મરતા-મરતા પિતાએ આપી એવી સલાહ કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ, દરેકે વાંચવું
“મારા વ્હાલા દિકરા, તું જોઈ રહ્યો હશે કે આપણી પાસે ખૂબ પૈસા, બંગલાઓ, ગાડીઓ બધું જ છે પરંતુ હું એક ફાટેલુ મોજુ પણ સાથે નથી લઈ જઈ શકતો. એક દિવસ તારે પણ મારી જેમ મૃત્યુનો સામનો કરવાનો આવશે, અત્યારથી જ હોશિયાર થઈ જજે, તારે પણ માત્ર એક સફેદ કપડામાં જ જવું પડશે. આથી કોશિશ કરજે કે, પૈસા માટે કોઈને દુઃખ ન આપતો, ખોટા રસ્તેથી ધન એકઠું ના કરીશ, પૈસાને ધર્મના કાર્યમાં જ વાપરજે. બધાને એ જાણવાનો અધિકાર છે કે શરીર છૂટ્યા પછી માત્ર કર્મ જ સાથે જાય છે. પરંતુ છતાં પણ માણસ પૈસા પાછળ ત્યાં સુધી ભાગતો રહે છે જ્યાં સુધી તેનું મૃત્યુ નથી થઈ જતું. બેટા અમુક વાતો ને જીંદગી ભર યાદ રાખજે જેમ કે જે લોકો તમારી સાથે દિલથી વાત કરી રહ્યાં હોય તેને કદી પણ દિમાગથી જવાબ ન આપવો. એક વર્ષમાં 50 મિત્રો બનાવવા એ સામાન્ય બાબત છે. પરંતુ ૫૦ વર્ષ સુધી એક મિત્ર સાથે મિત્રતા નિભાવવી એ ખાસ બાબત છે. એક મિનિટમાં જીંદગી નથી બદલતી. પરંતુ એક મિનીટ વિચાર્યા બાદ લખીને નિર્ણય લેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે.”
આ સલાહ એક પિતાજીએ એક દીકરાને આપી છે. પરંતુ આ જ સલાહ આપણા બધાને લાગુ પડે છે અને જીવનમાં ઉતારવાની જરૂર છે. આ વાત વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રો તેમજ સગા-સબંધીઓ જોડે અચૂક શેર કરજો. અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટીંગ પણ આપજો.