Site icon Just Gujju Things Trending

પતિ માતા ને ઘરમાં લઈ આવ્યો તો પત્ની ગુસ્સે થઈ ગઈ, પરંતુ થોડી જ ક્ષણો પછી તેનો ગુસ્સો અદ્રશ્ય થઈ ગયો કારણકે એ…

એક કપલ લગ્ન અંદાજે દસ વર્ષ પહેલા થયા હતા, એ કપલ પોતાના મા-બાપથી જુદુ પોતાની રીતે અલગ એક મકાનમાં રહેતા હતા. આમ તો બંને નુ પરિણીત જીવન એકદમ ખુશ ખુશાલ હતું, તેઓને બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. એમ કુલ મળીને ચાર સભ્યો રહેતા હતા.

પતિની આવક સારી હોવાને કારણે ઘર સારી રીતે ચલાવતો હતો ને દીકરા-દીકરીની દરેક ફરમાઈશ ને પૂરી કરતો.

એક દિવસ અચાનક પતિ તૈયાર થઈ રહ્યો હતો, એવામાં એનો ફોન રણક્યો અને થોડા સમય સુધી ફોન પર વાત કરી અને તૈયાર થઈને બહાર હોલમા આવ્યો. બહાર આવ્યો ત્યારે તેના મોઢા ના હાવભાવ થોડા બદલાઈ ગયા હતા, થોડો નિરાશ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતુ.

પત્નીને ફોન આવ્યા હોવાની જાણ થઇ હતી એટલે તેને પૂછ્યું કે હમણા કોનો ફોન આવ્યો હતો? એટલે પતિએ જવાબ આપતા કહ્યું કે બા નો ફોન આવ્યો હતો, ફોન ઉપર બા ખૂબ જ દુઃખી જણાતા હતા. મોટાભાઈ અને ભાભી હવે બાનુ બરાબર ધ્યાન રાખતા નથી કદાચ એટલે જ બા ખૂબ જ દુઃખી જણાઈ રહ્યા હતા.

અને હજુ તો એનો પતિ કંઈ પણ આગળ બોલવા જાય તે પહેલાં પત્ની બોલી મોટાભાઈ કેમ આપી બા નું ધ્યાન ન રાખતા હોય તો એમાં બા તમને શું કામ ફોન કરે છે, અને એ લોકો ધ્યાન ન રાખે તો આપણે તેમાં શું કરવાનું? એટલે પતિ એ સહજતાથી કહ્યું કે હું એવું વિચારતો હતો કે બાને આપણા ઘરે લઈ આવું. આવું મારે બિચારા આવી રીતે હેરાન થાય એ સારું ન લાગે, હું જીવતો હોય અને બા ને જરા પણ તકલીફ પડે એ કઈ રીતે ચાલે?

હજી તો આટલું સાંભળ્યું એમાં પત્ની ય જરા અવાજ ઉંચો કરી ને કહ્યું તમને જ્યારે હોય ત્યારે બા ની તકલીફ નો વિચાર આવે છે પરંતુ મારી તકલીફ નો કોઈ જ વિચાર આવતો નથી ને? બા આવશે એટલે મારું કેટલું કામ વધી જશે, મારી સ્વતંત્રતા તો જાણે બિલકુલ છીનવાઈ જશે, કાયમ મારે તેમની સેવામાં રહેવું પડશે એ અલગ અને આ બધું મને પોસાય નહીં માટે મહેરબાની કરીને તમે બા ને લઇને અહીં આવતા નહીં અને હવે પછી આવી વાત પણ કરતા નહીં.

તમને બહુ એવું લાગી રહ્યું હોય તો તમે બા પાસે આંટો મારી આવજો પરંતુ મારે બા આ ઘરમાં જોઈએ નહીં.

બીજા દિવસે સવારે ચા નાસ્તો કરીને પત્નીને કોઇ કામ હતું એટલે બહાર ગઈ. એવામાં પાછળથી હતી બા ને એમના ઘરે તેડી લાવ્યો. નીચેના રૂમમાં બા માટે થોડી રહેવાની વ્યવસ્થા કરી દીધી અને તેને જોઈતી વસ્તુ આપી અને ફરી પાછો પતી તેની ઓફિસે ચાલ્યો ગયો.

પત્ની ને બહારનું કામ પત્યું ત્યારે તે ઘરે આવી ત્યારે તેને જોયું કે નીચેના રૂમ નો કેટલોક સામાન હોલમાં પડ્યો હતો, આથી નક્કી નીચેના રૂમમાં કંઈક થયું હશે.

તરત જ પત્નીએ તેના પતિને ફોન કર્યો તમે હમણાં જ ઘરે આવો, પતિ થોડા સમય પછી ઘરે આવ્યો ત્યારે તરત જ તેને પત્ની એ પૂછ્યું કે આ સામાન રૂમમાંથી કેમ બહાર કાઢ્યો? એટલે પતિએ જવાબ આપતા કહ્યું કે મારાથી ન રહેવાયું એટલે હું બા ને તેડી લાવ્યો છું અને હાલમાં તે નીચેના રૂમમાં છે. બા નો સામાન નીચે રાખ્યો છે. એટલે ત્યાંથી વધારાનો સામાન કાઢીને અહિં હોલમાં રાખ્યો છે.

પતિનો આવો જવાબ સાંભળીને તરત જ પત્નિનો ગુસ્સો જાણે સાતમા આસમાન પર પહોંચી ગયો અને તે તરત જ તેના પતિ પર તાડુકી, મેં કહ્યુ હતુ છતાં પણ તમે બા ને લઈને આવ્યા, મને તમારી માં એક દિવસ પણ આ ઘરમાં જોઈએ નહીં. તમે મહેરબાની કરી એમને પાછા મુકી આવો નહીં તો હું મારા પિયર મારા બા પાસે જતી રહીશ.

એવામાં નીચેના રુમમાંથી કોઈ કશુ બોલ્યુ હોય તેવો અવાજ આવ્યો, અવાજ થોડો અલગ લાગ્યો એટલે પત્ની નજીક ગઈ તો અવાજ આવ્યો, “બેટા, તારે મારી પાસે આવવાની જરૂર નથી હું પોતે જ અહીંયા આવી ગઈ છું. જમાઈ એના બા ને નહીં પરંતુ તારી બા ને લાવ્યા છે, કારણકે તારી બાને જમાઈના ભાઇ ભાભી નહીં પરંતુ તારા ભાઈ ભાભી હેરાન કરતા હતા.” પોતાની માતા નો અવાજ સાંભળ્યો એટલે પત્નીનો ગુસ્સો જાણે એક ક્ષણમાં અદ્રશ્ય થઈ ગયો, દોડતી નીચે ઉતરીને તે રૂમ માં ગઈ અને દરવાજો ખોલ્યો. પોતાની માતા કેટલી હેરાન થઈ હશે અને તેના મોટાભાઈ અને ભાભી તને હેરાન કરતા હતા એવું વિચારીને પોતાની માને નજર સામે જોતાં જ તરતજ તે રડતા રડતા તેની માતાને ભેટી પડી.

એટલે તરત જ પતિએ તેની પત્નીને કહ્યું કે જો તું તારી મા ને આટલો પ્રેમ કરે છે તો શું મને મારી મા ને પ્રેમ કરવાનો કોઈ હક કે અધિકાર નથી?

તરત જ પત્નીને પોતાની ભૂલ સમજાઈ અને રડતા રડતા તે બીજું કશું બોલી શકી નહીં, બસ ખાલી પોતાના પતિને પણ ભેટી પડી. અને પોતાની માતા આ રીતે હેરાન થઈ રહી હતી તેને ભાઈ ભાભી પાસેથી લઈ આવવા માટે પોતાના પતિનો કઈ રીતે આભાર માનવો કે પછી પતિ ની માતા ના વિશે આવું ખરાબ ખરાબ બોલી તેની માફી કઈ રીતે માગવી તે આજે તેને સમજાઈ રહ્યું ન હતું.

ખરેખર દરેક સ્ત્રીએ પોતાના માતા-પિતાને જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ તેના સાસુ-સસરા ને પણ કરવો જોઈએ, અને જો આવું બની જાય તો કોઈપણ દીકરો એના મા-બાપથી જુદો ન રહે. દીકરી તરીકે તમે તમારા માતા પિતા ને તમારા ભાઈ અને તમારા ભાભી સાચવે એવી અપેક્ષા રાખો છો તો વહુ તરીકે તમારે તમારા સાસુ સસરાને સાચવવામાં શું તકલીફ પડે છે?

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી પહોંચાડશો, તેમજ કમેન્ટમાં આ સ્ટોરી ને રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version