરત જ કબાટમાંથી એક જુનો થયેલો કાઢીને મોટાભાઈને આપ્યો એ થેલામાં પૈસા હતા. ત્યારે મોટાભાઈએ તેને કહ્યું હું અહીં પૈસા લેવા માટે નથી આવ્યો આપણા બન્નેના સંબંધો જે ખરાબ થઈ ગયા છે તેમજ આપણા બંને વચ્ચે છે નફરત છે તેને હટાવવા માટે આવ્યો છું. મારુ અહીંનો ધક્કો વસુલ થઈ ગયો મારું બધું દુઃખ દૂર થઈ ગયું હોય એવું લાગે છે અને મને ખૂબ જ ખુશી મહેસૂસ થાય છે.

ત્યારે નાના ભાઈએ કહ્યું મોટાભાઈ તમે જ્યાં સુધી આ રૂપિયા નહીં લઈ લો ત્યાં સુધી મારા હૃદય નું દુઃખ દૂર નહીં થાય. એટલે મહેરબાની કરીને આ રૂપિયા તમે મારી પાસેથી લઈ લો.

ઠીક છે એટલું કહીને મોટાભાઈએ રૂપિયા લઇ લીધા અને તેની સામે જ રૂપિયા ના ભાગ કરી અને નાના ભાઈની વહુ તેમજ તેની દીકરી અને દીકરા માં વહેંચી દીધા. વર્ષો પછી ઘરનો એવો માહોલ થઇ ગયો કે જાણે આખો પરિવાર એક હોય જાણે આખી દુનિયા ની ખુશી તેઓને પ્રાપ્ત થઈ ગઈ હોય.

ઘણી વખત નાની મોટી વાતો પરથી એ હદે સંબંધો બગડી જતા હોય છે કે જેને વિચારીએ તો એમ થાય કે આટલી નાની વાત પણ આવડું મોટું સ્વરૂપ લઇ શકે? પણ જો બંનેમાંથી એક પણ માણસ માફી માંગી શકે અથવા માફી માગવા તૈયાર હોય તો સંબંધ પહેલાથી પણ સારા થઈ જાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version