Site icon Just Gujju Things Trending

ભારત નો બોમ્બમારો ખાલી જોતું રહી ગયું પાકિસ્તાનનું ફાઈટર જેટ F-16

ભારતના મિરાજ 2000 ફાઈટર જેટ એ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને બોમ્બ મારીને ઉડાવી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ભારત હુમલો કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન ઈચ્છા હોવા છતાં તે ભારતના જેટુ પર હુમલો કરી શક્યું નહીં. અને આનું શું કારણ હતું, ચાલો જાણીએ

પાકિસ્તાનના ભારતીય જેટ ઉપર હમલા ન કરવાના સવાલ પૂછવા પર રિટાયર્ડ મેજર જનરલનું કહેવું એવું હતું કે એ લોકોનું ફાઈટર જેટ F16 વધુમાં વધુ ત્રણ જેટ પર હુમલો કરી શકે. પરંતુ ભારતના 12 મિરાજ જેટ ના ફોર્મેશન ઉપર F16 હુમલો કરી શકે નહીં, અને તે હુમલો કરવા માટે સફળ પણ થઈ શકત નહીં.

Image for Representation Only

F-16 એ પાકિસ્તાનના ફાઈટર જેટ છે જેને અમેરિકા ના એરફોર્સે તૈયાર કર્યા છે. આ પણ મિરાજ ની જેમ મલ્ટીરોલ ફાઈટર જેટ છે. અમેરિકા પાસે 2000 જ્યારે દુનિયાના બાકી દેશો પાસે 2500 F 16 જેટ છે.

F-16માં નવ જેટલા હાઈ પોઇન્ટ હોય છે જેમાં હથિયારોને ફીટ કરી શકાય છે. હવા માથી હવામા અને હોવાથી જમીન ઉપર પણ આ એરક્રાફ્ટ થી હુમલો કરી શકાય છે. આ એરક્રાફ્ટ ઘણા પ્રકારની અત્યાધુનિક મિસાઈલ પણ ફાયર કરી શકાય છે. આ એરક્રાફ્ટ ની top speed 2400 kmph છે.

Image for Representation Only

જણાવી દઈએ કે આ સિવાય પણ F-16 મા ઘણી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે જે અત્યાધુનિક છે. અને આમાં ફ્લાઇટ દરમિયાન પણ ઈંધણ ભરી શકાય છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન ઉપર ભારતની કાર્યવાહીમાં ભારતના ફાઈટર જેટ મિરાજ 2000 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન ઉપર 1000 કિલો ના બોમ્બ છોડવામાં આવ્યા હતા.

Image for Representation Only

અને આ ઘટનાને લઈને પાકિસ્તાનના સેનાના પ્રવક્તા એ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખા નું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન વાયુસેનાએ તુરંત કાર્યવાહી કરી હતી. અને ભારતીય વિમાન પાછા થઈ ચૂક્યા છે.

જોકે સોશિયલ મીડિયામાં તેના આ બયાન નો લોકો મજાક ઉડાવી રહ્યા છે. તેમજ આ સિવાય પણ ભારતે ઘણી એવી તૈયારીઓ કરી નાખી છે જેમાં પરિસ્થિતિ વણસે તો ભારત હંમેશ માટે તૈયાર રહે છે.

અમુક રિપોર્ટ્સ અનુસાર ભારતીય જેટ નો સામનો કરવા પાકિસ્તાનના ફાઈટર જેટ F-16 ઉડ્યા હતા, પરંતુ ભારતીય જેટ ની સંખ્યા જોઈને તેઓ પાછા ફરી ગયા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version