ગઈકાલે થયેલા પુલવામાઆતંકી હુમલામાં CRPF ના 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. એમાં બિહારના ભાગલપુર ના રતન કુમાર ઠાકુર પણ શહીદ થઈ ચૂક્યા છે. તેની ગર્ભવતી પત્ની રાજ નંદિની દેવી ને અફસોસ રહી ગયો કે તે તેના પતિ સાથે જી ભરીને વાત પણ કરી શકી ન હતી. અને તેના પતિ તેના પરિવારને છોડીને ચાલ્યા ગયા.
રતન ની શહીદ થયાના સમાચાર મળ્યા પછી ભાગલપુર શહેરના તેના આવાસ પર લોકો એકઠા થઈ રહ્યા હતા. લોકોએ તેના પરિવારને સાંત્વના તો આપી હતી, પરંતુ ત્યાં મોજૂદ લોકોની આંખો હજુ પણ નમ છે.
ભાગલપુર ના રતનપુર ગામડાના રહેવાસી રતન નો આખો પરિવાર એક ભાડાના મકાનમાં રહે છે. તેના ઘરે જવાન ની પત્ની રાજ નંદિની દેવી અને ચાર વર્ષનો દીકરો પણ છે. તેમજ તેની ગર્ભવતી પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ બસ થી શ્રી નગર જઈ રહ્યા હતા ત્યારે ફોન પર વાત કરી હતી. પરંતુ રસ્તામાં નેટવર્ક ના કારણે પૂરી વાત થઇ શકી ન હતી. ત્યારે તેઓએ કહ્યું હતું કે શ્રીનગર પહોંચીને વાત કરીશ. તે પછી તેનો ફોન તો ન આવ્યો પરંતુ પિતાજીના ફોન પર આ ખરાબ સમાચાર મળ્યા.
આ સમાચાર સાંભળીને તેનો આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેની પત્નીને કે જે સતત ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી તેને અફસોસ રહી ગયો કે તેના પતિ પોતાના આવનારા બાળક નું મોઢું જોઈ શક્યા નહીં. અને પોતાના દીકરાને ખોવાનો દર્દ પિતા નિરંજન કુમાર ઠાકોર ના ચહેરા પર પણ ચોખ્ખો દેખાય રહ્યો હતો. પુત્રની શહીદ થયા ના સમાચાર આવ્યા પછી નિરંજન ને પોતાની પત્ની ખોયા નો ગમ પણ જીવિત થઈ ગયો હતો.
તેઓ કહે છે કે રતન એ પોતાની બીમાર માં ને બચાવવા માટે પાણીની જેમ પૈસા વાપર્યા હતા, પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા.
તેઓએ ઉમેર્યુ કે પોતાની માં ને ગુમાવ્યા પછી ભરત અને આખા પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી. પરંતુ આ ઘટના એ રતન ને પણ અમારાથી દૂર કરી દીધો. નિરંજન માત્ર એક તસવીર હાથમાં લઈને બેચેનીથી આમતેમ ઘરમાં ચાલી રહ્યા છે. કારણકે આવનારા લોકો સાથે શું વાત કરવી તેની જ એને ખબર નથી…
સોશિયલ મીડિયા પર પણ આજે ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં શહીદોના પરિવારના આક્રોશ અને દુઃખ નજરે આવી રહ્યા હતા. જેમાં એક વિડિયો વાયરલ થયો હતો તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે આ શહીદ જવાનો નો બદલો લો.
રતન નો પરિવાર પણ ઘેરા શોકમાં ડૂબેલો છે. રતન જેવા બીજા 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. હવે આ હુમલાને અનુલક્ષીને દુશ્મન દેશ ઉપર કૂટનીતિ તરીકે કાર્યવાહી તો ચાલુ કરી દીધી છે. અને આપણે પણ આપણી સેના પર પૂરો ભરોસો રાખવો પડશે જેથી આનો બદલો તે લઈ શકે.