Site icon Just Gujju Things Trending

PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન કે જેને વંદે ભારત એક્સપ્રેસ ના નામથી જાણવામાં આવે છે તેનું ઉદઘાટન કર્યું છે. આ મોકે પ્રધાનમંત્રી એ જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલાને લઈને દુશ્મન દેશ ને મજબૂત સંદેશો આપતા કહ્યું હતું કે આતંકના જવાબદાર લોકોએ આની કિંમત ચૂકવવી પડશે.

ગઈકાલે ગુરૂવારે થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને પ્રધાનમંત્રીએ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને કહ્યું હતું કે તેઓએ દેશની સેવા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ, શહીદોના પરિવારની સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશના સૈનિકો ના શૌર્ય ઉપર અને તેની બહાદુરી પર પૂરે પૂરો ભરોસો છે.

તદુપરાંત તેને જણાવ્યું કે દેશમાં આક્રોશ છે, અને લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. તેઓએ કહ્યું કે આતંકીઓના વડાઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. અને આ હુમલાને અંજામ દેવા વાળા ને તેની સજા જરૂર મળશે.

તેઓએ કહ્યું કે આ સમયે દેશમાં કંઇક કરી બતાવવાની ભાવના છે.

તેઓએ ઉમેર્યુ કે સુરક્ષાબળોને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકી સંગઠનો અને તેમના વડાઓ ને એ જણાવવા ઈચ્છે છે કે તેઓ બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે. આની ખુબ મોટી કિંમત ચૂકવવી પડશે.

તેઓએ ઉમેર્યું હતું કે તેઓ દેશને ભરોસો દેવા માંગે છે કે આ હુમલા પાછળ જે લોકો પણ જવાબદાર છે તેઓને તેની સજા અવશ્ય મળશે. આખી દુનિયામાં અલગ પડી ચૂકેલો આપણો પાડોશી દેશ જો એ સમજે છે કે આવી કોન્સ્પીરસી થી તેઓ આપણામાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે તો આ ક્યારેય સંભવ નહીં થાય. તેઓએ જણાવ્યું કે દુશ્મન દેશ ભારત ને ક્યારે અસ્થિર નહી કરી શકે.

તેઓએ રાજનૈતિક દળો ને અપીલ કરતા કહ્યું હતું કે આ સમય એકબીજાને તાના મારવાનો નથી. આ સમયેઆખો દેશ એક જૂથ થઈને મુકાબલો કરી રહ્યો છે. અને આખા દેશનો એક જ સ્વર છે. જે આખી દુનિયાને સંભળાવો જોઈએ કારણ કે આપણે આ લડાઈ જીતવા માટે લડી રહ્યા છીએ.

તદુપરાંત તેને ઘણી વાતો જણાવી હતી, નીચે રહેલ વીડિયોમાં તેને આપેલું સંબોધન તમે જોઈ શકો છો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version