Site icon Just Gujju Things Trending

પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું

ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ થયા હતા.

એટલું જ નહીં આતંકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પોને પણ ઉડાડી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આ ઓપરેશન ને 26 તારીખે સવારે 3.30 વાગ્યાની આસપાસ અંજામ આપ્યો હતો. અને આની ઓફિશિયલ રીતે જાણકારી વિદેશ સચિવ એ આપી હતી.

તેને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ભારતે એર strike કરીને બાલાકોટમાં ઘૂસીને તેના ટેરરિસ્ટ કેમ્પ વગેરેને નષ્ટ કર્યા હતા. અને આવું સફળ ઓપરેશન કર્યા પછી પાકિસ્તાનની હાલત ખરાબ થઇ ગઇ હતી. એક ઉપર એક મિટિંગ બોલાવતા ગયા હતા.

અને તેઓએ અંતે એવો પણ બફાટ કર્યો હતો કે અમે પણ આનો બદલો લેશું. અને હાલમાં પ્રાપ્ત સમાચાર અનુસાર પહેલા એવી ખબરો આવી હતી કે બે પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. અને પછી તેને ભગાડી દેવામાં આવ્યા હતા.

અને તાજેતરના સમાચાર અનુસાર આજે સવારે પાકિસ્તાનનું વિમાન F-16 ભારતની સીમામાં નવસેરા સેક્ટરમાં દાખલ થયું હતું, અને એ જ્યારે પરત ફરી રહ્યું હતું ત્યારે ભારતીય વાયુ સેનાએ જવાબી પ્રહારથી આ વિમાનને તોડી પાળ્યું હતું. અને અત્યાર સુધી મળેલી ખબરો અનુસાર વિમાનમાંથી પેરાશૂટ નો પ્રયોગ થતા જોવામાં આવ્યો છે. પરંતુ પાયલોટની સ્થિતિ શું છે તે અજાણ છે.

અને આ તોડીપડેલું વિમાન ત્રણ કિલોમીટર પાકિસ્તાની ક્ષેત્ર લામ વૈલી પડ્યું હતું. પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ભારતીય સીમામાં બે વિમાનો એ પ્રવાસ કર્યો હતો અને બાદમાં તેને ભગાડી દેવામાં આવ્યા હતા. હવે તાજા જાણકારી અનુસાર ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું વિમાન તોડી પડાયું છે. ભારતીય વાયુ સેનાએ તેનો પીછો કરીને તેના ઉપર હુમલો કર્યો છે. અને હાલ સીમા ઉપર ખુબજ તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

Image for Representation Only

અને આ બધાની વચ્ચે દિલ્હીમાં પણ સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય એ મહત્વની બેઠક બોલાવી હતી. અને આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ મોજૂદ હતા. આ મિટિંગમાં દેશની આંતરિક સુરક્ષાના વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી છે.

પાકિસ્તાન આપણી એર strike કર્યા બાદ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને હાઈ એલર્ટ પર છે. દિલ્હી મુંબઇ સહિત ગુજરાતના શહેરોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અને જણાવી દઈએ કે ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની મીડિયા અને સંસદમાં અફડાતફડી મચી ગઇ છે. પાકિસ્તાની સાંસદોએ ગઈકાલે જવાબી કાર્યવાહીની માંગ કરી હતી.

જોકે પાકિસ્તાનના લડાકુ વિમાનો જેવા અંદર ઘુસ્યા કે તરત જ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુ સેનાએ તેને પાછા ભગાડી દીધા હતા. વાયુસેનાનું આ એક બીજુ સાહસ પણ સામે આવી રહ્યું છે. હજી પૂરા સમાચાર બહાર આવ્યા નથી એવો પણ જણાવાઈ રહ્યું છે કે એક ઇન્ડિયન એર ક્રાફ્ટ પણ ક્રેશ થયું છે. પરંતુ આ ની હજી અધિકારિક રીતે જાણકારી મળી નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version