નોકરને પૂછ્યું શું તું તારી પત્નીથી ડરે છે? તો નોકરે આપ્યો એવો જવાબ કે શેઠ ના આંખમાંથી…

જ્યારે તે આપણને જમાના ની રીતભાતને લઈને આ ઘા કરે છે, જ્યારે હું તેના હાથમાં બધી કમાણી રાખી દઉં છું એ જ વિશ્વાસ સાથે કે હું જાણું છું કે તે કોઈ પણ હાલતમાં મારા ઘરનું ભલુ જ ઈચ્છશે ત્યારે તે એક પિતા જેવી હોય છે.

જ્યારે તે આપણો ખ્યાલ રાખે છે આપણને લાડ કરે છે, આપણી ભૂલ પર થોડું ખીજાય છે. આપણા માટે વસ્તુઓની ખરીદી પણ કરે છે. ત્યારે તે એક બહેન જેવી હોય છે.

જ્યારે તે આપણી પાસે નવી નવી ફરમાઈશ કરે છે, થોડા નખરા કરતી હોય છે, ઘણી વખત રૂઠી જાય છે, અને પોતાની વાત મનાવવા ની જીદ કરે છે ત્યારે તે એક દીકરી જેવી હોય છે.

જ્યારે તે આપણને સલાહ આપે છે, પરિવાર ચલાવવા માટે વાતચીત કરે છે, ઘણી વખત ઝઘડો પણ કરી લે છે ત્યારે તે એક મિત્ર જેવી હોય છે.

જ્યારે તે આખા ઘરનું લેણદેણ, ખરીદી, વપરાશ, ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવે છે અને હિસાબ કરે છે ત્યારે તે એક શેઠાણી જેવી હોય છે.

અને જ્યારે તે આખી દુનિયા ને છોડીને, અરે શેઠજી ત્યાં સુધી કે પોતાના બાળકોને પણ છોડીને આપણી પાસે આવે છે ત્યારે તે પત્ની, પ્રેમિકા, અર્ધાંગિની, આપણો પ્રાણ અને આપણી આત્મા હોય છે, જે પોતાનું બધું જ આપણી ઉપર ન્યોછાવર કરી દે છે.

હું તેની કદર કરું છું તો શું એમાં હું કંઈ ખોટું કરું છું?

***

આટલું કહીને મગને પોતાનો જવાબ પૂર્ણ કર્યો.

તેની વાતો સાંભળીને શેઠજીના આંખમાં આંસુ આવવાના જ બાકી હતા, એટલા લાગણીશીલ બની ગયા હતા. અને પોતે પણ કોઈ દિવસ આવો વિચાર ન આવ્યો તેના વિશે જાણે પોતાની જાત સાથે જ વિચાર વિમર્શ કરી રહ્યા હોય તેમ અવાક થઇ ને એક નજરે મગન સામે જોઈ રહ્યા હતા.

આને પતિ પત્ની નો પ્રેમ જ કહી શકાય, નહીં કે જોરુ ના ગુલામ. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો, અને તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ કોમેન્ટ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!