પતિ રાત્રે જાગ્યો ત્યારે પત્ની ગેલેરીમાં બેઠી બેઠી રડી રહી હતી, પતિએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…
મથુરાની હવામાં મીઠાઈઓ અને મંત્રોચ્ચાર ની સુગંધ ભળી ગઈ હતી. રાહુલ અને પ્રિયાના લગ્ન માટે રંગબેરંગી ઝંડાઓ લહેરાતા હતા. દિલ્હીની આધુનિક મહિલા પ્રિયા, આ પરંપરાગત વાતાવરણ જોઈને ચોંકી ગઈ હતી. રાહુલના મોટા ઘરમાં દાદીનો દરજ્જો ટોચ પર હતો. ઘરમાં દાદી સામે કોઈ કંઈ જ બોલતું નહીં. તેના માટે પરંપરા જ સર્વસ્વ હતી. પ્રિયાને શંકા હતી કે તે આ નવી જિંદગીમાં ખુશ થશે કે કેમ.
લગ્ન પછી નું જીવન શરૂ થયું, દાદીના કડક નિયમ તેમજ કાયદાઓ પ્રિયાને જાણે બાંધવા લાગ્યા. સવારે દરરોજ વહેલા જાગીને મંદિરે જવું, પૂજાપાઠ કરવા, આ બધું પ્રિયાની સ્વતંત્ર જિંદગીથી ખૂબ જ અલગ હતું. રાહુલ પણ દાદીનો વિરોધ કરી નહોતો શકતો. પ્રિય ને આ બધું અસહ્ય લાગવા લાગ્યું, તે રાત્રે એકલી હોય ત્યારે રડી લેતી.
એક રાત્રે રાહુલ ની ઊંઘ અચાનક ખુલી ગઈ, એટલે સોફા ની બાજુમાં પડેલા પાણીની બોટલ લઈને તે પાણી પી રહ્યો હતો એવામાં તેનું ધ્યાન પલંગ પર પડ્યું.. પ્રિયા ત્યાં ન હતી, આજુબાજુ જોયું તો ખબર પડી કે પ્રિયા ગેલેરીમાં બેઠી હતી. ત્યાં બેઠા બેઠા તે રડી રહી હતી.
પ્રિયાને રડી રહેલી જોઈને રાહુલ જાણે તૂટી ગયો, તેને પ્રિયાની સમસ્યા વિશે દાદી સાથે વાત કરવાનો નિર્ણય લઈ લીધો. વાત કરી, થોડી ગરમ ચર્ચા થઈ ગઈ. પરંતુ રાહુલે પ્રિયાને પડતી મુશ્કેલી વિશે દાદીને વાત કરી, ઘરમાં જાણે તણાવ છવાઈ ગયો. દાદીએ કશો જવાબ જ ન આપ્યો.
બીજા દિવસે રાહુલ અને પ્રિયા દાદી પાસે ગયા. તેણે પ્રેમ અને આદર સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા. દાદી ભાવુક થઈ ગયા. તેમના પૌત્રનું દુ:ખ અને પૌત્રીનું સત્ય તેમના હૃદયને સ્પર્શી ગયું. તેઓએ પરિવારને ફરીથી જોડવાનું નક્કી કર્યું.