જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલા પછી એક પછી એક સરકાર મોટા પગલાં ભરી રહી છે. આતંકીઓની ચેતવણી પણ આપી દીધી છે, કે સેના નક્કી કરે ત્યારે સેના નક્કી કરે એ સમયે બદલો લેવાશે. એટલું જ નહીં પાકિસ્તાનથી આયાત કરાતી વસ્તુઓમાં ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 200 ટકા કરી દેવામાં આવી છે. આ પણ એક મોટું પગલું કહી શકાય.
તેમજ પાકિસ્તાન પાસેથી એમ એફ એન સ્ટેટસ પણ પાછું ખેંચવામાં આવ્યું છે. જેના કારણે વ્યવસાયિક રૂપે પાકિસ્તાનને કંઈ નુકસાની થઇ શકે તેમ છે.
હવે બીજું એક મોટું પગલું ભરતા કાશ્મીરી અલગાવવાદીઓને મળેલી સુરક્ષા છીનવી લેવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ નેતાઓમાં પાંચ નેતા સામેલ છે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર આ અલગાવવાદીઓને અપાઈ રહેલી સુરક્ષા અને બીજા વાહનો આજે પાછા લેવામાં આવશે. અને કહેવામાં આવ્યું છે કે કોઈપણ અલગાવવાદી ને સુરક્ષા બળ હવે કોઈપણ પરિસ્થિતિમાં સુરક્ષા આપશે નહિ. આ સિવાય જો તેઓને સરકાર તરફથી કોઈ અન્ય સુવિધાઓ આપવામાં આવી હોય તો તે પણ તત્કાલ પ્રભાવથી જ પાછી ખેંચવામાં આવશે.
આની સાથે હવે પોલીસ મુખ્યાલય કોઈપણ અન્ય અલગાવવાદીઓને મળેલી સુરક્ષા તેમજ અન્ય વ્યવસ્થાની સમીક્ષા કરશે અને તેને પણ તુરંત જ પાછી ખેંચવામાં આવશે.
જ્યારે ગૃહ મંત્રી રાજનાથ સિંહે બે દિવસ પહેલા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઘણા તત્વો એવા છે જેને અન્ય આતંકી સંગઠનો સાથે કે દુશ્મન દેશની એજન્સીઓ સાથે સાઠગાંઠ છે. તેઓને મળેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે.અને આજે આ પગલું ભરાઈ ચૂક્યું છે.
જ્યારે હુમલા પછી દેશમાં ચારે બાજુ દુઃખ અને આક્રોશ નો માહોલ છે. અને દરેક લોકો જવાનોની શહાદતનો બદલો માંગે છે. ત્યારે સરકાર પણ એક્શનમાં નજરે આવી રહી છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં પણ ગૃહ મંત્રી રાજનાથ સિંહના ઘર પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરતા એકવાર ફરીથી પુલવામામાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મેં કાલે પણ કહ્યું છે અને આજે પણ કહી રહ્યો છું. પુલવામામાં થયેલા શહીદોનાં બલિદાન વ્યર્થ નહીં જાય. આતંકના આકાઓ ગમે તેટલા છુપાવવાની કોશિશ કરે પરંતુ તેઓને સજા જરૂરથી આપવામાં આવશે.