પાઈલોટના પરિવારને જોઈને ફ્લાઈટમાં બધા એ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જુઓ વિડિયો

આજે પાયલોટ ભારત પરત આવવાના છે તેનાથી ભારતના નાગરિકોમાં ખુશી નો પાર નથી, અને દરેક લોકો આ પાઇલોટની બહાદુરીના અને તેના વર્તનના વખાણ કરી રહ્યા છે.

આજે તેને જ્યારે ભારત લવાશે ત્યારે તેનો પરિવાર જ્યારે તેને ફ્લાઈટમાં લેવા આવી રહ્યા હતા, ત્યારે ફ્લાઈટમાં દરેક લોકોએ તેના પરિવારને ઉભા થઈને સન્માન આપ્યું હતું. કારણકે આખરે ભારતના ગૌરવવંતા પુત્રને લેવા તેનો પરિવાર જઈ રહ્યો છે.

જુઓ વિડિયો

ખબરો અનુસાર અંદાજે પાંચ વાગ્યે તેને ભારતમાં લાવવામાં આવશે. આ ખબરો સાથે સોશિયલ મીડિયા પર #WelcomeHomeAbhinandan ટ્રેન્ડિંગ થઈ ગયું હતું.