એક પરિણિત યુગલ કે જેના આશરે 2 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, તેઓ ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા.
એકબીજાના થી એકદમ ખુશ આ કપલ થોડા સમયથી વધારે ખુશ હતું.
કારણ કે ઘરમાં કોઈ નવું મહેમાન આવવાનું હતું, અને આ કપલ ની સાથે તેના દરેક ઘરના સભ્યો પણ ખુશ ખુશાલ થઇ ગયા હતા. અને આ નવા મહેમાન નુ સ્વાગત કરવા માટે ખુબ જ આતુર હતા.
એવામાં આ કપલ એકબીજા સાથે બેસીને નાની મોટી ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા, પરંતુ અચાનક પત્ની એ પ્રશ્ન પૂછ્યો અને જવાબમાં તેના પતિએ જે કહ્યું તે વાંચીને ખરેખર તમે પણ નવાઈ પામશો.
સાંજના સમયે પતિ અને પત્ની બંને બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા.
એવામાં એ ગર્ભવતી સ્ત્રીએ પોતાના પતિને કહ્યું, તમને શું લાગે છે છોકરો થશે કે છોકરી?
પતિએ કહ્યું કે જો આપણો છોકરો થાય તો હું તેને ગણિત ભણાવીશ, ખૂબ જ ભણાવી ગણાવીને મોટો કરીશ, અમે રમવા જઈશું, અને તેને હું અવનવી રમતો પણ શીખવીશ. તેમજ તેને બોટ ચલાવતા પણ શીખવીશ.
પત્નીએ કહ્યું અને જો છોકરી થાય તો?
પતિએ કહ્યું કે જો આપણે છોકરી થશે તો મારે તેને કંઈ શીખવવાની જરૂર જ નહીં પડે!
પત્ની આશ્ચર્યચકિત થઈને પૂછ્યું આવું કેમ?
કારણકે, એ આ બધામાંથી એક હશે જે મને બધી વસ્તુઓ બીજી વખત શીખવશે જેમકે કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ન બોલવું, કેવી રીત નો પહેરવેશ રાખવો? વગેરે વગેરે વગેરે…
એક રીતે જોવા જાય તો એ મારી બીજી માતા હશે. એ મને પોતાનો હિરો સમજશે, હું તેના માટે જિંદગીમાં કંઈ ખાસ કરું કે ન કરું તેમ છતાં તેમને હીરો સમજશે.
જ્યારે પણ હું એને કોઈ વસ્તુ માટે ના પાડીશ ત્યારે એ મને સમજશે. અને તે કાયમ પોતાના પતિ ની તુલના મારી સાથે કરશે.
પછી આપણી દીકરી ચાહે ગમે તેટલા વર્ષની હોય ગમે તેટલી ઉંમરની હોય પરંતુ એ હંમેશા એવું ઈચ્છે કે હું એને મારી બેબી ડોલ ની જેમ વ્હાલ કરું.
એ મારા માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઇ જશે, જ્યારે કોઈ મને દુઃખ આપશે તો એ વ્યક્તિને એ ક્યારેય માફ નહીં કરે.
પત્નીએ કહ્યું કે તમારો કહેવાનો મતલબ એમ છે કે તમારી દીકરી જે બધું તમારા માટે કરશે એ બધું તમારો દિકરો નહીં કરી શકે?
પતિએ આનો જવાબ ખૂબ જ સરળ રીતે આપ્યો, ના ના, શું ખબર મારો દીકરો પણ આવું જ કરે, પણ એ શીખશે.
પરંતુ દીકરી આવા ગુણ સાથે પેદા થશે. કોઇ પણ દીકરીનો બાપ હોવું તે દરેક વ્યક્તિ માટે ગર્વની વાત છે.
પત્ની એ વળી પાછો સવાલ કર્યો કે પરંતુ એ આપણી સાથે કાયમ તો નથી રહેવાની ને?
પતિએ કહ્યું હા, પરંતુ એ આપણા દિલમાં કાયમ માટે રહેશે. અને આપણે પણ એના દિલમાં હંમેશા હોઈશું.
એનાથી કોઈ ફર્ક નથી પડતો ચાહે તે ગમે ત્યાં જાય, દીકરીઓ પરી હોય છે.
જે કાયમ શરત વગર પ્રેમ અને દેખભાળ માટે જ જન્મી હોય છે.
હવે તમે જ કોમેન્ટમાં જવાબ આપજો કે આ વાત સાચી છે કે ખોટી, અને આ સ્ટોરી તમને કેવી લાગી તેને 1 થી 5 ની વચ્ચે કોમેન્ટમાં રેટિંગ આપજો. જેમાં 5 એટલે તમને આ સ્ટોરી ખૂબ જ પસંદ આવી અને 1 એટલે આ સ્ટોરી તમને પસંદ ન આવી.!