Site icon Just Gujju Things Trending

નોકરને પૂછ્યું શું તું તારી પત્નીથી ડરે છે? તો નોકરે આપ્યો એવો જવાબ કે શેઠ ના આંખમાંથી…

એક ગામડું હતું, જેમાં લગભગ દરેક લોકો સુખી હતા, એક પૈસાદાર વેપારીની ઘરે એક નોકર પણ કામ કરતો હતો જેનું નામ મગન હતું. આ વેપારી તેનો કરને વ્યવસ્થિત સારો પગાર આપતો અને તેને કોઈ પણ જરૂરિયાત હોય તો શેઠ તેને કાયમ મદદ કરતો.

તે જરૂરત કરતાં વધારે રજા પણ લેતો નહિ અને હંમેશા પોતાના કામમાં પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરતો.

બરાબર એક દિવસે શેઠ ઘરે હતા અને મગન કામ કરી રહ્યો હતો એવામાં એનો ફોન રણકી ઉઠ્યો, જોયું તો પત્ની નો ફોન હતો. અને પત્ની નો ફોન છે એવું જોઈને તે થોડો ડરી ગયો.

આ બધું શેઠ બેઠા બેઠા જોઈ રહ્યા હતા. તેને પુછવાનું મન થયું એટલે શેઠજીએ પૂછ્યું કે મગન તુ, તારી પત્નીથી કેમ આટલો બધો ડરે છે?

ત્યારે મગને જે જવાબ આપ્યો તે સાંભળીને શેઠજી પાસે કંઈક બોલવા માટે શબ્દો જ રહ્યાં નહીં. મગને કહ્યું કે શેઠ હું ડરતો નથી પરંતુ તેની કદર કરું છું અને તેનું સન્માન કરું છું.

શેઠ પેલા તો જવાબ સાંભળી ને હસી પડ્યા પછી કહ્યું કે એવું શું છે એમાં? ન તો દેખાવે હિરોઇન જેવી છે કે ન તો પછી ભણેલી-ગણેલી.

ત્યારે મને જવાબ આપ્યો કે શેઠ, કંઈ જ ફરક નથી પડતો કે એ કેવી છે કેટલું ભણેલી છે પરંતુ મને સૌથી પ્રેમાળ સંબંધ તેનો જ લાગે છે.

એટલામાં શેઠે કહ્યું કે તું તો જોરુ નો ગુલામ નીકળ્યો! જોજો પત્નીનો સંબંધ તને સૌથી પ્રેમાળ લાગતો તો શું બીજા બધા સંબંધની તારે કોઈ કિંમત નથી?

મગને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો શેઠ માતા-પિતા તો સંબંધી નથી હોતા, એ તો ભગવાન હોય છે. તેઓ સાથે સંબંધ નથી નિભાવવાનો હોતો પરંતુ તેઓની પૂજા કરવામાં આવે છે. ભાઈ-બહેનનો સંબંધ જન્મજાત હોય છે, મિત્રતાનો સંબંધ ઘણી વખત મતલબનો જ હોય છે. તમારો અને મારો સંબંધ પણ જરૂરત અને પૈસાનો છે, પરંતુ પત્ની કોઈપણ નજીકના સંબંધ ન હોવા છતાં હંમેશા માટે આપણી થઈ જાય છે. અને એ પણ પોતાના દરેક સંબંધોને પાછળ છોડીને દરેક સુખ-દુઃખ માં આપણી સહભાગી બની જાય છે. એ પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.

હવે શેઠજીને ખૂબ જ આશ્ચર્ય થવા લાગ્યું, મગન કેટલું બધું જાણે છે એ વિચારીને તેઓ અવાક બનીને માત્ર તેને સાંભળી રહ્યા હતા. અને મોઢામાંથી એક પણ શબ્દ બોલી ન રહ્યા હતા કારણકે તેને એવી વાતો જાણવા મળી રહી હતી જે તેની આખી જિંદગીમાં કોઈએ કહી ન હતી.

મગને પોતાના જવાબમાં આગળ ઉમેર્યુ કે શેઠજી, પત્નીએ એક સંબંધ નથી પરંતુ એ આખો સંબંધ નો ભંડાર છે એમ પણ કહી શકાય.

કારણ કે જ્યારે તે આપણી સેવા કરે છે, આપણી સાર સંભાળ લે છે, આપણને પ્રેમ કરે છે ત્યારે તે એકમાં જેવી બની જાય છે.

જ્યારે તે આપણને જમાના ની રીતભાતને લઈને આ ઘા કરે છે, જ્યારે હું તેના હાથમાં બધી કમાણી રાખી દઉં છું એ જ વિશ્વાસ સાથે કે હું જાણું છું કે તે કોઈ પણ હાલતમાં મારા ઘરનું ભલુ જ ઈચ્છશે ત્યારે તે એક પિતા જેવી હોય છે.

જ્યારે તે આપણો ખ્યાલ રાખે છે આપણને લાડ કરે છે, આપણી ભૂલ પર થોડું ખીજાય છે. આપણા માટે વસ્તુઓની ખરીદી પણ કરે છે. ત્યારે તે એક બહેન જેવી હોય છે.

જ્યારે તે આપણી પાસે નવી નવી ફરમાઈશ કરે છે, થોડા નખરા કરતી હોય છે, ઘણી વખત રૂઠી જાય છે, અને પોતાની વાત મનાવવા ની જીદ કરે છે ત્યારે તે એક દીકરી જેવી હોય છે.

જ્યારે તે આપણને સલાહ આપે છે, પરિવાર ચલાવવા માટે વાતચીત કરે છે, ઘણી વખત ઝઘડો પણ કરી લે છે ત્યારે તે એક મિત્ર જેવી હોય છે.

જ્યારે તે આખા ઘરનું લેણદેણ, ખરીદી, વપરાશ, ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવે છે અને હિસાબ કરે છે ત્યારે તે એક શેઠાણી જેવી હોય છે.

અને જ્યારે તે આખી દુનિયા ને છોડીને, અરે શેઠજી ત્યાં સુધી કે પોતાના બાળકોને પણ છોડીને આપણી પાસે આવે છે ત્યારે તે પત્ની, પ્રેમિકા, અર્ધાંગિની, આપણો પ્રાણ અને આપણી આત્મા હોય છે, જે પોતાનું બધું જ આપણી ઉપર ન્યોછાવર કરી દે છે.

હું તેની કદર કરું છું તો શું એમાં હું કંઈ ખોટું કરું છું?

***

આટલું કહીને મગને પોતાનો જવાબ પૂર્ણ કર્યો.

તેની વાતો સાંભળીને શેઠજીના આંખમાં આંસુ આવવાના જ બાકી હતા, એટલા લાગણીશીલ બની ગયા હતા. અને પોતે પણ કોઈ દિવસ આવો વિચાર ન આવ્યો તેના વિશે જાણે પોતાની જાત સાથે જ વિચાર વિમર્શ કરી રહ્યા હોય તેમ અવાક થઇ ને એક નજરે મગન સામે જોઈ રહ્યા હતા.

આને પતિ પત્ની નો પ્રેમ જ કહી શકાય, નહીં કે જોરુ ના ગુલામ. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો, અને તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ કોમેન્ટ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version