પડોશીએ પૂછ્યું તમારા દીકરા-વહુ આટલા બધા દિવસ થી સાસરે છે, અજીબ નથી? તો દીકરાની માતાએ એવો જવાબ આપ્યો કે બધા પડોશીઓ સાંભળીને…
સોસાયટીમાં લાઈટ જતી રહી એટલે ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે ઘરની ગરમીથી કંટાળીને સોસાયટીની મહિલાઓ બહાર બેઠી હતી. રેખાબેન પણ બહાર આવ્યા એટલે બધા મહિલાઓમાંથી એક મહિલાએ રેખાબેન ને પૂછ્યું… રેખાબેન, તમારી વહુ અને દીકરો સન્ની કેમ જોવા નથી મળતા હમણાંથી? શું એ લોકો કશે ગયા છે?
રેખાબેન એ જવાબ આપતા કહ્યું મારી વહુ શીતલ થોડા સમય પહેલા તેના પિતાનું આકસ્મિક નિધન થવાથી પિયર ગઈ છે, અને સની પણ ત્યાં જ ગયો છે.
રેખાબેન જવાબ આપતા હાથમાં શાકભાજી ની થાળી માં શાકભાજી સમારી રહ્યા હતા.
રેખાબેન નો જવાબ સાંભળીને બીજી એક મહિલાએ તરત જ કહ્યું એક જ શહેરમાં વહુ નું પિયર હોય એનું આ જ નુકસાન છે.
એટલે તરત જ રેખાબેને કહ્યું લે એમાં વળી નુકસાન શેનું?
પેલી મહિલાએ જવાબ આપતા કહ્યું અરે તમારી વહુ ના પિતા ના અવસાન થયા ને તો પંદર દિવસ જેવું થઈ ગયું છે, હવે કદાચ વહુ ન વિચારે તો તમારા દીકરા સન્નીએ તો વિચારવું જોઈએ ને… આવી રીતના દીકરાઓ તેના સાસરે લાંબા સમય સુધી રહે તે સારું ન લાગે. ખરું ને? આટલું કહેતાં કહેતાં તે મહિલા હસવા લાગી…
રેખાબેન એ પૂછ્યું આટલા સમય સુધી દીકરા સાસરામાં રહે તે કોને સારું ન લાગે?
પેલી મહિલાએ જવાબ આપ્યો અરે મારા કહેવાનો મતલબ એમ છે કે જે પણ લોકો વાત સાંભળે તેને કેવું અજીબ લાગે, દીકરો પોતાના માતા પિતાને છોડીને સાસરે રહેવા ગયો છે? આટલું કહીને તે મહિલાએ બીજા મહિલાઓ સામે જોયું અને બીજી મહિલાઓ જાણે તેની વાતને સમર્થન આપી રહી હોય એમ ચહેરાના હાવભાવ બનાવી રહી હતી…