પત્નીએ કહ્યું હું તમારી મમ્મીની એક વાત માનવાની નથી, મારે અલગ રહેવા જવું છે. એક સહેલીને મકાન શોધવા કહ્યું તો તેને એવો જવાબ આપ્યો કે પત્નીનો અલગ રહેવા જવાનો વિચાર…

હું ક્યાં મોઢે પાછા જવાનું કહું મેં જ મોટા ઉપાડે અલગ રહેવા માટે ગઈ હતી એક વખતે મારા પતિએ મારા સાસુ ને વાત કરી હતી પરંતુ મારા સસરા એ વાત સાંભળી ને એકદમ સાફ સાફ શબ્દો માં કહી દીધું કે તમારા તરફથી અમને એક વખત દગો મળ્યો છે અને અમે મહામુસીબતે તેમાંથી બહાર આવ્યા છીએ

હવે બીજી વખત દગો સહન કરવાની અમારી હિંમત નથી અને હવે તમે બહાર રહો છો ત્યાં રહો એજ સારું છે તમારા માટે અને અમારા માટે પણ ઘર ની બહાર નીકળવાનો રસ્તો બહુજ સરળ છે પણ જ્યાં સુધી માં બાપ ના આશ્રય માં રહો છો ત્યાં સુધી દુનિયાદારી ના ખરાબ અનુભવો થતા નથી

માતા પિતા ની સાથે રહેવા માં બંધન કરતા વધારે આઝાદી હોય છે પણ અફસોસ કે આપણને તે પસંદ નથી એક વખત ઘર ની બહાર નીકળ્યા પછી આપણને ખબર પડે છે આઝાદી મેળવવા માટે આપણે જ આપણા પગ માં જ સાંકળ લગાવીએ છીએ હું તારા થી ઉંમર માં અને અનુભવ માં મોટી હોવાથી પલક તને ચેતવણી આપું છું કે મારી વાત સમજી વિચારી ને તારે જે નિર્ણય કરવો હોય તે કરજે

પલક મન માં અને મન માં ઘર માં સાથે રહેવું કે અલગ થવું તેનું ગણિત ગણતી હતી અને અંતે નિર્ણય લઇ લીધો કે મારે બધી જવાબદારી માથે લઇ ને ગુલામી નથી કરવી ઘરે જઈ ને સાસુ સસરા ની માફી માંગી લઈશ અને કાયમ માટે સાથે જ રહીશ માતા પિતા ને આપણે સાથે રાખી શકતા નથી પણ માતા પિતા ની સાથે આપણે રહેવાનું હોય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

first published on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts