Site icon Just Gujju Things Trending

મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દીકરાએ આપી મુખાગ્નિ; જુઓ અંતિમ તસવીરો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના અંતિમ દર્શન કરવા માટે અનેક રાજનૈતિક હસ્તીઓ આવી પહોંચી હતી. જણાવી દઈએ કે તેના દીકરાએ તેને મુખાગ્નિ આપ્યો હતો.

GOA મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગોવા ના રાજ્યપાલ મૃદુલા સિંહા, BJP અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ અને સાથે સાથે ઘણા નેતાઓ ગોવા પહોંચ્યા હતા.

લગભગ એકાદ વર્ષથી કેન્સરથી પીડિત મુખ્યમંત્રી નું નિધન રવિવાર રાત્રે ગોવામાં થયું હતું. સોમવારે તેના અંતિમ દર્શન માટે તેના પાર્થિવદેહને કલા એકેડમી માં રખાયો હતો. જ્યાંથી તેની અંતિમ યાત્રા પણ નીકળી હતી. જણાવી દઇએ કે GOA મુખ્યમંત્રીના બંને દીકરાઓ ત્યાં હાજર હતા.

પ્રધાનમંત્રી મોદીએ તેના બંને દીકરાઓ સાથે અને પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેઓને દિલાસો આપ્યો હતો. જેવા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા કે ત્યાં હાજર આખા મેદાનમાં ભારત માતા કી જય અને મનોહર પર્રિકર અમર રહે ના નારા થી આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું.

મનોહર પર્રિકર વ્યક્તિ તરીકે પણ ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા, અને તે અત્યંત સાધારણ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેના કિસ્સાઓ પણ બધા સામે છે કે તેઓ કેવી સાદગીથી જીવન જીવતા હતા. એટલું જ નહીં તેને હમણાં જ એક ઉદ્ઘાટન પ્રસંગે નાજુક હાલતમાં હોવા છતાં લોકો પાસેથી હાવ ઈસ ધ જોસ પૂછીને લોકોના દિલ જીતી લીધા હતા. તેઓને સામાન્ય માણસના નેતા પણ કહેવામાં આવતા કારણકે તેઓ દરેક લોકો સાથે જાણે દિલથી જોડાયેલા હતા.

જેની અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા હતા, જે ભાવુક થઈ ગયા હતા. તેને શ્રદ્ધાંજલિ સભામાં આંસુ લૂછતા જોવામાં આવ્યા હતા. દેશની તમામ રાજનૈતિક પાર્ટીઓએ પણ મનોહર પર્રિકરના નિધન પછી શોક વ્યક્ત કર્યો હતો.

અંતિમ ક્ષણો ની તસવીરો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version