પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો
પાકિસ્તાનના આતંકી કેમ્પોમાં કરેલી કાર્યવાહીથી પાકિસ્તાને સીમાનું ઉલ્લંઘન કરીને આપણી સરહદ માં પાકના લડાકુ વિમાનો ઘૂસી ગયા હતા, જેની જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન એર ફોર્સ તુરંત કાર્યવાહી કરીને તેને પાછા ભગાડી દીધા હતા.
આ એંગેજમેન્ટ દરમિયાન ભારતે પોતાનું એક મિગ વિમાન ગુમાવ્યું હતું અને તેના પાયલોટ સુરક્ષિત રીતે વિમાનમાંથી તો બહાર નીકળી ગયા હતા પરંતુ તેઓ સીમાની પેલે પાર એટલે કે POK માં જઈને લેન્ડ થયા હતા. જ્યાં તેને પાકિસ્તાનની આર્મી દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
ગઈકાલે સવારે અપાયેલા મીડિયા બ્રીફિંગમાં જાણકારી અપાઇ હતી કે આપણું એક લડાકુ વિમાન PAF સાથે થયેલી એંગેજમેન્ટ માં ક્રેશ થયું છે. અને તેના પાયલોટ મિસિંગ છે. પાકિસ્તાને સવારે એવો દાવો કર્યો હતો કે તેને ભારતીય બે વિમાન તોડી પાડયા છે અને તેની પાસે આ બે વિમાનના પાયલોટ કસ્ટડીમાં છે.
પરંતુ આખરે તેના દ્વારા બોલવામાં આવેલા જૂઠાણાને ભારતીય આર્મીની ત્રણેય વિંગ એ ઉઘાડું પાડી દીધું હતું. જેમાં ત્યાર પછી પાકિસ્તાને સ્વિકાર્યું હતું કે તેની પાસે એક જ પાયલોટ છે. આ સિવાય અમુક ખબરો અનુસાર પાક પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી.
અને ત્યાર પછી ગઈકાલે તેને એવું ઘોષિત કર્યું હતું કે ભારતીય પાયલોટ ને આવતીકાલે એટલે કે આજે ભારત મોકલવામાં આવશે. તેને એવું પણ કહ્યું હતું કે આ એક શાંતિના જેસ્ચર તરીકે પગલું ભરાયું છે. પરંતુ હકીકત શું છે એ લગભગ બધા જાણે છે.