એક રમૂજભર્યો મેસેજ હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે, વાંચીને તમે પણ હસી પડશો…
પોતાના શિક્ષક પતિથી નારાજ થઈને પત્નીએ કહ્યું તમે તો મને બહાર જ લઈ નથી જતા અને બહાર જમાડતા પણ નથી આજે તો રાતના આપણે બહાર જમવા જવું છે.
શિક્ષક પતિ એ કહ્યું ભલે કાંઈ વાંધો નહીં તારી વાત પણ સાચી છે આપણે ઘણા સમયથી કશે બહાર જમવા નથી ગયા. તો આજે રાત્રે આઠ વાગે તૈયાર થઈને રહેજે હું આવું એટલે આપણે બંને ડિનર ડેટ પર જઇશું.
પત્ની એકદમ ખુશ થઈ ગઈ અને પતિ સ્કૂલે જતા રહ્યા.
સાંજે નોકરી માંથી માસ્ટર સાહેબ પાછા ફર્યા અને જે રીતે વાત થઈ હતી એમજ તેના પત્ની તૈયાર થઈને બેઠા હતા તરત જ શિક્ષકે કહ્યું ચાલો બહાર જઈએ.
થોડા સમયમાં પતિ પણ તૈયાર થઈ ગયા અને બંને લોકો બહાર જવા લાગ્યા.
બંને ગાડીમાં બેસીને નીકળ્યા રસ્તામાં થોડે આગળ નીકળ્યા કે તરત જ શિક્ષકે વાત ચાલુ કરી શું તું જાણે છે આજે તો ગજબ થઈ ગયું…
પત્નીએ પૂછ્યું કેમ શું થયું?
પતિએ કહ્યું આજે તો સ્કૂલે હું બેઠો હતો કે એક સાહેબે આવીને કહ્યું ચાલો આજે પાણીપુરીની પ્રતિસ્પર્ધા ગોઠવીએ, નક્કી કર્યા મુજબ ત્રણ સાહેબ પ્રતિસ્પર્ધા માટે તૈયાર થઈ ગયા અને હું પણ સાથે તૈયાર થઈ ગયો. એ બધામાંથી પ્રતિસ્પર્ધામાં હું જીતી ગયો મેં કુલ ૩૬ પાણીપૂરી ખાઈ ને બધાને હરાવી દીધા.
પત્નીએ તરત જ આશ્ચર્ય ચકિત થઈને કહ્યું અરે એમાં શું મોટી વાત છે એ તો બધા થી કરી શકાય.
પતિએ તરત જ કહ્યું હા એ વાત છે પરંતુ પાણીપુરીની પ્રતિસ્પર્ધામાં મને હરાવવું ખૂબ જ મુશ્કેલ છે.
પત્નીએ કહ્યું હું તો તમને ખુબ જ આસાનીથી હરાવી શકું છું.
પતિએ તરત જ જવાબ આપ્યો કે એ શક્ય જ નથી. તું રહેવા દે એ તારા બસની વાત નથી. અને પત્નીએ કહ્યું અરે તમે રહેવા દો તમે મારી સાથે પ્રતિસ્પર્ધા ન કરી શકો…
ચાલો આપણે અત્યારે જ પ્રતિસ્પર્ધા કરી અને જોઈએ કોણ જીતે છે…
એ બંને એક પાણીપુરીના સ્ટોર પાસે ઊભા રહ્યા અને ત્યાં પ્રતિસ્પર્ધા તરીકે એક પછી એક પાણી પુરી ખાવાનું શરૂ કરી દીધું. પરંતુ લગભગ વીસથી પચ્ચીસ જેટલી પાણીપૂરી ખાઈ ને શિક્ષક એ પાણી પુરી ખાવાનું છોડી દીધું.
અને પત્નીનું પેટ પણ ફૂલ ભરાઈ ગયું હતું તેમ છતાં તેના પતિ ને હરાવવા માટે એક પાણીપુરી તેનાથી વધારે ખાઈ લીધી અને તરત જ બોલી જો મેં કહ્યું હતું ને તમે હારી જશો. હારી ગયા ને તમે.
પતિએ કહ્યું અરે ભાઈ સાચે જ હારી ગયો હું તો…
આટલું કહીને પાણીપુરી વાળા ને પૂછ્યું ભાઈ કેટલા રૂપિયા થયા પાણીપુરી વાળા એ કહ્યું 120 રૂપિયા આપો.
પતિએ તરત જ 120 રૂપિયા પાણીપુરી વાળા ને આપી દીધા પછી પત્નીને કહ્યું ચલો હવે હોટલમાં જમવા જઈએ પત્નીએ કહ્યું અરે મારું પેટ ફુલ થઈ ગયું છે હવે બિલકુલ જગ્યા નથી. ઘરે જ પાછા લઈ લો.
પતિને પત્ની બંને ઘરે પાછા ફરી ગયા.
પત્ની પરત ફરતી વખતે એકદમ ખુશ હતી કારણ કે તે પાણીપુરી ની પ્રતિસ્પર્ધા જીતી ચુકી હતી.
અને શિક્ષક પણ એકદમ ખુશ હતા, કારણ કે એ સમજી ગયા કે શિક્ષક નો મુખ્ય હેતુ એ જ હોય છે કે ઓછા માં ઓછા ખર્ચમાં ફરીયાદી ને સંતુષ્ટ કરવાના હોય છે.
શું કહેવું તમારું? 🤣🤣🤣