આપણા શરીરમાં લગભગ લગભગ ૭૫ ટકા જેટલું પાણી છે. એટલે કે આપણું શરીર મોટાભાગે પાણીનું બનેલું છે. આની પહેલાં પણ આપણે કીધેલું છે કે શરીર માટે પાણી કેટલું જરૂરી છે. આપણે દરરોજના કેટલા ગ્લાસ પીતા હોઈએ છીએ તેની ખબર નથી હોતી, પરંતુ કોઈપણ માણસે સ્વસ્થ રહેવા માટે આઠથી દસ ગ્લાસ જેટલું પાણી પીવું હિતાવહ છે. પરંતુ આ પાણીને પીવાની પણ એક સાચી રીત કેળવવી જોઈએ. અમુક વખતે પાણી પીવું તે અમૃત જેવું હોય તો અમુક વખતે પાણી પીવું તે રોગોને પણ આવકારી શકે છે. ચાલો જાણીએ પાણી પીવાની સાચી રીત
અમુક સંજોગોમાં આપણે પાણી પીવું ન જોઈએ, ખાસ કરીને જ્યારે સુતા હોય, વોશરૂમ થી આવ્યા પછી તરત, વોકિંગ પછી તરત જ, ચા પીધા પછી, ખોરાક ખાધા પછી તરત,દૂધ પીધા પછી વગેરે આવા સંજોગોમાં પાણી પીવું ન જોઈએ કારણ કે આવા સંજોગોમાં શરીરનું તાપમાન પાણીના તાપમાન કરતા અલગ હોય છે. અને જેવું શરીરનું તાપમાન સામાન્ય થાય પછી પાણી પી શકીએ છીએ નહીં તો આવા સંજોગોમાં પાણી પીવાને લીધે અમુક પ્રકારના રોગો થઇ શકે છે.
ખાધા પછી ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ, જાણો શું કામ
આ કદાચ તમે સાંભળ્યું હશે કે ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. ઘણા લોકોને ભોજન કરતી વખતે પણ પાણી પીવાની આદત હોય છે, જે આદત સારી નથી. ઓછામાં ઓછું એક કલાક સુધી ભોજન કર્યા બાદ પાણી ન પીવું જોઈએ.
આ ઉપરાંત બને ત્યાં સુધી ફ્રીજનું પાણી ન પીવું કારણકે ફ્રિજ ના પાણી માં અને સામાન્ય પાણીમાં ઘણો ફેર પડી જાય છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે આપણે ચાલીને આવ્યા પછી પાણી પીએ તો આટી ચડી જાય છે, આવા સંજોગોમાં પણ થોડા સમય સુધી રાહ જોયા પછી જ પાણી પીવું જોઈએ.
પાણી પીવાની આ સાચી રીત તમારા મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો.