એક કપલ હતું, લગભગ બંનેના લગ્ન થયા ને પાંચ વર્ષથી પણ વધુ વર્ષો વીતી ગયા હતા, બંને એકબીજાથી ખુશ જ હતા. તેમ છતાં કોઈ વખત નાનીમોટી વાતમાં બંને વચ્ચે લગભગ જે રીતે દરેક કપલ ને રકઝક થતી હોય છે તે રીતે રકઝક થઈ જતી, પરંતુ બંને ફરી પાછા એકદમ હેપી કપલ બની જતા.
એક વખત પત્નીને અચાનક જ શું મનમાં વિચાર આવ્યો પણ તે તરત જ એક કાગળ લઈને કંઈક લખવા બેસી ગઈ, થોડી વખત સુધી લખી રાખ્યું પછી તેને અચાનક તે કાગળ મૂકી દીધો.
શું લખી રહી હતી એ તો તેને જ ખબર હતી, પતિ પણ ઘરે હતો નહીં તેને કાગળમાં લખી ને કાગળ ને ડાઈનીંગ ટેબલ ઉપર રાખી દીધો. કાગળ માં શું કામ અને શા માટે લખ્યું હતું તેનું એક જ કારણ હતું કે પત્ની જોવા માંગતી હતી કે જો તે તેના પતિને છોડી ને જતી રહે તો તેના પતિ ઉપર શું વીતે તે જોવા માંગતી હતી. આથી તેને કાગળ તો ટેબલ ઉપર રાખી દીધો અને પોતે ઘરમાં જ સંતાઈને પતિ શું પ્રતિક્રિયા આપે છે તે જોવા માટે ગોઠવાઈ ગઈ.
પતિ-પત્નીના રૂટિન પ્રમાણે દરેક સાંજે પત્ની વહેલું જમવાનું તૈયાર કરી રાખતી અને પતિ જેવા ઓફિસેથી ઘરે આવે કે તરત જ બન્ને સાથે જમવા બેસી જતા. અને આ તેઓનો દરરોજનો રૂટિન હતો પરંતુ આજે કંઈક અલગ થવાનું હતું.
પતિ જેવો ઘરે આવ્યો કે પોતાની પત્નીને બૂમ મારી, હશે એ ક્યાંક કામમાં હશે એવું માનીને તરત જ ફ્રેશ થવા માટે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. ફ્રેશ થઈને પાછો આવ્યો ફરી પાછી પત્નીને બૂમ મારી પરંતુ સામેથી કશો જવાબ મળ્યો નહીં.
આમતેમ નજર કરી રસોડામાં જઈ આવ્યો પરંતુ પત્ની ક્યાંય દેખાતી હતી નહીં.
જોતજોતામાં તેની નજર ડાઇનિંગ ટેબલ પર પડી તો એમાં જમવાનું તૈયાર હતું નહીં અને એક ડિશ ઉપર કાગળ રાખી મૂક્યો હતો, પતિને થોડું આશ્ચર્ય થયું તેમ છતાં તેને એક આગળ ખોલીને જોયો.
કાગળ માં લખ્યું હતું કે હવે હું તમારી સાથે એક મિનિટ પણ રહી શકતી નથી, હું તમારી સાથે રહીને ખૂબ જ કંટાળી ગઈ છું અને હવે હંમેશને માટે હું ઘર છોડીને જઈ રહી છું.
પત્ર વાંચીને પતિ થોડા સમય સુધી કશું બોલ્યો નહીં અને ચૂપચાપ રહ્યા પછી કંઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ખિસ્સામાંથી બોલપેન કાઢીને એ જ કાગળ ની નીચે બીજું કંઈક લખવા માંડ્યો.
પછી કંઈક લખીને ફરી પાછો તે કાગળ જેમ હતો તેમ એ જ જગ્યાએ રાખી દીધો, આ બધું તેની પત્ની જોઈ રહી હતી પરંતુ સંતાઈને.
પછી પતિ પોતે એકદમ ખુશીથી જાણે પાગલ થઇ ગયો હોય એ રીતે રાડો પાડવા લાગ્યો, પોતાના મનપસંદ ગીત ગાવા માંડ્યા, અને સાથે સાથે ગીતના તાલ ઉપર નૃત્ય પણ કરવા લાગ્યો અને તે ફ્રેશ થઈને આવ્યો હતો એટલે કપડાં બીજા પહેર્યા હતા, પરંતુ હવે તેને બીજા કપડા પહેરી લીધા અને એકદમ વ્યવસ્થિત સરસ રીતે તૈયાર થઇને કોઈના ફોન લગાવ્યો અને કહ્યું કે હેલો આજે હું બધા જ બંધનમાંથી એકદમ ફ્રી થઈ ગયો છું, કદાચ મારી પત્ની ને કેજે સાવ મૂર્ખ જેવી હતી તેને સમજાઈ ગયું હશે કે તે કોઈ રીતે મારા લાયક હતી નહીં, એ ફોન મુક્યો અને ફરી પાછો બીજા કોઈને ફોન જોડ્યો અને તરત જ કહી દીધું કે હેલો ડાર્લિંગ, આજથી મારી પત્ની મને છોડીને હંમેશા માટે ચાલી ગઈ છે આજથી હું એકદમ ફ્રી થઈ ગયો છું અને અત્યારે જ મેં નવા કપડાં પણ પહેરી લીધા છે હમણાં જ તને મળવા આવું છું. તું પણ તૈયાર થઈને રહેજે હું હમણાં જ આવું છું.
બસ આટલું કહીને પોતાના નવા કપડાં પર સ્પ્રે છાંટી ને તરત જ પતી ઘરની બહાર નીકળી ગયો. આ બધું જોઈને પત્નીના આંખમાં આંસુ આવી ગયા, તે અંદરથી કેવું મહેસૂસ કરી શકતી હતી તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતું.
તેમ છતાં પતિએ તે કાગળ માં કંઈક લખ્યું હતું તે શું લખ્યું હશે તે જોવા માટે પલંગ નીચે સંતાઈ હતી ત્યાંથી બહાર આવી ને ડાઇનીંગ ટેબલ પાસે જઈને કાગળ ઉપાડીને જોયું,
કાગળ માં નીચે તેના પતિએ લખ્યું હતું કે અરે પાગલ, હું આવ્યો ત્યારે જ પલંગ નીચેથી તારા પગ મને દેખાઈ ગયા હતા. હું હમણાં જ સામેથી નાસ્તો લઈને આવું છું તું ફટાફટ તૈયાર થઇ જા આજે આપણે બહાર જમવા જઈશું.
અને અચાનક પત્નીના આંખમાં રહેલા આંસુ ક્યાં ગાયબ થઇ ગયા તેનો અણસાર રહ્યો નહીં. અને પોતાના લગ્ન જીવનમાં જાણે એક નવો યુગ શરૂ થયો હોય એવું તેને લાગ્યું.
થોડી જ વારમાં પતિ આવ્યા એટલે તે પણ તૈયાર થઈ ચૂકી હતી પરંતુ તેને કહ્યું કે મેં તો રસોઈ બનાવી નાખી છે ખાલી રસોડામાં જ પડી છે ડાઈનીંગ ટેબલ ઉપર મૂકી હતી નહીં. તો પતિએ જવાબ આપ્યો કે ભલે આજે રસોઈ બની ગઈ હોય પરંતુ આપણે તો આજે બહાર જમવા જઈશું, એમ કહીને પતિ તેની પત્નીને ભેટી પડ્યો. અને પત્ની પણ સ્મિત સાથે તેને ભેટી પડી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને આ સ્ટોરી ને કમેંટ સેક્શન માં રેટીંગ આપજો.
તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.