આકાશમાં ભારતની સર્જીકલ સ્ટ્રાઈક, ત્રણ મિનિટમાં તોડી પડાયું સેટેલાઈટ: પ્રધાનમંત્રી મોદીએ આપી જાણકારી
પ્રધાનમંત્રી મોદીએ આજે એટલે કે બુધવારે દેશ ને સંબોધિત કરવાની વાત કરી હતી, હકીકતમાં તેઓએ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ આજે દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને, આ એક મહત્ત્વપૂર્ણ વાતચીત હશે. ત્યાર પછી આખા દેશમાં અટકળો ચાલુ થવા લાગી હતી કે તેમાં મહત્વપૂર્ણ વાતચીતમાં શું હશે?
થોડા સમય પછી પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધતા કહ્યું હતું કે આજે થોડા સમય પહેલા ભારતે એક મોટી ઉપલબ્ધિ સિદ્ધ કરી છે. ભારતે અંતરિક્ષમાં ખૂબ જ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે, જેમાં અમેરિકા, ચીન અને રશિયા પછી આ કરવામાં ભારત ચોથો સૌથી મોટો દેશ બન્યો છે.
તેને સંબોધતા કહ્યું હતું કે ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઈટને તોડી પાડ્યો છે. ભારતે આ સેટેલાઈટ ને તોડી પાડવાના મિશનને મિશન શક્તિ નામ આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ભારત એક અંતરિક્ષમાં પણ મહાશક્તિ બની ગયો છે. તેને જણાવ્યું કે સેટેલાઈટ ને તોડી પાડવું તે એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું, જે મિશનને માત્ર ત્રણ મિનિટમાં પૂરું કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો એ આ મિશ્રણના બધા લક્ષ્યોને હાસલ કર્યા છે, અને આના માટે ભારતમાં જ બનાવવામાં આવેલ સેટેલાઈટ નો ઉપયોગ કરાયો હતો. આજે ભારત પાસે પર્યાપ્ત સંખ્યામાં સેટેલાઈટ છે જે રક્ષા, સંચાર, કૃષિ, સુરક્ષા સહિત ઘણા ક્ષેત્રોમાં સહાયમાં આવી રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે ભારતની કોશિશ કોઈપણ દેશને નુકસાન પહોંચાડવા માટે નથી, પણ પરંતુ સંપુર્ણ પણ એ રક્ષાત્મક રવૈયો અપનાવવા માટે છે. આ ઓપરેશન માં કોઈપણ જાતની સંધી નો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેનાથી દેશમાં સુરક્ષા અને શાંતિનો માહોલ બરકરાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતની કોશિશ યુદ્ધનો માહોલ બનાવવાની નહીં પરંતુ શાંતિ જાળવવાની છે.