પુલવામામાં શહીદ જવાનોના બાળકો ના ભણતર, નોકરી અને ઘરખર્ચ ઉપાડશે મુકેશ અંબાણી
ગુરૂવારે થયેલા હુમલામાં આપણા CRPFના 40 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી આખા દેશમાં દુઃખ પણ છવાયું હતું અને લોકોમાં આક્રોશ પણ ઉત્પન્ન થયો છે. સોશિયલ મીડિયામાં લગભગ દરેક લોકો હવે આ હુમલાના બદલાની માંગ કરી રહ્યા છે.
એવામાં સારા સમાચાર એ છે કે રિલાયન્સ ફાઉન્ડેશન એ પુલવામામાં શહીદ થયેલા CRPF ના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવતા નિર્ણય લીધો હતો કે તેના બાળકોના ભણતર થી માંડીને નોકરી ની પૂરી જવાબદારી તેઓ ઉપાડશે. આ ઘોષણા તેઓએ કરી હતી.
આ સાથે રિલાયન્સ એ કહ્યું હતું કે રિલાયન્સ ફાઉન્ડેશન શહીદ થયેલા પરિવારોના ઘરખર્ચની પૂરી જવાબદારી લેવા પણ તૈયાર છે. તેઓએ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા ઉપર થયેલા બર્બરતાપૂર્વક ના હમલા ને લઈને ભારતના 1.3 અરબ લોકો સાથે રિલાયન્સ પરિવાર પણ આક્રોશમાં છે.