વહુ રાણી તમારા મમ્મી ને ફોન કરી ને જણાવી દેજો કે અમારા પરિવાર માં પહેલો દીકરો આવે ત્યારે બધી નણંદો માટે સાડી ની સાથે હીરાની વીંટી નહિ તો સોના ની વીંટી આપવી જરૂરી છે
આમ તો મોટા ભાઈ ના ઘરે મોટી વહુ ને દીકરો આવ્યો ત્યારે બધી નણંદ ને સોના ની બંગડી આપેલી.
ઉત્તર પ્રદેશ ના રામપુર માં રહેતી રાધા ને ત્યાં દીકરાનો જન્મ થયો ને એકાદ મહિનો થયો હતો.
અને તેના મોટા નણંદે રાધા ને આ વાત કહી ત્યારે રાધા સાંભળી ને જ ગભરાઈ ગઈ. હજુ દોઢ વર્ષ પહેલા પિતાજી એ મારા લગ્ન કરાવ્યા.
અને ત્યારે પોતાની પાસે રહેલી બચત અને ગામ ના અંગત લોકો પાસેથી ઉછીના લીધેલા રૂપિયા બધું મારા લગ્ન માં ખર્ચ કરી નાખ્યું. અને હજુ બે ત્રણ વર્ષ સુધી તો માથે રહેલું કરજ ઉતારશે.
ત્યારે માંડ માંડ પૂરું કરશે અને શાંતિ નો રોટલો ખાઈ શકશે. ભાઈ હજુ ભણી રહ્યો છે.
તેના ખર્ચા ઘર ના ખર્ચ અને કર્જ ચુકવવાની ચિંતા અને પિતાજી એકલા કમાવવા વાળા મને ખબર નહોતી કે દીકરો આવતા બધી નણંદ ને આટલો વેવાર મારા પિતાએ કરવો પડશે.
મારા પિતાને આવી રીતે ઉતરડી નાખશે એ ખબર નહોતી. નહીંતર હું આ સમય માં છોકરા જ ના કરું.
અને અહીંયા એક નણંદ હોય તો હજુ પણ કઈ કરે પણ અહીંયા તો પાંચ પાંચ નણંદ છે, વિચારતા વિચારતા રાધા અંદર થી તૂટી ગઈ. અને આંખ ભીની થઇ ગઈ.
પોતાના પાસે રહેલા દાગીના ની પેટી લઇ ને રાધા પોતાની સાસુ પાસે જાય છે અને કહે છે.
મમ્મી આ બધા દાગીના માંથી જે પણ વસ્તુ ની જરૂર પડે તે લઇ ને બધી નણંદ ને આપવાની વીંટી ખરીદી લ્યો પણ મહેરબાની કરીને મારા માતા પિતા પાસે દીકરાના જન્મ થયા ના કારણે નણંદ માટે કશું માંગશો નહિ.
સાસુ એ રાધા વહુ ની વાત સાંભળતા જ કહ્યું કે ખબરદાર અમે તમને આ દાગીના બહુ પ્રેમ અને લાગણી થી આપેલા છે. ક્યારેય આ વહેંચી અને નણંદ ને વીંટી આપવાની વાત કરતા નહિ.
હજી સુધી તારી સાસુ જીવતી બેઠી છે. તારે કોઈ ની એક પણ વાત મન માં રાખી અને ચિંતા કરવાની જરૂર નથી.
અને હા મોઢું હસતું જ રાખજે મારી રાધા વહુ ને ચિંતા થાય તેવું કશું પણ નથી જોઈતું, જાવ આરામ કરો
અને દીકરા ને સાચવો. અને હા ગમે ત્યારે મારી વહુ અને દીકરો મને હસતા જ જોવા મળવા જોઈએ.
આઠેક દિવસ પછી રાધાના પિયર માંથી લાડવા લઇ ને આવ્યા હતા. ત્યારે આખો પરિવાર અને બધા સગા વહાલા ઘર માં ભેગા થયા હતા.
અને બધી નણંદો પણ નવા સભ્ય તરીકે પરિવાર માં આવેલ દીકરા ને બધા રમાડી રહ્યા હતા. પણ રાધા ને ચિંતા હતી કે બધા ભેગા થયા છે.
અને મને પૂછશે કે તમારા પિયર માંથી લાડવા માં શું શું વસ્તુ આવેલી છે, તો હું શું જવાબ આપીશ. કારણ કે તેના માતા પિતા તો એક બેગ લઇ ને જ આવ્યા હતા.
ત્યારે જ તેના સાસુ એ રાધા ને કહ્યું કે ચાલ મારી સાથે અને સાસુ પોતાના રૂમ માં રાધા ને સાથે લઇ ગયા.
અને કબાટ માંથી બધી નણંદો માટે ભારે સાડી અને સોના ની વીંટી અને પછી જે વસ્તુ ઓ બતાવી તે જોઈ ને રાધા તો ફાટી આંખે જોઈ જ રહી.
આખા પરિવાર માટે કપડાં ચાંદીના વાસણો દીકરા માટે 50 થી વધુ જોડ કપડાં અનેક રમકડાં અને રાધા માટે એક હીરાજડિત હાર અને કહ્યું કે આ બધું તારા પિયર માંથી આવ્યું છે.
બધી વસ્તુ સજાવી ને ગોઠવણ કરી અને બધા સગા વહાલાઓને બતાવવામાં આવી. ત્યારે સાસુ માં એકદમ ખુશ થઇ ને બતાવી રહી હતી.
સાંજે બધા મહેમાનો ગયા પછી રાધા એ તેના ભાઈને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે લાવી શક્યા?
જવાબ આપતા તેના ભાઈ એ કહ્યું કે અમે તો એક નાની બેગ માં થોડો સમાન જ લાવ્યા છીએ. જે અમે આવ્યા ત્યારે તારા સાસુ ના હાથમાં આપી હતી.
તેને અમને એ પણ નથી પૂછ્યું કે તમે શું લાવ્યા છો? ત્યાં જ તેના સાસુ આવી ચડ્યા અને રાધા ને કહ્યું કે દીકરી કુટુંબ માં બધા ની પાસે થી વેવાર લીધો છે તો આપવો પણ પડે.
તારા પિયર માંથી પણ બહુજ સરસ વસ્તુઓ આવેલી છે, જે બધા સમાન ની સાથે જ ગોઠવેલી છે.
પણ આપણું કુટુંબ જ એટલું મોટું છે કે કોઈ કેટલો પણ વહેવાર કરે કોઈ ને કોઈ તો રહી જ જવાનું…
એટલે બાકી ની બધી ચીજ વસ્તુ હું આઠ દિવસ પહેલા જ ખરીદી લાવી છું.
અને હા તારા માતા પિતા અને ભાઈ માટે પણ વસ્તુઓ ની ખરીદી કરેલી છે એ પણ તું જોઈ લે, અને તેમાં કઈ ઓછું હોય તો મને કહે. આપણે બંને અત્યારે જ ખરીદી ને લાવીશું.
સોનાનો હાર હાથમાં લેતા રાધા એ કહ્યું કે આ હાર તો મુન્ના ના મમ્મી ના બદલે મુન્નાના દાદીના ગાળામાં જ શોભે.
મારા માટે તમારા જેવા સાસુ અને આવા ખાનદાન ની વહુ બનવું એ પણ મારુ સન્માન જ છે.
એમ કહેતા સાસુ એ જ ખરીદ કરેલા સોના ના હાર ને સાસુ ને પહેરાવતા રાધા ની આંખોમાં ખુશી ના આંસુ હતા.
અને સાસુ ની આખો માં પણ વહુ ના આંસુ જોઈને આંસુ આવ્યા અને સાસુ વહુ એ એકબીજાને ગળે લગાવ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.
first published on justgujjuthings.com