Site icon Just Gujju Things Trending

પતિ ઘરે આવ્યા એટલે પત્નીએ સવાલ પુછ્યો તો પતિ ગુસ્સે થઈ ગયો, થોડા દિવસ પછી પત્નીએ એવું કર્યું કે પતિ અને તેના બાળકો…

દીકરી ઘરમાં આવી અને તરત જ આવતાની સાથે મમ્મીને કહ્યું મમ્મી કંઇક ખાવાનું આપી દે યાર ખૂબ જ ભૂખ લાગી છે. સવારથી દીકરી કોલેજ ગઈ હતી. દીકરીએ કહ્યું કે ભૂખ લાગી છે એટલે તેની માતાએ તેને તરત જ જવાબ આપતા કહ્યું કે તને કહ્યું હતું કે સવારે કોલેજ જતી વખતે સાથે લઈ જા. શાક તો બની જ ગયું હતું. દીકરી એ પાછો સામે જવાબ આપી દીધો યાર મમ્મી તું મને જ્ઞાન ન આપ તારું જ્ઞાન તારી પાસે જ રાખ, અત્યારે જે કહ્યું તે કરી દે બસ અને હા રાતના કંઈક સારું ખાવાનું બનાવજે. પહેલાથી જ મારો દિવસ ખરાબ છે તું હવે એને વધારે ખરાબ કરવાની કોશિશ નહીં કર.

પોતાની માતાને આટલું કહીને દીકરી ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી. થોડા સમય પછી તેની માતા કંઇક ખાવાનું બનાવીને તેના રૂમમાં ગઈ માતા એ રૂમમાં જઈને જોયું તો દીકરીને થોડી ઊંઘ આવી ગઈ હતી પરંતુ સવારથી તેને પેટમાં કંઈ જ નાખ્યું ન હોવાથી દીકરી ને જગાડી ને કહ્યું થોડું ખાઈ લે પછી સુઈ જજે.

હજી તો આટલું કહ્યું ત્યાં તેને દીકરીએ તરત જ સામે આક્રોશ સાથે જવાબ આપ્યો કે ત્યારે મને ઊંઘ આવી ગઈ હતી તો શું કામ જગાડવાની કોશિશ કરી? માતાએ કહ્યું બેટા તે જ મને કહ્યું હતું કે કંઈક બનાવીને લઇ આવ. એટલે આ તારા માટે લઈને આવી છું. દીકરીએ કહ્યું મમ્મી એક તો આ કોલેજ નું ટેન્શન અને તું પણ ગમે ત્યારે આવી જાય છે. કોઈ વખત તો તારા મગજથી વિચાર કરી જોઈ લે.

એટલે માતા હજી તો કંઈ તેને કંઈ જવાબ આપે તે પહેલા ડોરબેલ વાગી એટલે કોણ આવ્યું હશે તરત જ દરવાજો ખોલ્યો તો જોયું તો તેનો દીકરો સામે ઉભો હતો આવી ગયો મારો દીકરો, કેવો હતો બેટા તારો દિવસ? આવીને છોકરાએ ઘરમાં પગ મૂક્યો અને તરત જ એક બાજુ પોતાના બેગનો ઘા કર્યો ઘા કરીને કહ્યું મમ્મી આજે પેપર સારું નથી ગયું. માતાએ તેને જવાબ આપતા કહયો અને કોઈ ચિંતા ન કરતો દીકરા, હવે થોડી વધુ મહેનત કરજે જેથી તારા બીજા પેપર સારા જાય.

તો દિકરાએ રાડો પાડી અને તેની માતાને જવાબ આપતા કહ્યું આવતી વખતે હું શું કરું અત્યારે તો મારું રીઝલ્ટ ખરાબ થઈ ગયું ને યાર, મમ્મી તું અહીંથી જતી રહે યાર તને કંઈ ખબર નથી પડતી.

આટલું બોલતા બોલતા દીકરો પણ પોતાના રૂમમાં જતો રહ્યો. સાંજનો સમય થયો એટલે ઘડિયાળના કાંટા તરફ નજર ગઈ મનમાં ને મનમાં વિચાર્યું કે હમણાં પતિ પણ આવશે રસોઈ ની તૈયારીઓ કરવા લાગી. એટલામાં થોડી જ વારમાં પતિ પણ આવી ગયા, પતિ સાથે કંઈ વાત કરે તે પહેલાં જ પતિ નું મોઢું જોયું તો તેના મોઢા પર સખત ગુસ્સો દેખાઈ રહ્યો હતો.

ગુસ્સાનું કારણ શું છે તે જાણવા માટે પ્રશ્ન પૂછ્યો તો પતિએ પણ કહ્યું યાર મને પ્લીઝ એકલો છોડી દે, એક તો આજે શેઠે પણ મારી ક્લાસ લઈ લીધી છે અને હવે તું શરૂ થઈ ગઈ.

સ્ત્રી માટે આ કંઈ નવું ન હતું કારણ કે ઘણા વર્ષોથી આવું સાંભળી રહી હતી. આટલા વર્ષોથી તેમ છતાં કોઈની સામે પોતે ક્યારેય ગુસ્સો કાઢતી નહીં.

એક દિવસ અચાનક તેને વિચાર આવ્યો કે આ બધું મારે હવે થોડું બદલવું પડશે. વિચાર આવ્યો અને બીજા જ દિવસથી તેને રોજિંદા કાર્યો જેવા કે રસોઈ વગેરે બધું પતાવીને બધાએ જમી લીધું એટલે તરત જ તે પોતાના રૂમમાં જતી રહી. બીજા દિવસથી પણ કોઈને કંઈ જ પૂછવાનું નહીં દીકરો આવે દીકરી આવે કે તેના પતિ ઘરે આવે ત્યારે તેને જરૂરિયાત પૂરતી વસ્તુઓ આપી દે અને પછી પોતાના રૂમમાં જતી રહી. એના પતિ સહિત દીકરાને તેમ જ દીકરીને કંઈ પણ વસ્તુ પૂછવાની બંધ કરી દીધી જેમ કે તારો દિવસ કેવો હતો પરીક્ષા કેવી રહી, વગેરે બધી જ વસ્તુ પૂછવાની બંધ કરી દીધી.

દીકરી કોલેજથી આવે કે દીકરો બહારથી આવે તો કોઈને કશું જ પૂછ્યું નહીં. આવું ને આવું લગભગ ઘણા દિવસો સુધી ચાલ્યું, એક દિવસ રજા હતી એટલે બધા લોકો ઘરે હતા. આજે પણ કોઈને બીજું કંઈ તેને પૂછ્યું નહીં એટલે ત્રણે લોકો ભેગા થઈને સ્ત્રી પાસે આવ્યા અને દીકરી એ વાતની શરૂઆત કરતાં કહ્યું મમ્મી તમારી તબિયત તો ઠીક છે ને? કેમ આટલા દિવસથી ચૂપચાપ છો? બાળકોએ સવાલ પૂછ્યો પછી પતિએ પણ એ જ સવાલ વ્યક્ત કર્યો.

થોડા સમય સુધી સ્ત્રીએ કશો જવાબ આપ્યો નહીં, એ ફરી પાછી પોતાના કામ પૂરું કરવા માટે રસોડામાં જતી રહી. પતિ ફરી પાછો રસોડામાં જઈને તેને બોલાવી અને કહયું અરે તું કંઈક જવાબ તો આપ.

પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું તમે બધા લોકો મને પંચિંગ બૅગ સમજીને બેઠા છો, જ્યારે પણ જે લોકોને ગુસ્સો આવે અથવા કોઈ નો મૂડ ખરાબ હોય તો બધો ગુસ્સો મારી ઉપર કાઢી નાખે છે. હું આખો દિવસ ઘરમાં કામ કરીને રાહ જોઈને બેઠી હોઉં છું તમારા લોકો માટે કે મારા પતિ આવશે મારા બાળકો આવશે તો મારી સાથે પ્રેમથી વાત કરશે પરંતુ એથી ઊલટું તમે જ્યારે પણ આવો ત્યારે મારી સાથે જાણે ઝઘડો થઈ ગયો હોય એ રીતે બોલવા લાગો છો.

તમારે ઓફિસમાં કામનું ટેન્શન હોય તો એ ઓફિસમાં છોડીને કેમ નથી આવતા, ઘરે આવીને તમારો ગુસ્સો મારી ઉપર કેમ કાઢો છો? જો તમારા લોકોનો દિવસ સારો નથી ગયો તો એમાં શું મારો વાંક છે? હર વખતે જાણે મારી ભૂલ હોય એ રીતે તમે મને ખીજાવા લાગો છો?

તમે ત્રણેય લોકોમાંથી કોઇએ પણ ક્યારેય મને પૂછ્યું છે કે તારો દિવસ કેવો ગયો? તને કંઈ તકલીફ તો નથી પડી રહી ને?

આજે એક માતા બોલી રહી હતી અને તેના પતિ અને બંને બાળકો સાંભળી રહ્યા હતા, શરમ પણ ત્રણેમાં દેખાતી હતી. બાળકો સહિત પતિને પણ આજે પોતાની ભૂલ સમજાઈ, એ લોકો પાસે જવાબ આપવા માટે શબ્દો જ ન હતા.

બધા એકદમ ચૂપ હતા પછી પતિએ કહ્યું કે, ઠીક છે ચાલો બધા થી ભૂલ થઈ છે બધા સમજી ગયા છે હવે આજે આમ પણ રજા છે તું એક કામ કર આજે રાત્રે આપણે બધા બહાર ડિનર કરવા માટે જશું, એટલે અત્યારે વધારે રસોઈ ન કરતી. પછી રાત્રે બધા બહાર ડિનર કરવા માટે પણ ગયા અને એકબીજા સાથે ફરી પાછું ખુશીથી રહેવા લાગ્યા.

દરેક માતા, દરેક પત્ની પોતાના બાળકોનો અને પોતાના પતિનો ઘરે આવવાનો સમય થાય એટલે આતુરતાથી બધા ની રાહ જોઈ રહ્યા હોય છે. બધા લોકોને તે પૂછે છે કે તેનો દિવસ કેવો ગયો? સરખું જમી લીધું હતું ને. આ લાગણી હોય છે પરંતુ ઘણી વખત આપણે તેઓને ગ્રાન્ટેડ લઈએ છીએ. દરેક વસ્તુનો ગુસ્સો તેના પર ઘણી વખત નીકળી જતો હોય છે. કોઈ કોઈ વખત આવું બને તો ઠીક છે પરંતુ દરરોજ તમે ઘરે આવી જ રીતના વર્તન કરતા રહો તો તે ખરેખર દુઃખદાયી લાગે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first appeared on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version