પિતાએ દીકરીને પૈસા ઉછીના લઈને ડોક્ટરનું ભણાવી, રીઝલ્ટ ના દિવસે દીકરીના બદલે ફોન આવ્યો અને ફોનમાં કહ્યું તમારી દીકરીએ…
તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે મારી પાસે મારી થોડી બચત કરેલી હતી, અને થોડા પૈસા બીજે ક્યાંકથી ગોઠવણી કરીને હું તારા માટે એ ડ્રેસ લઇને આવ્યો. રીઝલ્ટ તો ખૂબ જ સારું આવ્યું છે, પરંતુ રીઝલ્ટ ગમે તેવું આવ્યું હોત તો પણ તું કહે તે લેવા માટે હું કાયમ કોશિશ કરું છું.
ડ્રેસ મળી ગયો એટલે દીકરી એકદમ ખુશખુશાલ થઈ ગઈ હતી, શાળામાં અભ્યાસ પૂરો થઈ ગયો હોવાથી હવે તેને આગળ શું કરવું તેની ચર્ચા થવા લાગી, તેને ડોક્ટર બનવાની ઇચ્છા હતી. પરંતુ આ ભણતર માટે ફ્રી ખૂબ જ ઊંચી ચૂકવી પડે તેમ હતી.
તેમ છતાં પેટે પાટા બાંધીને પણ તેના પિતાએ ફી ભરી અને દીકરીને ડોક્ટર બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો.
દીકરી ના ડોક્ટર નો અભ્યાસ સારો એવો ચાલી રહ્યો હતો હવે એનું છેલ્લું વર્ષ એક જ બાકી હતું. પરંતુ આ વખતે તેની ફી કોઈ કાળે ભરી શકાય તેમ ન હતી.
તેમ છતાં તેના પિતાએ તેના મિત્ર પાસેથી ઉછીના લઈને ગમે તેમ કરીને છેલ્લા વર્ષની ફી ભરી.
ફી ની રકમ બહુ મોટી હતી એટલે ઘરમાં પત્ની પણ કહેવા માંડી કે હવે તમે જરા તમારું પણ વિચારજો આટલા બધા પૈસા ક્યાંથી લાવો છો? એટલે પત્નીને કહ્યું કે મેં મારા મિત્ર પાસેથી લીધા છે, દીકરી ડોક્ટર બની જાય તે આપણું સપનું છે. પૈસા તો ફરી પાછા હું કમાઈ લઈશ.
અને હા આ મિત્ર પાસેથી ઉછીના લીધા ની વાત દીકરીને ન થવી જોઈએ કારણકે હું જરા પણ ઇચ્છતો નથી કે તેને આ વાતની જાણ થાય અને એ દુઃખી થાય.
દીકરી ઘર નું છેલ્લું વર્ષ પૂરું થઈ ગયું, પરીક્ષા પણ આપી ગઈ પરિણામનો દિવસ હતો. પિતાને આશા હતી કે દીકરી ઘરમાં ડૉક્ટર બનીને આવશે…
પરંતુ દીકરી ની જગ્યાએ એક ફોન આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે તેની દીકરી એ કોઈ કારણોસર આ*પ*ઘા*ત કરી લીધો છે. ફોનમાં શું જવાબ દેવો તે કંઈ ભાન ન રહ્યું, તેના પિતા ત્યાં ને ત્યાં બે*ભા*ન થઈ ગયા.
ખબર પડી કે દીકરીને પ્રેમમાં દ*ગો મળ્યો એટલે તેને આ*પ*ઘા*ત કરી લીધો. હવે આમાં કોણ મ*ર્યું? જો કોઈપણ લોકો માટે પ્રેમ બધું જ હોય, અને તમે તમારો પ્રેમ ગુમાવી દો તો ખરેખર એક વખત વિચારવા જેવી વાત છે કે તમારા માતા પિતા નું શું થતું હશે? કારણકે તમને તો કદાચ બીજો પ્રેમ મળી પણ જશે, પરંતુ તમારા માતા પિતાને એમના પ્રિન્સ/પ્રિન્સેસ ક્યારેય નહીં મળે.
જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને કોમેન્ટમાં આ લેખને રેટિંગ પણ આપજો.
first appeared on justgujjuthings.com