Site icon Just Gujju Things Trending

જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ જણાવી દઈએ કે ઘણા લોકો પૂરતો આરામ કરીને તેનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે, જ્યારે અમુક લોકોને સરખી નીંદ ન થાય તો સ્વાસ્થ્યમાં અસર પડવાનું શરૂ થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને આખા દિવસમાં થાક લાગ્યો હોવા છતાં રાત્રિના નીંદર આવતી હોતી નથી. અને તે ઘણી વખત આખી રાત પણ જાગતા હોય છે, જેનાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

આ સિવાય જો કોઈ પણ માણસને વધુ વખત એટલે કે વારંવાર આંખ મિચાવવાની આદત હોય તો તેને પાર્કિન્સન રોગ થવાનો ભય રહે છે. પરંતુ મોટાભાગે આ બીમારી 50થી ૭૦ વર્ષ થી વધુની ઉંમરના પુરૂષોમાં જ થાય છે.

આવી જ રીતના જો નાની ઉંમરમાં લોકોને નીંદ ન આવતી હોય તો તેના કારણે ઘણા ભયંકર રોગો થવાની શક્યતા રહી શકે છે. અને આવા લોકો મોટાભાગે સપના માં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે, અને ચિલ્લાતા પણ હોય છે.

એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી હતી કે જે પુરુષોને અનિંદ્રાની તકલીફ રહેતી હોય તેઓ માં ડોપામાઇન ની ખામી થઈ જાય છે.

ડોપામાઈન નામ સાંભળીને તમને એમ થયું હશે કે આ વળી શું છે? પરંતુ જણાવી દઈએ કે ડોપામાઇન એ એક પ્રકારનું રસાયણ હોય છે જે માણસમાં ભાવનાઓને પ્રગટ કરે છે.

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ પાર્કિન્સન રોગ વધતો જાય છે. એના કારણે માથામાં ડોપામાઇન બનાવવા માટેની પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા લાગે છે.

જેના હિસાબે આ રોગ વધે છે, અને ધીમે ધીમે હાથ પગમાં પણ કાંપવા લાગે છે. શરીરના ઘણા અંગો પહેલાની જેમ કામ કરી શકતા નથી. આનાથી છુટકારો મેળવવા માટે સારી નિંદર જરૂરી છે. સાથે સાથે સારુ ડાયટ અને નિયમિત કસરત, હેલ્ધી લાઈફ સ્ટાઈલ વગેરે પણ જાળવવું જરૂરી છે. જેનાથી શરીરની અંદર ડોપામાઇન ઉત્પાદન કરવા વાળા ની સંખ્યા ઘટી જાય છે અને જીવન સામાન્ય થઈ જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version