પિતાએ વિદાય વખતે દીકરીને અગરબત્તીનું પેકેટ આપ્યું, સાસુએ તે જોઈને મોઢું બગાડ્યું, પરંતુ તે પેકેટમાંથી એવું નીકળ્યું કે…

એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી પરણીને સાસરે ગઈ હતી. લગ્ન પછી પહેલી વખત તે તેના પિયર આવી હતી. માત્ર બે દિવસનાં રોકાણ પછી તે ફરી સાસરે જવાની હતી, ત્યારે તેનાં પિતાએ તેને વિદાય આપવા માટે તૈયાર થયા.

દીકરીના બાપ તેના મોંઢા પર સ્મિત સાથે કેટલીક ભેટ લઈને આવ્યા. “બેટા, તને કેટલીક ભેટ આપવા માંગું છું,” તેમણે પ્રેમથી કહ્યું. દીકરીએ જોયું કે તેના પિતા પાસે આકર્ષક રીતે લપેટેલા કેટલાક પેકેટ હતા અને તેની સાથે એક સાધારણ જેવું અગરબત્તીનું પેકેટ પણ હતું.

પિતાએ કહ્યું, “તું સાસરે જઈને સવારે પૂજા કરતી વખતે આ અગરબત્તી માંથી એક પ્રગટાવજે અને તારા ભગવાનની પૂજા કરજે.”

આ સાંભળીને દીકરીની માતાને આશ્ચર્ય થયું. “આ શું કરો છો? દીકરી સાસરે જઈ રહી છે અને તમે તેને અગરબત્તી આપો છો? કેવું લાગશે?”

દીકરી પણ થોડી અચંબિત થઈ, પરંતુ પિતાનું કહેવું માનવા તેણે પેકેટ સ્વીકારી લીધું. તેના પિતાએ તેમના ખિસ્સામાંથી થોડા રૂપિયા પણ કાઢ્યા – જેટલા તેમની પાસે હતા તે બધા – અને દીકરીના હાથમાં મૂકી દીધા.

“આ પણ રાખ,” તેમણે કહ્યું, તેમના ચહેરા પર એક પ્રેમાળ સ્મિત સાથે. “તારા સાસરે એના ઉપયોગ કરજે.”

દીકરી સાસરે પહોંચી ત્યારે, તેણે તેની સાથે લાવેલી ભેટ અને રૂપિયા તેની સાસુને બતાવ્યા. તેની સાસુએ ભેટો પર નજર ફેરવી અને તેમાં કંઈ ખાસ મૂલ્યવાન ન દેખાતાં, અગરબત્તીના પેકેટને જોઈને તેમના મોઢા પર નારાજગી છવાઈ ગઈ.

“શું તારા પિતાએ તને અગરબત્તી આપી?” તેમણે અચંબિત થઈને પૂછ્યું. “ચાલો, કાલે પૂજા કરતી વખતે બધી અગરબત્તી સળગાવી નાખજે.”

બીજા દિવસે સવારે, દીકરી પૂજા કરવા માટે મંદિરના રૂમમાં ગઈ. તેણે તેના પિતાએ આપેલું અગરબત્તીનું પેકેટ ખોલ્યું, અને તેમાંથી એક અગરબત્તી કાઢવા જતાં તેને એક વાળેલો કાગળ મળ્યો.

તેણે કાગળ ખોલ્યો અને તેમાં તેના પિતાના હસ્તાક્ષરમાં લખેલા શબ્દો વાંચ્યા:

“મારી વહાલી દીકરી,