દિલ્હી મેટ્રોમાં આની પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફર કરી ચુક્યા છે, અને હાલમાં જ પાછી તેઓએ સફર કરી હતી.
નરેન્દ્ર મોદી એ ગુરુવારે ટ્રેન માં મુસાફરી કરી હતી. તેમને ધૌલા કુવા થી દ્વારકા ની સફર કરી હતી. આ સફર મેટ્રો ની એરપોર્ટ એક્સ્પ્રેસ લાઈન મા કરી હતી. આની તસ્વીરો તેઓએ સોશીયલ મીડીયા પર શેર કરી હતી. મીડીયા રીપોર્ટ્સ અનુસાર તેઓની સફર 18 મીનીટ માં પુરી થઈ હતી.
જુઓ ફોટા
આની પહેલા 13 એપ્રિલમાં પણ અચાનક પ્રધાનમંત્રી મેટ્રોમાં જોવા મળ્યા હતા. અને લોકો સાથે વાતચીત પણ કરી હતી.
આ સિવાય પ્રધાનમંત્રી ઘણી વખત મેટ્રોમાં મુસાફરી કરી ચુક્યા છે. આ વર્ષે હમણા જુલાઈમાં નોઈડા સ્થિત સેમ્સંગ પ્લાંટ નું ઉદ્ઘાટન કરવા માટે તેઓ દિલ્લી મેટ્રો થી નોઈડા પહોંચ્યા હતા.
જુલાઈ માં મોદી સાઉથ કોરિયા ના રાષ્ટ્રપતિ ની સાથે નોઈડા માં આવેલી સેમ્સંગ ઈલેક્ટ્રોનીક્સ નું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ ફેક્ટરી ૩૫ એકર માં ફેલાયેલી છે.
આ વખતે પ્રધાનમંત્રી એ જે મેટ્રો માં મુસાફરી કરી તે ધૌલાકુવા અને એરપોર્ટ વાળી મેટ્રો હતી, જેમાં મોટેભાગે ત્યાં જવા વાળા યાત્રીઓ મુસાફરી કરતા હોય છે.
ઘણી વખત દુર સુધી જવા માટે તેઓ મેટ્રો માં મુસાફરી કરે છે જેથી તેઓના કારણે કોઈ વાહનપ્રવાહ માં બાધા ન આવે અને ટ્રાફીક જામ ની સ્થિતી ઉભી ન થાય.
જણાવી દઈએ કે આ પહેલી વખત નથી કે તેઓ લોકો સાથે હાથ મીલાવીને સેલ્ફી પડાવતા હોય, આ પહેલા પણ તેઓ આવું કરી ચુક્યા છે.
તેઓને જોઈને સામાન્ય લોકો પણ ખુશ થઈ જાય છે અને શું કામ ન થાય કારણ કે દેશ ના પ્રધાનમંત્રી તેમની સાથે જો મુસાફરી કરી રહ્યા હોય!
All photo source[s] – Facebook page of Narendra Modi