Site icon Just Gujju Things Trending

સાઈટીકા અને ગઠિયા નો છે રામબાણ ઈલાજ આ વસ્તુ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે. અને જેઓને આની સુગંધ ગમતી હોય તેઓનું મન પ્રસન્ન થઇ જાય છે. આ ફૂલ રાતના ખીલે છે અને સવારે ખરી જાય છે.

પારિજાત નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર લોકો એમ પણ કહે છે કે પારીજાત ના વૃક્ષ ની પ્રજાતિ ભારતમાં મળી આવતી નથી, પરંતુ ભારતમાં ઉત્તર પ્રદેશના એક ગામડામાં આજે પણ પારિજાતનું વૃક્ષ છે. લગભગ 45 ફૂટ આ વૃક્ષ એટલું ફેલાયેલું છે કે તેની મોટા ભાગની ડાળખીઓ જમીન તરફ ઝુકેલી છે. અને અમુક ડાળખી જમીનને અડી ને સૂકી થઈ જાય છે.

આ વૃક્ષ એક વર્ષમાં એક જ વખત ફૂલ થી સુશોભિત થાય છે. ત્યારે આ જોવામાં પણ એકદમ સુંદર હોય છે. અને સાથે સાથે સુગંધ પણ એટલી જ વિખેરે છે. આ વૃક્ષની વયમર્યાદા જોઈએ તો તે લગભગ એક હજારથી પાંચ હજાર વર્ષ સુધી જીવિત રહે છે. ચાલો જાણીએ પારિજાતના થોડા ફાયદાઓ વિશે…

પારિજાતના 5-7 જેટલા પાન તોડીને પથ્થર વડે પીસી નાખો અને તેની ચટણી બનાવી નાખો. પછી એક ગ્લાસ પાણીમાં અડધુ પાણી રહે તે રીતે ઉકાળો ત્યાર પછી ઠંડુ કરીને પીવો. કહેવાય છે કે 20 વર્ષ જૂનો ગઠિયાનો રોગ પણ આનાથી મટી જાય છે.

જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય અને કોઈ પણ જાત ની દવા કરી પણ ફેર ન પડતો હોય તો પારિજાતના દસથી બાર પાનને લઈને ઉપર કહ્યા મુજબ પીસી નાખો, પછી એક ગ્લાસમાં પાણીમાં તેને ઉકાળો. પાણી જ્યારે પા ભાગનું બચે ત્યારે તેને ઠંડુ કરીને પી જાઓ. આવું કરવાથી ત્રણ મહિનામાં ગોઠણ માં smoothness પાછી આવી જાય છે. અને જો આનાથી ફેર ન પડે તો અથવા થોડી ખામી રહી જાય તો એક મહિનાનું અંતર રાખીને આ ઉપાય પાછો અજમાવી શકાય છે.

સાઈટીકા એ ખરેખર ગંભીર બીમારી છે. પારિજાતના પાન ને ધીમી આંચ પર ઉકાળીને તેનો ઘટ્ટ મિશ્રણ બનાવી લો. અને પછી આનું સેવન કરવાથી સાયટીકા ના દર્દીઓને રાહત મળે છે. આ સિવાય લોહી બંધ હોય તો ધમનીઓને ખોલવામાં પણ આ ઉપાય કારગર સાબિત થઈ શકે છે.

પારિજાતના બીજા પણ ઘણા ફાયદાઓ છે, જેમકે પારિજાત ના બીજ ને પાણી સાથે પીસીને પીવાથી એવું માનવામાં આવે છે કે માથામાં નવા વાળ આવવાનું શરૂ થાય છે. અને એ પણ એના મૂળમાંથી.

રદય રોગ માટે પણ પારિજાતના ફુલ ના ઘણા ફાયદાઓ છે. વર્ષમાં એક જ વખત આ છોડમાં ફુલ આવે છે. જો આ ફુલ નો અથવા આ ફૂલમાંથી બનેલા રસનું સેવન કરવામાં આવે તો હ્રદય રોગથી બચી શકાય છે.

ધ્યાન રાખવું કે પારિજાતના ફાયદાની સાથે ઉધરસ વગેરેમાં તેના નુકસાન પણ છે, ઘણી વખત પારિજાતના આ નુકશાન દૂર કરવા માટે કુટકીi નો ઉપયોગ પણ કરાય છે.

આ સિવાય પણ આના ઘણા ફાયદાઓ છે જે ઈન્ટરનેટ પર મૌજુદ છે પરંતુ આપણે અહિં તેના મહત્વના ફાયદાઓ વર્ણવ્યા છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version