સોમવારે આજે સવારે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધતા હતા, ત્યારે તેને ઘણી બધી વાતો કરી હતી. એમાં વાતવાતમાં તેને જુદા જુદા શહેરો ના નામ લીધા હતા, જેમાં કોચીન ની જગ્યાએ તેનાથી ભૂલથી કરાચી બોલાઈ ગયું હતું.
અને આ બોલાઈ ગયા પછી તેને તરત જ ખ્યાલ આવી ગયો હતો અને પોતાની સેન્સ ઓફ હ્યુમર વાપરીને તેને એવું કહી દીધું કે લોકો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
અને આ કંઈ પહેલી વખત નથી થયું કે મોદી થી ભૂલ થઇ હોય અને તેને તેને રમૂજમાં બદલી નાખી હોય, આની પહેલા પણ આવું ઘણી વખત થઈ ચૂક્યું છે.
જુઓ વિડીયોઃ
તમને કદાચ યાદ હોય તો એક વખત મોદીએ સભામાં સંબોધતા હજુ કંઈ બોલવા જાય તે પહેલા માઈક ટેસ્ટિંગ કર્યું નહોતું, અને પછી ભાષણ ચાલુ કર્યું તો જોયું તો માઇક બંધ હતું. એટલે તેઓએ જાણે માઈક પર આંગળી ફેરવતા હોય એ રીતે ટેસ્ટિંગ કર્યું હતું, તેમજ માઈક ચાલુ થયું એટલે તેમને કહ્યું હતું કે મોદીના સારા કામ ના સમાચાર આવે કે ન આવે પરંતુ કાલે સમાચારમાં એવું જરૂર આવશે કે મોદી ની બોલતી બંધ થઈ ગઈ. અને ત્યાં હાજર સૌ લોકો આ સાંભળીને હસવા માંડ્યા હતા.
પ્રધાનમંત્રી તેની સેન્સ ઓફ હ્યુમર, હાજર જવાબી અને presence of mind માટે પહેલેથી જ જાણીતા છે. અને લગભગ ગુજરાતના બધા લોકો આ વાત જાણતા હશે, ખાસ કરીને તેઓ જ્યારે ગુજરાતીમાં સભાને સંબોધે ત્યારે ભરપૂર રમૂજથી લોકોને હસાવતા હોય છે.
આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર અચૂક કરજો.