આકાશમાં ભારતની સર્જીકલ સ્ટ્રાઈક, ત્રણ મિનિટમાં તોડી પડાયું સેટેલાઈટ: પ્રધાનમંત્રી મોદીએ આપી જાણકારી
આની પહેલા પણ 8 નવેમ્બર 2016 ના દિવસે પ્રધાનમંત્રી અચાનક દેશને સંબોધિત કરીને ખૂબ જ મોટો ફેંસલો લીધો હતો, આથી આ વખતે જ્યારે તેને જણાવ્યું કે તેઓ દેશને સંબોધિત કરવાના છે. ત્યારે આખા દેશમાં જુદી જુદી અટકળો ચાલી રહી હતી કે પ્રધાનમંત્રી મોદી શું જાહેરાત કરવાના છે? અંતે ભારતને ગર્વ લેવા જેવી બાબત ની પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી હતી.
જણાવી દઈએ કે આના માટે પ્રધાનમંત્રી મોદીએ દરેક દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ મિશન માટે કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
ભારત એક લોકશાહી ની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ મોટો દેશ છે, અને ભારતે ટૂંક સમયમાં ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે જેનાથી ભારતનું વૈશ્વિક સ્તરે ખૂબ જ મોટું નામ થઈ ચૂક્યું છે. અને આ માટે દરેક ભારતના નાગરિક ને ગર્વ થવું જોઈએ. પ્રધાનમંત્રી એ પણ જણાવ્યું હતું કે દરેક હિન્દુસ્તાનીઓ માટે આનાથી મોટી ગર્વની પળ પ્રાપ્ત ન થઈ શકે.
જય હિન્દ
An important message to the nation. Watch. https://t.co/0LEOATgOOQ
— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019
– Cover image used for represenatational purpose only…