મરતા-મરતા પિતાએ આપી એવી સલાહ કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું
એક ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું. તેમાં કુટુંબના વડીલ બીમાર પડ્યા. આથી તેને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે ત્યારે મને આ ફાટેલું મોજુ(સોક્સ) પહેરાવીને રાખજે. અને આ ઇચ્છા મારી પૂરી કરજે.
અને થોડા સમયમાં પિતાજી નું મૃત્યુ થઈ ગયું.આથી દીકરાએ ઘેર આવેલા પંડિતને પોતાના પિતાની આખરી ઇચ્છા જણાવી. પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં અંતિમયાત્રામાં કોઈપણ ને કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી. પરંતુ દીકરાએ પિતાજીની આખરી ઈચ્છા પૂરી કરવાની જાણે પ્રતિજ્ઞા જ લઈ લીધી હતી. ધીમે ધીમે કરતાં વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ. પરંતુ કોઈ પંડિતે આ પરવાનગી આપી નહિ. અને છેલ્લે કાંઈ નિર્ણય આવ્યો નહીં.
આથી દિકરો નીરાશ થઈ ગયો. એટલા માં ત્યાં ઉભેલા બધા માણસો માંથી એક માણસ દીકરાની નજીક આવ્યો. અને દીકરાના હાથમાં તેના પિતાજી એ લખેલો એક કાગળ આપ્યો. દીકરાએ ભીની આંખે એ કાગળ વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે,