Site icon Just Gujju Things Trending

નવા નવા સાસરે વહુ ઉઠી 8 વાગ્યે, તૈયાર થઈને રસોડામાં જઈને જોયું તો સાસુ…

વાસણ પડવાનો અવાજ આવ્યો અને શીતલ ની આંખ ઉઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગી રહ્યા હતા, આથી તુરંત જ પલંગમાંથી બેઠી થઈ ગઈ.

અરે! મમ્મી એ કહ્યું હતું કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે. પુરી, દૂધપાક વધુ બનાવવાનું છે. અને હું મોડે સુધી સૂઈ રહી. હવે ખબર નહિ શું થશે! ખબર નહીં મમ્મી, પપ્પા મારા વિશે શું વિચાર છે, હે ભગવાન ક્યાંક મમ્મી ગુસ્સે તો નહીં થઈ જાય ને? અને આવા સવાલ પૂછીને અંદરોઅંદર ગભરાવવા લાગી, આંસુ બહાર આવવાના બાકી હતા, બાકી પૂરી રીતે ગભરાઈ ચૂકી હતી શીતલ.

સાસરુ આ નામ તેને ડરાવી રહ્યું હતું, એના દાદીએ પણ કહ્યું હતું કે, સાસરું છે, જરા સંભાળીને રહે છે. ધ્યાન રાખજે કોઈને કંઈ બોલવાનો મોકો ન આપીશ નહિ તો તારે સાંભળવું પડશે. સવારે વહેલી જાગી જજે. નાહી ધોઈને સાડી પહેરીને તૈયાર થઈ જજે અને તારા સસરા-સાસુ ના આશીર્વાદ લેજે. કોઈ પણ એવું કામ ન કરતી જેના કારણે તારા માતા-પિતાને કોઇ આમ તેમ બોલે.

શીતલ ના મનમાં એક પછી એક એમ આ દાદીની કહેલી વાતો ગુંજવા લાગી. પછી ગમે તેમ કરીને ઉતાવળમાં એ ઉતાવળમાં તૈયાર થઈ, અને હજુ તો બહાર નીકળી રહી હતી ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોયો તો યાદ આવ્યું કે નથી ચાંદલો નથી સિંદૂર, આદત હતી નહીં તો આ બધું લગાડવાની ભૂલી ગઈ હતી.

ચાંદલો આમતેમ શોધવા લાગી પછી સિંદૂર શોધવા લાગી. ન મળ્યું તો લેટેસ્ટ એક થી માથા ઉપર હળવી લાઈન ખેંચીને રૂમમાંથી ફટાફટ બહાર નીકળી ગઈ.

જે ઉતાવળમાં શીતલ રૂમમાંથી બહાર આવી હતી, એ તેના ચહેરા ઉપર ચોખ્ખેચોખ્ખું નજર આવી રહ્યું હતું. અધુરામાં પુરૂ તેની ઉતાવળી ચાલ પણ છલકી રહી હતી. ભાગતી ભાગતી તે રસોડામાં તો દાખલ થઈ ગઈ પરંતુ ત્યાં પહોંચીને જોવે તો શું!

એને આવી રીતે દોડીને આવતા જોઈને સાસુએ તેની તરફ આશ્ચર્યથી જોયું. પછી ઉપરથી નીચે સુધી ધીમે ધીમે નિહાળીને મરક મરક હસીને કહ્યું, આવો દીકરા! ઊંઘ થઈ ગઈ કે નહીં?

શીતલ ગળુ ચોખ્ખું કરીને બોલી હા મમ્મી! પરંતુ જરા મોડી ઊંઘ આવી હતી એટલે સવારે જલદી આંખ ન ખુલી, સોરી. શીતલ ગળું તો ચોખ્ખું કરી લીધું પરંતુ છતાં પણ તેના અવાજ માં થી ડર છલકાઈ રહ્યો હતો.

કાંઈ વાંધો નહીં દીકરા, નવી જગ્યા છે થઈ જાય છે આવું. સાસુ માએ કહ્યું

શીતલ એ આશ્ચર્ય સાથે તેણે સાસુમાં તરફ જોયું અને કહ્યું કે પરંતુ મમ્મી, દૂધપાક અને પૂરી બનાવવાના હતા તેનું?

સાસુએ પ્રેમથી તેની સામે જોયું અને બાજુમાં પહેલા વાસણ તરફ ઈશારો કરતા કહ્યું કે હાલે દીકરા, આમાં દુધપાક બનાવેલો તૈયાર છે! અને તારા હાથથી અડકી લે.

આથી શીતલ કઈ સમજાણું નહિ એવા પ્રશ્નકારક ભાવ સાથે તેની તરફ જોવા લાગી.

સાસુ કહ્યું, રસોઈ બનાવવા માટે તો આખી ઉમર પડી જ છે! મારી આટલી પ્રેમાળ ગુડિયા જેવી વહુ ના અત્યારે હસવા-રમવા ના દિવસો છે, અત્યારથી હું તેની પાસે થોડી રસોડાનું કામ કરાવવું. હવે બસ ખાલી તું એટલું કરજે કે સરસ મજાની ચહેરા પર સ્માઈલ રાખીને બધાને રસોઈ પીરસી દે જે, એટલે આજની આ વિધિ સમાપ્ત.

સાસુનો આવો વ્યવહાર જોઇને, અને તેને કહ્યું એ સાંભળીને શીતલ ની આંખમાંથી અશ્રુધારા અટકી ન શકી, તે પોતાને રોકી ના શકી અને સાસુને પ્રેમથી ગળે લગાવી લીધી. શું કહેશે બધા એનો ડર હોવાને લીધે મોઢામાં તો જાણે ડૂમો ભરાઈ ગયો હતો, પરંતુ રૂંધાઇ ગયેલા એ ગળામાંથી સાસુને ભેટીને એક જ શબ્દ નીકળો “માં”.

આ સ્ટોરી પસંદ પડી હોય તો શેર કરજો, અને આ સ્ટોરી ને 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપજો. જેમાં ખૂબ જ સુંદર લાગતી હોય તો 5 રેટિંગ કમેન્ટમાં આપી શકો છો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version