એક ગામડામાં એક ધોબી રહેતો હતો તેની પાસે એક ગધેડો હતો. ધોબી ખૂબ ગરીબ હોવાને કારણે તે પોતાના ગધેડાને સરખું ખવડાવી-પીવડાવી ન શકતો હતો. આના જ કારણે ગધેડો શરીર ધીમે ધીમે કમજોર પડવા લાગ્યો હતો, એક દિવસની વાત છે ત્યારે પોતાના ગધેડાને લઈને તે ધોબી જંગલની શેર કરવા ગયો.
ફરતા ફરતા તેને જંગલમાં સિંહની ચામડી મળી.આ જોઇને તેણે વિચાર્યુ કે જો રાતના હું મારા ગધેડાને આ ચામડી પહેરાવીને ખેતરમાં ચરવા મોકલું તો ગામડાના લોકો એવું સમજે છે કે આ સિંહ છે ગધેડો નહીં, અને આથી ગધેડો પણ આસાનીથી ભોજન કરી શકશે, અને કમજોર પડી ગયો છે તે સરખો ઠીક થઈ જશે.
આવું વિચારી તે ધોબીએ સિંહ ની ચામડી પહેરાવીને ગધેડાને લોકોના ખેતરમાં છોડી દીધો અને લોકો તેને જોઈને ભાગી ગયા પાછળથી ગધેડો નીરાતે ચરતો અને પોતાનું ભોજન સારી રીતે ખાઈ લેતો. આવું ધોબી રોજ કરતો અને થોડા સમયમાં જ ગધેડો પણ હ્રુષ્ટ પુષ્ટ થઈ ગયો. આથી ધોબી આવુ દરરોજ કરવા લાગ્યો.
એક દિવસ આવી જ રીતના ધોબી તેને ખેતરમાં મૂકી ને ચાલતો થયો એટલામાં તે ગધેડા ગધેડા નો અવાજ સાંભળ્યો અવાજ સાંભળીને તે પણ પોતાનાથી ગધેડા નો અવાજ નીકળવા લાગ્યો. આથી જે લોકો ભાગી રહ્યા હતા તેઓને ખબર પડી કે આ તો સિંહ નહીં પરંતુ ગધેડો છે.
આથી બધાએ પોતાનો ગુસ્સો કાઢવા માટે તે ગધેડાને પકડ્યો અને ઘેરીને તેને મારવા માંડ્યા. અને એટલો બધો માર્યો કે ગધેડા ના ત્યાં ને ત્યાં જ રામ રમી ગયા.
મિત્રો આ સ્ટોરી માં થી શીખવાનું એટલું જ છે કે આપણી ઓળખાણ છે તે જ આપણા માટે બધું જ હોય છે, આપણે ક્યારેય ઓળખાણને બદલવી જોઈએ નહીં કે તેને છૂપાવી પણ જોઈએ નહીં. આવું કરવાથી એવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે જેની આપણે સપનામાં પણ ધારણા ન કરી હોય.
આપણી ઓળખાણ જ આપણા માટે બધું છે તેના વિશે તમારું શું મંતવ્ય છે તે જરૂરથી કમેન્ટ કરજો. સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આપણું પેજ લાઈક કરજો જેથી દરરોજ તમને નવા લેખ મળતા રહે.