જ્યોતિષશાસ્ત્રમાં માણસ ના હાથની રેખાઓ જોઈને તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે. એવી જ રીતના શાસ્ત્રોમાં ઘણી વસ્તુઓ ને અંકિત કરવામાં આવી છે જે કઈ રીતે છે તે જોઈને વ્યક્તિ વિશે જાણી શકાય છે. જેમ કે શરીરના અમુક અંગો નો આકાર અને કલર કેવો છે તે પ્રમાણમાં તે વ્યક્તિ કેવા હોય છે તે જાણી શકાય છે.
એવી જ રીતના આપણી સૌથી નાની આંગળી એટલે કે કનિષ્ઠિકા ના વચ્ચે રહેલા ગેપ પરથી આપણે જાણી શકીએ છીએ કે માણસ નો સ્વભાવ કેવો હશે. એટલે કે તમારી નાની આંગળીના વચ્ચે રહેલી જગ્યા ને કમ્પેર કરીને જાણી શકાય છે કે કોઈ પણ માણસનો સ્વભાવ કેવો હોય છે.
જો કોઈપણ ની સૌથી નાની આંગળી પર નો સૌથી ઉપરનો ભાગ લાંબો હોય તો તેવા લોકો આકર્ષિત હોય છે, લોકોનું આકર્ષણ ખૂબ મળે છે. અને આવા લોકોની વાત કરવાની અંદાજથી લોકો તેના પ્રત્યે પ્રભાવિત થઈ જાય છે. અને આવા લોકોમાં સામેના માણસને પરખવાની આવડત પણ હોય છે.
આ સિવાય જો કોઈ વ્યક્તિનો વચ્ચેનો ભાગ બંને ભાગ કરતા લાંબો હોય તો આવા લોકો દરેક લોકોને સંભાળ વધુ કરતા હોય છે. અને તેઓ બીજા નું ધ્યાન પોતાના કરતાં પણ વધુ રાખે છે, જોકે આવા લોકો તમને ખૂબ ઓછા જ જોવા મળે છે.
અને જો કોઈ પણ માણસ ની નાની આંગળીનો સૌથી છેલ્લો નીચલો હિસ્સો મોટો હોય એટલે કે લાંબો હોય તો તે તે માણસ ના સારાપણા ને પ્રદર્શિત કરે છે. અને આવા લોકો દરેક લોકો સાથે હળી મળીને રહેવા વાળા અને તેઓ દરેક લોકો પ્રત્યે સારો વ્યવહાર દાખવે છે. આવા લોકો પણ પોતાની વાતચીતથી જ બીજાને પોતાની તરફ આકર્ષિત કરી લે છે.
જો કોઇ વ્યક્તિની નાની આંગળીના ત્રણેય ભાગ નાના હોય તો આવા લોકો ને ગુમનામ રહેવું વધુ પસંદ હોય છે. તેઓની આસપાસ કોઈ હોય કે ન હોય તેઓ પોતાના મસ્ત રહે છે અને આજુબાજુવાળા ની તેઓને કાંઇ ફિકર હોતી નથી.
જો કોઈ વ્યક્તિ ની નાની આંગળીનો પહેલો અને છેલ્લો ભાગ લાંબો હોય અને વચમાં રહેલો ભાગ નાનો હોય તો આવા લોકો ખૂબ જિદ્દી હોય છે, અને તે લોકો દુનિયાથી અલગ જ હોય છે. આવા લોકોને મોટાભાગે બદલાવ પસંદ હોતો નથી.
તમારી આંગળી નો કયો ભાગ વધુ લાંબો છે તેના પરથી તમે પણ તમારા સ્વભાવ વિશે જાણી શકો છો. આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો.