Site icon Just Gujju Things Trending

પત્ની રોકાવા ગઈ હતી ત્યારે અઠવાડિયા પછી પતિ લેવા ગયો તો સાસુએ કહ્યું કે…

મેહુલ અને પ્રિયંકા ના લગ્ન થયા ને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા, તેઓના લગ્ન તો લગભગ 25 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા, અને આજે તેઓની 25મી એનિવર્સરી ના દિવસે મેહુલ અને પ્રિયંકા બંને તેના ઘરની બહાર આવેલા સુંદર મજાના ગાર્ડન પાસે બેસીને હિચકાનો આનંદ માણતા માણતા એકબીજા સાથે જૂની વાતો કરી રહ્યા હતા.

અને થોડાક સમય પછી અચાનક બંને વર્ષો પહેલા જ્યારે લગ્ન થયા ત્યારે થોડા સમય પછીની વાતોમાં ખોવાઈ ગયા ત્યારે મેહુલે પોતાની વાત શરૂ કરતાં કહ્યું યાદ છે તને પ્રિયંકા આપણા લગ્નને હજુ બે વર્ષ પણ નહોતા થયા અને તે દિવસે સાસુમા મારા પર ગુસ્સે થઈ ગયા હતા.

એમાં વળી આ વાતો થઈ રહી હતી ત્યાં બાળકો પણ આવી ગયા ને એ નાની દીકરીએ કહ્યું પપ્પા મને એ વાત કરો, ત્યારે મેહુલભાઈએ તે વાત શરૂ કરતાં કહ્યું લગ્ન પછી હું અને તારી મમ્મી બંને અમદાવાદમાં રહેવા માટે ગયા હતા. કારણકે મારી નોકરી ત્યાં અમદાવાદમાં લાગી હતી.

તમારા દાદા દાદી બંને ગામડે જ રહેતા હતા, અને લગ્નના થોડા સમય પછી તમારી મમ્મી તેના પિયર વડોદરા રોકાવા માટે ગઈ હતી. તે અહીંયા થી પંદર દિવસ માટે ગઈ હતી અને એ ગયા પછી મારું તો જાણે રહેવાનું મુશ્કેલ થઈ ગયું. નોકરી ચાલુ હતી તો ત્યાં તો સમય જઈ રહ્યો હતો પરંતુ ઘરમાં બીજું કોઈ હતું જ નહીં દાદા દાદી પણ ગામડે રહેતા હતા.

જેમ તેમ કરીને એક અઠવાડિયું તો કાઢ્યું પછી તરત જ શનિવારે ગામડે પહોંચી ગયો શનિવાર અને રવિવાર પણ પપ્પા અને મમ્મીને બધા સાથે વીતી ગયો ખબર ન પડી પરંતુ સોમવારથી ફરી પાછો ઘરમાં એ જ શાંતિનો ઉદગાર. શું કરવું એની કંઈ સમજ નહોતી પડતી, અને એ કંઈ ફોનના જમાના નહોતા કે હું તારી મમ્મીને ફોન કરીને ઘરે બોલાવી લઉં અથવા પછી એની સાથે વાત કરી લો.

કોઈ વખત તેને ચિઠ્ઠી લખતો પરંતુ ખબર નહીં મને ખૂબ જ એમ થયું કે એના વગર આ ઘર મને ઘર જ નથી લાગતું જેમ તેમ કરીને એક અઠવાડિયું તો કાઢી લીધું પરંતુ ફરી પાછું બીજે દિવસે બોસને સવારથી ફોન કરીને કહી દીધું આજે મારે ઓફિસે રજા જોઈશે અને નીકળી ગયો તારી મમ્મીને લેવા માટે વડોદરા.

હવે એ સમયે તો બધા લોકોને એમ જ હતું કે પ્રિયંકા ત્યાં લગભગ મહિનો જેટલું રોકાવા આવી હશે પરંતુ આમ અઠવાડિયામાં અચાનક જ જમાઈ આવી ગયા એટલે બધાના ચહેરા ઉપર વિચિત્ર હાવ ભાવ જોવા મળતા હતા.. ખાસ કરીને મારા સાસુ હું ત્યાં ગયો તો મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા મારી સામે હસ્યા પણ ખરા પરંતુ ખબર નહીં કેમ તે બોલ્યા શું વાત છે? તમે તો મહિના દિવસ પછી આવવાના હતા ને?

અને મારો સ્વભાવ પણ એકદમ રમુજી એટલે મેં ફરી પાછું કહી દીધું કે અરે મહિનાની ક્યાં વાત કરો છો આ તો એમ કહો કે હું અઠવાડિયા પછી આવ્યો છું નહીં તો હું તો બીજે જ દિવસે આવવાના હતો, સાસુ માને પણ મારા રમુજી સ્વભાવની ખબર હોવાથી હસવા લાગ્યા અને કહ્યું કેમ આવી રીતે અચાનક આવ્યા.

બસ આટલી વાતચીત થઈ રહી હતી એવામાં પ્રિયંકા પણ આવીને સામે બેસી ગઈ, હું અને પ્રિયંકા જાણે મનોમન વાતો કરવા લાગ્યા સાસુમાનો પ્રશ્ન એક બાજુ રહી ગયો,. મેં તો તરત કહ્યું અરે પ્રિયંકાને લેવા માટે આવ્યો છું ત્યાં અમદાવાદમાં હું એકલો થઈ ગયો છું અને સારું રસોઈ પણ મળતી નથી. હમણાં તો બીમાર પડી ગયો હતો.

સાસુમા તરત જ વાત રોકીને વચ્ચે પૂછવા લાગ્યા અરે બીમાર? શું થયું હતું તમને? અત્યારે તો તબિયત સારી છે ને? મેં તરત જ કહ્યું હા હા હવે તો સારું થઈ ગયું છે, એક દિવસ તાવ આવી ગયો હતો.. મારી બીમારી વિશે સાંભળીને તરત જ કહ્યું પ્રિયંકા તારો સામાન પેક કરી લે અને જમાઈની સાથે ચાલી જા.

પ્રિયંકા મારી સામે જોઈને હસવા લાગી, જાણે મારી આ વાત તેને ખબર પડી ગઈ હોય તેમ મારી સામે જોઈને હસવા લાગી અને સાથે સાથે એ પણ ત્યાં જ આવવા માંગતી હતી. અમે બંને ત્યાંથી નીકળી ગયા અને સાસુમાને કહ્યું કે જમવા પછી ક્યારેક રોકાશું આજે મારે ઉતાવળ છે એમ કહીને હું પણ નીકળી ગયો.

ઘરે પહોંચી ગયા, રસ્તામાં પ્રિયંકાએ પણ મને કહ્યું કે મને પણ તમારા વગર ગમતું નહોતું,. મેં તો તરત જ કહી દીધું કે તો મોકલી દેવાય ને ચિઠ્ઠી હું લેવા માટે આવી જાત ને. આ બધું પૂરું થઈ ગયું અમે ઘરે પણ પહોંચી ગયા અને લગભગ આ વાતને એકાદ વર્ષનો સમય વીતી ગયો હતો ત્યારે પ્રિયંકા પ્રેગ્નેન્ટ હતી ત્યારે, લગભગ સાત મહિના જેટલો સમય થયો હશે.

મારે નોકરીના કારણે બહાર જવાનું થયું એટલે, બે દિવસ માટે બહાર જવાનું હતું તો સાથે સાથે પ્રિયંકા એ કહ્યું કે મારે આમ પણ પિયર રોકાવા જવાનું છે તો હું અત્યારથી જ જતી રહું છું. અને જાણે એક મહિનો ત્યાં રોકાવાની હોય એટલો ભારે ભરખમ સમાન પેક કરીને નીચે ઉતરી.

આ વખતે તો મેં પણ કંઈ કહ્યું નહીં, અને નોકરીના કારણે બહાર મિટિંગમાં જવાના બે દિવસ પણ પૂરા થઈ ગયા,. ફરી પાછું હું અમદાવાદ આવ્યો અને ફરી પાછી તારી મમ્મીની યાદો મને પરેશાન કરવા લાગી, મને ખબર નહીં કેમ પરંતુ અમદાવાદમાં કોઈ દિવસ તારા મમ્મી વગર ગમે જ નહીં. છોકરા પપ્પાની આ વાત સાંભળીને હસવા લાગ્યા.

પછી મેહુલભાઈ તેની વાત આગળ વધારતા કહ્યું કે હજી તો હું ઘરે આવ્યો અને બે દિવસ થયા હતા એવામાં એક ચિઠ્ઠી મળી ચિઠ્ઠીમાં પ્રિયંકા ની ચિઠ્ઠી હતી જેમાં ઘણું બધું લખ્યું હતું પરંતુ અંતિમ લાઈનમાં લખ્યું હતું કે એક અઠવાડિયું તો જેમતેમ કરીને કાઢી નાખ્યું છે, હવે લેવા આવી જાઓ. આઈ મિસ યુ સો મચ.

અને જેમ જેમ આ ચિઠ્ઠી હું વાંચતો જતો હતો તેમ તેમ મારી જિજ્ઞાસાઓ વધતી જતી હતી કે આખરે આ શું કહેવા માંગે છે પરંતુ જેવી અંતિમ લાઈન વાંચી કહેતા હતા જ જાણે નાઈટ ડ્રેસ પહેરેલો હતો તે જ ડ્રેસ પહેરીને હું ગાડી લઈને નીકળી ગયો વડોદરા જવા માટે.

રાતના લગભગ 10:00 વાગ્યાનો સમય થયો હશે ત્યારે હું ત્યાં પહોંચ્યો, મેં કપડાં પણ બદલાવ્યા ન હતા અને ત્યાં પહોંચ્યો એવામાં સાસુમા મારી સામે તાકી તાકીને જોવા લાગ્યા, આ વખતે તેનો ગુસ્સો આંખોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક મહિનાની તો વાત થઈ હતી અને ફરી પાછા અઠવાડિયામાં લેવા આવી ગયા, એવું તે મોઢેથી નહીં પરંતુ આંખેથી કહી રહ્યા હતા.

સાસુમા એ મને કહ્યું કે આ વખતે તો મહિના દિવસ તો રોકાવા દો, ફરી પાછા લેવા આવી ગયા કે શું? આટલું કહીને અનેક વાતો કરવા લાગ્યા પરંતુ રસોડામાંથી પ્રિયંકાએ ઈશારો કરીને તેની મમ્મીને અંદર બોલાવી. મારા સાસુ અંદર ગયા એટલે પ્રિયંકાએ તેને સાચી વાત કહી દીધી કે મેં જ ચિઠ્ઠી લખીને બોલાવ્યા છે.

મારે પણ જવું છે, તરત જ સાસુમાં બહાર આવી ગયા તેની આંખો ભીની હતી. મને લાગ્યું કે તેઓ રડી રહ્યા છે એટલે મેં તેને પૂછ્યું કે અરે તમે રડી કેમ રહ્યા છો? ત્યારે તેને મને જે જવાબ આપ્યો તે જવાબ મને આજે પણ યાદ છે અને જિંદગીભર યાદ રહેશે કારણ કે તેઓએ મને કહ્યું હતું કે આ તો હરખના આંસુ છે બેટા, જ્યારે દીકરીને તેના પિયરમાં મન ન લાગે અને તે સાસરે જવા માંગે આ વાત સાબિત કરી દે કે તે સાસરીમાં કેટલી સુખી છે, અને કોઈપણ દીકરી તેના સાસરીમાં સુખી હોય તો તેનું સૌથી વધારે ગર્વ દીકરીના માતા પિતાને થાય.

સાસુમા ને નમસ્કાર કરીને હું અને પ્રિયંકા ફરી પાછા નીકળી ગયા, અને થોડા સમય પછી તમારા બંનેના જન્મ થયા અને આજે એ વાતને પણ 25 વર્ષ થઈ ચૂક્યા છે. એવામાં તે એનિવર્સરી ની પાર્ટી રાખી હોવાથી બધા મહેમાન પણ આવી ગયા અને બધા લોકોએ એનિવર્સરી ની ઉજવણી કરી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમ જ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version